news

પાકિસ્તાની રેસ્ટોરન્ટે ‘ગંગૂબાઈ’ના સીનનો કર્યો વિકૃત રીતે ઉપયોગ, સોશિયલ મીડિયા પર ફેન્સ ભડકયા

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના એક સીનનો ઉપયોગ પાકિસ્તાનની રેસ્ટોરન્ટે વિકૃત રીતે કર્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોનો રોષ ફાટી નિકળ્યો છે.

કરાચીની એક રેસ્ટોરન્ટે પોતાના ગ્રાહકોને ઓફર આપવા માટે ગંગુબાઈનો એક સીન ઉપયોગમાં લીધો છે.આ એ જ સીને છે જેમાં આલિયા ભટ્ટના પાત્રને દગાબાજીતી રેડ લાઈટ એરિયામાં લાવવામાં આવે છે અને તેની પાસે દેહવિક્રયનુ કામ પહેલી વકત કરાવવામાં આવે છે. તે વખતે આલિયાને શીખવાડવામાં આવે છે કે, ગ્રાહકોને કેવી રીતે પોતાની પાસે બોલાવવાના છે.

આ જ સીનનો સહારો રેસ્ટોરન્ટે લીધો છે. આ સીન દર્શાવીને રેસ્ટોરન્ટે પોતાન  જાહેરાતમાં લખ્યુ છે કે, આજા ના રાજા ..કિસકા ઈંતેઝાર કર રહે હો..સોમવારે માત્ર પુરુષો માટે 25 ટકા ડિસ્કાઉન્ટની ઓફરનો લાભ ઉઠાવો…..

જોકે આ જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકોએ આ જાહેરાત ડિલિટ કરવાની સલાહ આપી છે તો કેટલાક જાહેરાતને માર્કેટિંગનો સાવ બકવાસ આઈડિયા ગણાવી છે.

એ પછી રેસ્ટોરન્ટે સ્પષ્ટતા કરી છે પણ જાહેરાત હટાવી નથી.રેસ્ટોરન્ટે કહ્યુ છે કે, અમે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નથી માંગતા. આ માત્ર એક કન્સેપ્ટ છે.

Leave a Reply

Your email address will not be published.