Rashifal

રવિવારનું રાશિફળ:મેષ, મિથુન સહિત 4 રાશિના જાતકો માટે રવિવાર ધન-સંતોષ આપનારો બની રહેશે, 2 રાશિએ પૈસાના મુદ્દે સાચવવું

19 જૂન, રવિવારના રોજ મેષ રાશિના જાતકોનાં અટવાયેલાં કામ પૂરાં થશે. બિઝનેસમાં પણ મોટો ઓર્ડર મળવાના યોગ છે. મિથુન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે. નવી તકો-સિદ્ધિઓ પ્રાપ્ત થશે. કન્યા રાશિના જાતકોને મહેનતનું ધાર્યું ફળ મળશે. ધન રાશિના લોકો જે રીતે ઇચ્છે છે તે જ મનગમતી રીતે દિવસ વીતાવી શકશે. ગ્રહોનો સાથ મળશે. પરંતુ કર્ક અને તુલા રાશિના લોકો પૈસાની લેતીદેતીમાં સાવચેતી રાખે. કુંભ રાશિના જાતકો બિઝનેસ અને દસ્તાવેજી કાર્યોમાં સંભાળપૂર્વક આગળ વધે. આ સિવાયની અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

19 જૂન, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. કોઈ જગ્યાએથી મન પ્રમાણે પેમેન્ટ આવી જવાથી મનમાં રાહત મળી શકે છે. ધાર્મિક સંસ્થાઓમાં સેવાને લગતાં કાર્યોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ– આજે કોઈ કામ પ્રત્યે નિર્ણય લેવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહ લેવી. સાથે જ કોઈ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં સ્થાન પરિવર્તનની શક્યતાઓ બની રહી છે.

લવઃ– ઘરમાં મહેમાનોની ચહેલપહેલનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી રાહતની સ્થિતિ રહેશે. લોકોની ચિંતા ન કરીને પોતાના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું નવી સફળતા પ્રાપ્ત કરાવશે. લોકો તમારી યોગ્યતાથી આકર્ષિત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. એટલે મનને સંયમિત રાખો તથા ખરાબ મિત્રોથી દૂર રહો. સાથે જ ઘરના વડીલોની રાહ ઉપર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ અટવાયેલું કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે.

લવઃ– કોઈ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદ તાજા થઈ જશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– અન્ય લોકોના દુઃખ દર્દ અને તકલીફમાં તેમની મદદ કરવી તમારા સ્વભાવમાં સામેલ થઈ રહ્યું છે. જેથી સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થઈ રહી છે અને સંપર્કોની સીમા પણ વધશે જે ભવિષ્યમાં તમને આર્થિક રૂપથી સક્ષમ બનાવશે.

નેગેટિવઃ– જમીન-સંપત્તિ અને વાહનને લઇને કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે. સાથે જ ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો કેમ કે અચાનક ખર્ચ સામે આવે તેવી શક્યતા છે. યોજનાઓના શરૂ થવામાં થોડી પરેશાનીઓ આવશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ તમારા માટે નવી સફળતા પ્રદાન કરશે. આર્થિક રૂપથી સ્થિતિ સુદૃઢ થશે. ધનને લગતી જે મુશ્કેલીઓ ચાલી રહી હતી આજે તે પૂર્ણ થવાની શક્યતા છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– તમને માથાનો દુખાવો અને માનસિક થાક અનુભવ થઈ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે તમે થોડા ખાસ કાર્યો પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર અમલ કરો. ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં છે. ઘરમાં કોઈ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. સંતાનની સફળતાઓથી મનમાં સુકૂન અને સુખ રહેશે.

નેગેટિવઃ– ક્યારેક કોઈ નજીકના સંબંધી કે મિત્ર સાથે મતભેદ ઊભો થઈ શકે છે. અન્ય લોકોના કારણે તમને આર્થિક નુકસાન થવાની પણ શક્યતા છે. જેના કારણે થોડી તણાવની સ્થિતિ રહી શકે છે.

વ્યવસાયઃ– વેપાર કે ઓફિસમાં થોડા પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીનો અનુશાસિત સ્વભાવ ઘરને વ્યવસ્થિત જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત અને ગેસ જેવી સમસ્યા થવાથી પેટમાં દુખાવો થઈ શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– યુવાઓની કોઈ દુવિધા દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે. કોઈ મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે. કોઈ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ભાગ્યોદયને લગતા કોઈ દ્વાર ખોલી શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારી કોઈ તીખી વાતથી કોઈ નિરાશ થઈ શકે છે. જેના કારણે તમારે અપમાનનો સામનો કરવો પડી શકે છે. સાથે જ આજે કોઈ ખોટી જગ્યાએ રોકાણ કરવું નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સુદૃઢ થશે.

લવઃ– થોડા સમયથી તમે તમારી વ્યસ્તતાના કારણે તમારા લગ્નજીવન ઉપર સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– બાફના કારણે ગરમીને લગતી બીમારીઓથી પોતાની રક્ષા કરો.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને શિક્ષાને લગતા કોઈ વિઘ્ન દૂર થવાથી તેઓ ફરી પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સાથે જ પ્રભાવશાળી વ્યક્તિઓનો સહયોગ તમારી ઉન્નતિમાં સહાયક સિદ્ધ થશે. પરિશ્રમ પ્રમાણે તમને યોગ્ય ફળ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– નજીકના મિત્ર કે સંબંધી સાથે કોઈ વાતને લઇને શંકાની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે માનસિક સ્થિતિ થોડી ખરાબ રહેશે. પરંતુ આ એક વહેમ જ છે અને તેમાં બહાર આવવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ– તમારા નકારાત્મક વિચારોને તમારા વેપાર ઉપર હાવી થવા દેશો નહીં.

