Rashifal

બુધવારનું રાશિફળ:બુધવારે કુંભ જાતકોએ નાણાકીય કાર્યો ઉપર ધ્યાન આપવું, અકારણ તણાવની સ્થિતિથી બચવું

22 જૂન, બુધવારના રોજ સૌભાગ્ય તથા શોભન એમ બે શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિના જાતકોને સ્ટ્રેસમાંથી મુક્તિ મળશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન થાય તેવી શક્યતા છે. સિંહ રાશિને નસીબનો સાથ મળશે. વૃશ્ચિક રાશિને ધન લાભ થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. ધન રાશિએ શેરબજારમાં રોકાણ ના કરવું. નોકરિયાત વર્ગ માટે દિવસ ઠીક નથી. નવી યોજના તથા નવા કામ કરવા માટે કુંભ રાશિ માટે દિવસ સાનુકૂળ નથી. મીન રાશિ સાવચેતીથી રોકાણ કરે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

22 જૂન, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– લાભદાયક સમય છે. કોઈપણ કામ તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની શક્યતા છે. માર્કેટિંગ અને મીડિયાને લગતા કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો

નેગેટિવઃ– કોઈપણ પ્રકારના ભવિષ્યને લગતી યોજના બનાવતી સમયે અન્ય લોકોના નિર્ણયોની અપેક્ષાએ પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો. નકારાત્મક શબ્દોના પ્રયોગથી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમને તમારી આવડત દર્શાવવાની તક મળી શકે છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– નબળાઈ અને થાક વધારે રહી શકે છે.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ– આજે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર થશે. જો વારસાગત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓને પણ શિક્ષા અને કરિયરને લગતી સમસ્યાઓનો ઉકેલ મળવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ– આર્થિક મામલે સમજી વિચારીને નિર્ણય લેવો. અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થિતિ યથાવત રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની અન્ય લોકોની ભાવનાઓનું સન્માન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– માઈગ્રેન અને માથાના દુખાવાના કારણે દિવસ ખરાબ રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળી શકે છે. આજે સામાજિક કાર્યોની જગ્યાએ તમારા વ્યક્તિગત કાર્ય ઉપર વધારે ધ્યાન આપો કેમ કે આજે લીધેલો નિર્ણય તમારા માટે લાભદાયક પરિસ્થિતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ– તમારા વ્યવહારને સહજ જાળવી રાખો. ગુસ્સાના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. બાળકોને તમારા સહયોગની જરૂરિયાત છે. એટલે થોડો સમય તમારા માટે પણ કાઢવો

વ્યવસાયઃ– આજે થોડા નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરની પરેશાની વધી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– દિવસ સફળતાદાયક પસાર થશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. માત્ર કોઈપણ કામ કરતા પહેલાં તેની પોઝિટિવ અને નેગેટિવ અસર અંગે વિચાર કરી લેવો.

નેગેટિવઃ– જમીનને લગતા કાર્યોમાં વધારે લાભની આશા ન કરો કેમ કે વધારે મેળવવાની ઇચ્છામાં નુકસાન થઈ શકે છે. અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ આળસના કારણે પોતાનું નુકસાન કરી બેઠશે.

વ્યવસાયઃ– વેપારને આગળ વધારવા માટે કાર્યની યોજના બનશે.

લવઃ– લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– નવી યોજનાઓ બનશે તથા અટવાયેલાં મામલાઓ પૂર્ણ જલ્દી પૂર્ણ થઈ જશે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમારા સંપર્ક સૂત્રને વધારે મજબૂત કરો. કુલ મળીને સુખ અને સંતોષભર્યો દિવસ પસાર થશે.

નેગેટિવઃ– સમયની કિંમતને ઓળખો. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. કોઈ જૂની સંપત્તિને લગતો વિવાદ ઊભો થઈ શકે છે. નજીકના સંબંધીઓમાં પણ સ્વાર્થની ભાવના જોવા મળી શકે છે.

વ્યવસાયઃ– લાભ પ્રાપ્તિ માટે કરવામાં આવેલ કરાર આગળ વધી શકે છે.

લવઃ– લગ્ન સંબંધોમાં પ્રેમ વધશે.

સ્વાસ્થ્યઃ– ગરમી અને પરસેવાના કારણે ચામડીને લગતી એલર્જી થઈ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આર્થિક મામલાઓને મજબૂત કરવા માટે આજનો દિવસ શુભ છે. ધાર્મિક સંસ્થાઓને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર બની રહેશે.

