સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિઝર્વ બેન્કને લગતી બાબતો સાથે વ્યવહાર કરે છે. રિઝર્વ બેન્કના ગવર્નરની આગેવાની હેઠળના બોર્ડના સભ્યોની નિમણૂક ભારત સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ અનુસાર કરવામાં આવે છે.
નવી દિલ્હી: સરકારે આનંદ મહિન્દ્રા, પંકજ આર પટેલ અને વેણુ શ્રીનિવાસન જેવા ઉદ્યોગપતિઓને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કેન્દ્રીય બોર્ડમાં બિન-સત્તાવાર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-અમદાવાદ)ના પૂર્વ પ્રોફેસર રવિન્દ્ર એચ ધોળકિયાને પણ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.
RBI દ્વારા મંગળવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ ચાર વર્ષના સમયગાળા માટે આ નિમણૂંકો કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિઝર્વ બેન્કને લગતી બાબતો સાથે વ્યવહાર કરે છે. રિઝર્વ બેન્કના ગવર્નરની આગેવાની હેઠળના બોર્ડના સભ્યોની નિમણૂક ભારત સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ અનુસાર કરવામાં આવે છે.
આનંદ મહિન્દ્રા હાલમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે.તેઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટેક મહિન્દ્રાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પણ છે. આ સિવાય ટીવીએસ મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસન અને ઝાયડસ લાઇફસાયન્સના ચેરમેન પંકજ આર પટેલને પણ રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.