લવઃ– ઘર અને વ્યવસાયમાં તાલમેલ જાળવી રાખવાથી બધી સ્થિતિઓ અનુકૂળ રહેશે.

સ્વાસ્થ્યઃ– આજે થોડા નકારાત્મક વિચાર વધારે જ હાવી થશે

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– ઘણાં દિવસોથી ચાલી રહેલી વ્યસ્તતાના કારણે તમે થાક અનુભવ કરી રહ્યા હતાં. એટલે આજનો દિવસ તમે શાંતિ અને સુકૂનમાં પસાર કરો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે પહેલાં વિચાર કરવો જરૂરી છે. આર્થિક સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– ક્યારેક મનમાં થોડી બેચેની અને નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. જેના કારણે અકારણ જ ગુસ્સાની સ્થિતિ રહેશે. ઘરના વડીલોની કોઈ વાતને ઇગ્નોર ન કરો. તેનાથી વાતાવરણ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય લાભદાયક છે.

લવઃ– લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– તમને શારીરિક અને માનસિક આરામની જરૂરિયાત છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિઓ સાથે મુલાકાતના દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક પરિવર્તન આવશે. સાથે જ ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. આજે તમારો સંપૂર્ણ સમય કોઈ કાર્ય પ્રત્યે યોજના બનાવવામાં પસાર થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે વધારે હોશિયારી કરવા છતાંય થોડા પરિણામ ખરાબ થઈ શકે છે. શેરબજાર, સટ્ટા જેવા કાર્યોથી દૂર રહો, કેમ કે તમારા થોડા નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા પરિવર્તન જેવી સ્થિતિઓ થોડા સમયથી ચાલી રહી છે.

લવઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર રાખવામાં તમારે કોશિશ કરવી પડશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણના કારણે ઉધરસ અને તાવ રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આ સમયનું ગ્રહ ગોચર તમારી કાર્યક્ષમતા અને યોગ્યતામાં વધારો કરી રહ્યું છે. સાથે જ ભાગ્ય વૃદ્ધિદાયક દ્વાર પણ ખોલી રહ્યું છે. થોડા નજીકના લોકોને મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. કોઈ યાત્રાનો પણ પ્રોગ્રામ બનશે જે પોઝિટિવ રહેશે

નેગેટિવઃ– ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારા બનતા કાર્યોમાં વિઘ્ન લાવી શકે છે. એટલે વધારે અભિમાન કે પોતાને સુપીરિયર સમજવું ઠીક નથી. સેવિંગને લગતા મામલાઓમાં થોડો ઘટાડો આવે તેવી શક્યતા છે.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયને લગતો કોઈપણ નિર્ણય ન લેશો.

લવઃ– તમારા કાર્યોમાં જીવનસાથીની સલાહ અવશ્ય લો

સ્વાસ્થ્યઃ– ખાનપાન હળવું રાખવું.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે માનસિક રૂપથી ઘણો સંતોષ આપનાર સમય છે. ભાગદોડની જગ્યાએ શાંતિથી કામ કરવાની કોશિશ કરો. જેથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં યોગ્ય રીતે સંપન્ન થઈ જશે.

નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે વધારે ચર્ચા-વિચારણાં કરવાથી થોડા પરિણામ તમારા હાથમાંથી સરકી શકે છે. એટલે યોજનાઓ સાથે-સાથે કાર્યક્ષમતા ઉપર પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં કોઈ જગ્યાએથી ઉધાર લેવાની સ્થિતિ બની શકે છે.

લવઃ– જીવનસાથીનો પરિવારમાં સંપૂર્ણ સહયોગ તમને રાહત આપી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગળામાં કોઈ પ્રકારની ખરાશ કે ઇન્ફેક્શન અનુભવ થઈ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર તમારા અનેક કાર્યોને યોગ્ય રીતે શરૂ કરશે. અનેક નકારાત્મક પરિસ્થિતિઓ પણ ઉકેલાઈ શકે છે. ઘર-પરિવારની જરૂરિયાતોનું પણ તમે ધ્યાન રાખશો.

નેગેટિવઃ– ભાઈઓ સાથે જમીન અને સંપત્તિને લગતા વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલો નહીંતર વિવાદ વધી શકે છે. સાથે જ તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખીને આરામથી વાતચીત કરીને તેનો ઉકેલ લાવો.

વ્યવસાયઃ– પારિવારિક વ્યવસાયને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– આજે થોડો સમય મનોરંજનના કાર્યોમાં પસાર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– યુવા વર્ગને પોતાના કામમાં સફળતા મળવાથી રાહત મળશે. સાથે જ રચનાત્મક કાર્યોમાં રસ વધશે. માનસિક સુખની પ્રાપ્તિ માટે કોઈ નજીકના એકાંત સ્થાન કે ધાર્મિક સ્થાને જવાનો વિચાર કરો. જેથી ફરીથી પોતાને તમે ઊર્જાવાન અનુભવ કરો.

નેગેટિવઃ– કાર્યોમાં સફળતા ન મળવાના કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણું રહેશે. તમારા નજીકના મિત્રો પાસેથી સલાહ લેવાથી તમને થોડી રાહત મળવાની શક્યતા છે. હાલ પરિશ્રમ કરવાથી અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ– કામ વધારે રહેવાના કારણે તમે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– તમારે તમારું મનોબળ વધારવાની જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published.