news

ઓસ્ટ્રેલિયાની સંસદમાં હિજાબની એન્ટ્રી, ફાતિમા બની હિજાબ પહેરનારી પ્રથમ મહિલા

ફાતિમા માને છે કે યુવા છોકરીઓ હિજાબ પહેરવાનો નિર્ણય જાતે લઇ શકે છે

8 વર્ષની હતી ત્યારે પરીવાર સાથે અફઘાનિસ્તાનથી ઓસ્ટ્રોલિયા આવી હતી.

ફાતિમા પેમાન અફઘાનિસ્તાન મૂળની મહિલા ઓસ્ટ્રેલિયાની સંસદમાં હિજાબ પહેરનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. ઓસ્ટ્રેલિયાની એક ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર લેબરપાર્ટીની પેમાને વેસ્ટ ઓસ્ટ્રેલિયાની 6 મી સેનેટર હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહી પેમાન સેનેટના ઇતિહાસમાં ત્રીજા ક્રમની સૌથી નાની ઉંમરની સેનેટર છે. હિજાબ પહેરવા બાબતે તેને ખુલાસો કર્યો કે પહેલા તો એક અફઘાન કે મુસ્લિમ છે.

બીજી બાજુ પોતે ઓસ્ટ્રેલિયાઇ સેનેટર છે જે તમામ ઓસ્ટ્રેલિયાઇ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. પૈમાન 8 વર્ષની હતી ત્યારે અફઘાનિસ્તાન છોડીને પરીવાર સાથે ઓસ્ટ્રેલિયા આવી હતી. પેમાન હિજાબ પહેરવાની પણ વકાલત કરે છે. તે માને છે કે યુવા છોકરીઓ હિજાબ પહેરવાનો નિર્ણય જાતે લઇ શકે છે. હિજાબ પહેરવાનો તેને પુરેપુરો અધિકાર છે જેનું તેને ગૌરવ કરવું જરુરી છે. ભારતમાં કોલેજ કેમ્પસમાં હિજાબ પહેરવા બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. ફ્રાંસ સહિત યુરોપના અનેક દેશોમાં હિજાબ અને બુરખા પર પ્રતિબંધ છે જયારે ઓસ્ટ્રેલિયામાં એક મહિલા રાજકારણી તરીકે ફાતિમાએ હિજાબ પહેરવાના અધિકાર અંગે વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published.