નેગેટિવઃ– ક્યારેક શંકાભર્યો સ્વભાવ તમારા તથા અન્ય લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે પોતાના સ્વભાવનું અવલોકન કરો અને સુધાર લાવો. કોઈ મિત્ર સ્વાર્થની ભાવના સાથે સંબંધ ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી ગતિવિધિઓ તથા યોજનાને કોઈ સામે જાહેર ન કરો

લવઃ– પરિવાર સાથે મનોરંજનમાં દિવસ પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજનો દિવસ લાભકારી છે. તમારા સપના અને કલ્પનાઓ સાકાર કરવાનો ઉત્તમ સમય છે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખીને અનેક પરેશાનીઓનો ઉકેલ મળી શકે છે. સંબંધીઓને લગતા વિવાદને ઉકેલવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે.

નેગેટિવઃ– કોઈ અપ્રિય વ્યક્તિના ઘરે આવવાથી વાતાવરણ નકારાત્મક રહી શકે છે. આ તણાવની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડશે. ઘરના વડીલ વ્યક્તિની સલાહ અને સહયોગ લો.

વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતા વેપારમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ– ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ– લોહીને લગતી સમસ્યા થઈ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– પરિવાર સાથે સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સુખમય સમય પસાર થશે. કોઈ સંબંધીને ત્યાં ધાર્મિક ઉત્સવમાં જવાનો પણ પ્રોગ્રામ બનશે. કોઈ જગ્યાએ ફસાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ વધારે સારી રહેશે.

નેગેટિવઃ– બિનજરૂરી યાત્રાઓને ટાળો. લગ્ન કરતી સમયે સાવધાન રહો, ગેરસમજના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિના કારણે ચિંતા રહેશે.

વ્યવસાયઃ– કામકાજમાં વધારે વ્યસ્ત રહી શકો છો.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગરૂત રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– સામાજિક ગતિવિધિઓમાં તમારો સહયોગ તમને ઓળખ અને માન-સન્માન આપશે. તમારી પ્રતિભા અને ક્ષમતા લોકો સામે ઉજાગર થઈ શકે છે. ઘરના રિનોવેશનને લગતી યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ– કોઈ પ્રકારના રોકાણને લગતી ગતિવિધિઓને ટાળો. નહીંતર નુકસાન જેવી સ્થિતિ આવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ફોકસ રહેશે.

વ્યવસાયઃ– શેરબજાર વગેરે જેવા કાર્યોમાં રોકાણ ન કરો

લવઃ– પતિ-પત્નીના સંબંધમાં મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને પેટમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– કોઈપણ કાર્ય કરતા પહેલાં ઘરના અનુભવી વ્યક્તિની સલાહ લો. સમજી વિચારીને કરવામાં આવતું કામ ભવિષ્યમાં લાભ આપી શકે છે. બાળકો તરફથી પણ કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો થોડી પણ ગેરસમજના કારણે નજીકના મિત્રો કે ભાઈઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓ સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો

લવઃ– લગ્નજીવનમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ અને ગળું ખરાબ થવા જેવી સમસ્યા રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ તમને સંકેત આપી રહી છે કે તમારી નાણાકીય યોજનાઓને લગતા કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમને મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ મેળવીને તમે વધારે પ્રગતિ કરશો.

નેગેટિવઃ– સંતાન પક્ષને લઇને કોઈ પ્રકારની ચિંતા રહી શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ કરો. કોઈ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો

લવઃ– પારિવારિક સભ્યોની ગતિવિધિઓ ઉપર વધારે રોક-ટોક ન કરો

સ્વાસ્થ્યઃ- અકારણ જ તણાવની સ્થિતિ રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે ઘરની દેખરેખને લગતા કાર્યોમાં વધારે સમય પસાર થશે. કળાત્મક કાર્યોમાં રસ રહેશે. મન પ્રમાણે સમય પસાર કરવાથી તમે ફ્રેશ અને તણાવમુક્ત રહી શકો છો.

નેગેટિવઃ– આજે કોઈપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું. તમે કોઈ દુવિધામાં ખરાબ રીતે ફસાઈ શકો છો. જેની અસર પરિવાર ઉપર પડી શકે છે. બહારના લોકો સાથે કોઈ સંપર્ક ન રાખો તો સારું રહેશે

વ્યવસાયઃ– વેપાર સ્થાને તમારી હાજરી જરૂરી રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સહયોગાત્મક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.