Rashifal

સોમવારનું રાશિફળ:સોમવારનો દિવસ કન્યા રાશિના લોકો માટે લાભકારી રહી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

27 જૂન, સોમવારના રોજ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હોવાથી વર્ધમાન નામનો શુભ યોગ બનશે. વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે. મિથુન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ હકારાત્મક રહેશે. કર્ક રાશિને નસીબનો સાથ મળશે. સિંહ રાશિને અટકેલા પૈસા પરત મળશે અને નોકરીમાં જવાબદારી મળશે. કન્યા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. મકર રાશિની આર્થિક સ્થિતિ સુધરશે. નોકરિયાત વર્ગ માટે દિવસ ખાસ રહેશે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

27 જૂન, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– સંતાનના અભ્યાસ કે લગ્નને લગતી વાતો આગળ વધશે. ધર્મ અને અધ્યાત્મિક કાર્યોમાં પણ સમય પસાર થશે. તમારા સારા સ્વભાવના કારણે લોકો તમારું સન્માન કરશે. આર્થિક પક્ષ સારો રહેશે.

નેગેટિવઃ– યુવાઓ ઇચ્છાપૂર્તિ માટે થોડી ખરાબ રીતનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. એટલે નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહો. કરિયરને લગતી વાતોમાં પણ સાવધાની જાળવવી.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ દિવસ સામાન્ય રહી શકે છે.

લવઃ– ઘર-પરિવારમાં થોડા ક્લેશની સ્થિતિ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજનો સમય અનુકૂળ છે. બેંક રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. અચાનક જ કોઈ જૂના મિત્રના મળવાથી તમે પ્રસન્ન રહેશો. સમય ખૂબ જ શાંતિદાયક છે. તેનો ભરપૂર ઉપયોગ કરો

નેગેટિવઃ– પરિવારના કોઈ સભ્યનું નબળું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. ભાઈઓ સાથે પણ મનમુટાવની સ્થિતિ રહી શકે છે. એટલે થોડો સમય સાવધાનીપૂર્વક પસાર કરો. દરેક કાર્યને ગંભીરતાથી લેવું.

વ્યવસાયઃ– કામકાજમાં નવી તકનીક અને હુનરનો ઉપયોગ કરો જેથી ઉત્પાદન ક્ષમતા વધી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. જેથી મનમાં સંતોષ રહેશે. આર્થિક સ્થિતિઓ પહેલાં કરતા વધારે સારી રહશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ આયોજિક થઈ શકે છે.

નેગેટિવઃ– ખોટા કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો, જેના કારણે તમારા અને તમારા પરિવાર માટે સમય મળી શકશે નહીં. વાહનને લગતું કોઈ નુકસાન થવાની શક્યતા છે. કોઈ નજીકના મિત્રને રૂપિયા ઉધાર આપવા પડી શકે છે.

વ્યવસાયઃ– કોઈ રાજનેતા કે અધિકારી સાથે મુલાકાત તમારા ભાગ્યને બળ પ્રદાન કરી શકે છે.

લવઃ– પરિવાર સાથે શોપિંગ અને મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– ગળું ખરાબ થવાની સ્થિતિ રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમે આકરી મહેનત અને પરિશ્રમ દ્વારા તે બધું જ પ્રાપ્ત કરશો જેની તમને ઇચ્છા હતી. સફળતા અને ભાગ્ય ઉન્નતિના રસ્તા પ્રબળ થઈ શકે છે. તેનો ઉપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. યુવાઓ પણ કોઈ સફળતા પ્રાપ્ત કરવાથી તણાવમુક્ત રહી શકે છે.

નેગેટિવઃ– તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખો તથા ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આ સમયે હાથમાં રૂપિયા આવતા-આવતા કોઈ જગ્યાએ અટકી જશે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. બેચેનીના કારણે કામમાં પણ કોઈ પ્રકારની બેદરકારી રહી શકે છે.

વ્યવસાયઃ– વેપારને લગતા કોઈ રોકાણ વગેરે મામલાઓમાં સાવધાની રાખશો તો સારું રહેશે.

લવઃ– કામકાજની વ્યવસ્થા અને પારિવારિક જીવનમાં તમે સારો તાલમેલ જાળવી શકશો.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનતના કારણે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– સમય માનસિક શાંતિ અને સંતોષદાયી છે. સંતાનના અનુકૂળ લગ્ન થવાથી મન પ્રસન્ન રહી શકે છે. ભાઈઓ સાથે પણ સંબંધોમાં મધુરતા વધશે. લાભાદાયી યાત્રા થઈ શકે છે. વૈભવને લગતી વસ્તુઓની ખરીદદારી શક્ય છે.

નેગેટિવઃ– દેવાથી છુટકારો મેળવવા માટે કોશિશ વધારે કરવી પડશે. મકાન કે દુકાનના નિર્માણ કાર્યો ઉપર ખર્ચ વધી શકે છે. જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. કોઈ પ્રિય મિત્રની પરેશાનીના કારણે તમે પણ ડિસ્ટર્બ રહી શકો છો.

વ્યવસાયઃ– વેપારને લગતી થોડી લાભદાયી યોજનાઓ બની શકે છે.

