હુમલા અંગે અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયાના મિસાઈલ હુમલાથી દુનિયા ડરી ગઈ છે, જેણે યુક્રેનમાં ભીડવાળા શોપિંગ મોલને નિશાન બનાવ્યું હતું.
કિવઃ રશિયાએ યુક્રેનિયન શહેર ક્રેમેનચુકમાં એક શોપિંગ મોલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 16 લોકોના મોત થયા હતા. તે જ સમયે 59 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની ઇમરજન્સી સર્વિસના વડાએ મંગળવારે આ જાણકારી આપી છે. સર્ગેઈ ક્રુકે ટેલિગ્રામ પર જણાવ્યું કે અત્યાર સુધી અમે 16 મૃતકો અને 59 ઘાયલો વિશે જાણીએ છીએ, જેમાંથી 25 હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળ હટાવવાના પ્રયાસો ચાલુ છે. જણાવી દઈએ કે હુમલા બાદ મોલમાં જોરદાર આગ લાગી હતી.
અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે જ્યારે શહેરમાં મિસાઇલો ત્રાટકી ત્યારે “હજારથી વધુ નાગરિકો” મોલમાં હતા. ઝેલેન્સકીએ ફેસબુક પર લખ્યું કે મોલમાં આગ લાગી છે, બચાવકર્મીઓ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીડિતોની સંખ્યા શોધવી એ કલ્પના બહારની વાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં મોલ આગમાં લપેટાયેલો જોવા મળે છે.
શહેરના મેયર વિટાલી માલેત્સ્કીએ ફેસબુક પર લખ્યું: “એક મિસાઇલ ક્રેમેનચુક પર ખૂબ જ ભીડવાળા વિસ્તારમાં ફાયર કરવામાં આવી હતી”. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ કિવના સાથી દેશોને વધુ ભારે શસ્ત્રો પૂરા પાડવા અને રશિયા પર નવા પ્રતિબંધો લાદવા હાકલ કરી હતી.
Another act of the russian genocide of the Ukrainian people. This time the ruscists targeted a mall in #Kremenchuk, in the afternoon when it is always especially crowded. The war criminals wanted to kill the civilians, deliberately aiming for the maximum number of casualties. pic.twitter.com/3PbCnjc7PU
— Defence of Ukraine (@DefenceU) June 27, 2022
અમેરિકી વિદેશ સચિવ એન્ટની બ્લિંકને ટ્વિટર પર કહ્યું: “યુક્રેનમાં ભીડવાળા શોપિંગ મોલને નિશાન બનાવનાર રશિયાના મિસાઈલ હુમલાથી વિશ્વ આજે ભયભીત છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે આ હુમલો રશિયન નેતા વ્લાદિમીર પુતિનની “નિર્દયતા” પ્રતિબિંબિત કરે છે. જ્યારે ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પણ હુમલાની નિંદા કરી છે.