લવઃ– કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત તમને સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ– શરીરમાં કોઈ સ્થાને દુખાવાની ફરિયાદ રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– દિવસ લાભકારી રહી શકે છે. મુશ્કેલમાં મુશ્કેલ સવાલનો પણ જવાબ તમે સરળતાથી આપી શકો છો. સમયની ગતિ તમારા પક્ષમાં છે. તેનો સદુપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. મિત્રો સાથે પણ સુખમય સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ– કોઈપણ બહારના વ્યક્તિ સાથે અંતર જાળવી રાખો. તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. રોજિંદાના ઉપયોગની વસ્તુઓ ખરાબ થવાથી સુધાર કાર્યોમાં રૂપિયા ખર્ચ થઈ શકે છે.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અધૂરા પડેલાં કાર્યો ઝડપથી પૂર્ણ થઈ શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમારી યોગ્યતા અને ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરો. કોઈપણ વિઘ્નની ચિંતા કર્યા વિના તમે આગળ વધી શકો છો. ઘરમાં મહેમાનોની અવર-જવર રહી શકે છે. જેથી પરિવારના લોકોમાં સુખમય સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ– કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવા કે ચોરી થવાની શક્યતા છે. જેના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. નકારાત્મકતા પણ હાવી થઈ શકે છે. સાથે જ મહેમાનોની અવર-જવર પણ તમારા માટે મહત્ત્વપૂર્ણ કાર્યમાં વિઘ્ન લાવી શકે છે.

વ્યવસાયઃ– વેપારને લગતા કાર્યોમાં ગતિ આવી શકે છે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે લોક કલ્યાણ અને સમાજ સેવાના કાર્યોમાં ધન ખર્ચ થઈ શકે છે. આવું કરવાથી તમને સુખ મળી શકે છે. તમારા કોઈ લક્ષ્યની પ્રાપ્તિ પણ આજે શક્ય છે. નજીકના સંબંધી કે મિત્રની મદદ કરવામાં તમારો સમય પસાર થશે

નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખો કે તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. તમારા રૂપિયા અચાનક કોઈ જગ્યાએ ફસાઈ શકે છે જેના કારણે તમારો મૂડ ખરાબ થઈ શકે છે. કાર્યોમાં થોડા વિઘ્ન કે પરેશાની પણ આવી શકે છે.

વ્યવસાયઃ– કામકાજના મામલે તમારા વિરોધીઓથી સાવધાન રહો

લવઃ– તમારી પરેશાનીઓને ઘર-પરિવારના લોકો ઉપર હાવી થવા દેશો નહીં

સ્વાસ્થ્યઃ– વધારે તણાવના કારણે તમારું મનોબળ ઘટી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે વધારેમાં વધારે સમય ઘરમાં જ પસાર થશે. તમારી અંદર એક વિશેષ આકર્ષણ શક્તિ રહેશે. જેના કારણે તમારો અન્ય લોકો સાથે સંબંધ વધારે મધુર બનશે. સમય માન અને પ્રતિષ્ઠા વર્ધક છે.

નેગેટિવઃ– ઘરમાં કોઈ વ્યક્તિના સગાઈને લગતા કોઈ નિર્ણય લેવામાં પહેલાં તેના ઉપર સારી દેખરેખ કરો કેમ કે કોઈ પ્રકારનો દગો મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ઘણાં સમયથી જે મંદી ચાલી રહી હતી, આજે આશાની કોઈ નવી કિરણ જોવા મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ આરામદાયક અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી પરેશાન કરી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– પરિવારના સહયોગથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. સામાજિક જીવનમાં માન-સન્માન પણ વધશે. અન્ય લોકોની ભાવનાઓનું સન્માન કરવાથી લોકોનો તમારા પ્રત્યે વિશ્વાસ વધી શકે છે.

નેગેટિવઃ– ઉતાવળમાં લીધેલાં નિર્ણય બદલવા પડી શકે છે. એટલે કોઈપણ યોજના સમજી-વિચારીને લેશો તો યોગ્ય રહેશે. માતા-પિતાની ઇચ્છાઓને ઇગ્નોર ન કરો. તેમને યોગ્ય સન્માન આપો.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થિતિ સારી રહી શકે છે.

લવઃ– પારિવારિક જીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર જોવા મળી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– રાજનીતિના ક્ષેત્રમાં વર્ચસ્વ પરાક્રમ વધશે. નવા-નવા લોકો સાથે સંપર્ક પણ સ્થાપિત થશે. મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિને પણ તમે સહજતા અને સરળતા સાથે સાચવી લેશો. ઘરના વડીલ વ્યક્તિની દેખરેખમાં પણ તમારો મુખ્ય સહયોગ રહેશે.

નેગેટિવઃ– કોઈ નજીકના સંબંધી પાસેથી કોઈ દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. કોઈ વારસાગત જમીનનો વિવાદ પણ અચાનક સામે આવી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં પાર્ટનર સાથે ચાલી રહેલાં વિવાદ અને ગેરસમજનો અંત આવી શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– રાજનીતિ તથા કોર્ટને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જમીનને લગતા અટવાયેલાં કાર્યો પણ આગળ વધવાની શક્યતા છે. ધાર્મિક કાર્યોમાં રસ રહેશે તથા થોડું નવું કામ કરવામાં તમારો રસ રહેશે.

નેગેટિવઃ– ખર્ચ વધારે રહી શકે છે. આવકના સાધનમાં ઘટાડો આવવાના કારણે થોડો તણાવ રહી શકે છે. તમે જે કાર્યને કરવા ઇચ્છો છો તેમાં વિધ્ન આવવાથી મન નિરાશ રહી શકે છે. તમારી કોઈ ગુપ્ત વાત પણ ઉજાગર થઈ શકે છે.

વ્યવસાયઃ– સરકાર સાથે જોડાયેલાં કાર્યો પેન્શનમાં વધારો, ટ્રાન્સફર વગેરે થવાના યોગ બની રહ્યા છે.

લવઃ– લગ્નસંબંધની નકારાત્મક અસર તમારા જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– ચામડીને લગતી કોઈ એલર્જી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.