13 જૂન, સોમવારના રોજ સિદ્ધ તથા માનસ એમ બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. કર્ક રાશિને આકસ્મિક ફાયદો થાય તેવી શક્યતા છે. વૃશ્ચિક રાશિને રોકાણમાં લાભ મળશે. આ ઉપરાંત મિથુન રાશિના જાતકો વધારાની આવક મેળવવાનો પ્રયાસ ના કરે,. સિંહ રાશિએ વધુ મહેનત કરવી પડશે. કુંભ રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
13 જૂન, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– સમય પૂર્ણ પક્ષમાં છે. આ સમયની મહેનતનું પૂર્ણ ફળ મળશે. સાથે જ તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. શાંતિની ઇચ્છામાં કોઈ ધાર્મિક સ્થળમાં પણ સમય પસાર થશે.
નેગેટિવઃ– કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી સમયે સાવધાની જાળવો. કોઈ નકારાત્મક વાત એકબીજા સાથેના સંબંધોને ખરાબ કરી શકે છે. આળસના કારણે કામને ટાળવાની પ્રવૃત્તિ રહેશે.
વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય તમારા પક્ષમાં રહેશે.
લવઃ– પારિવારિક સભ્યો સાથે મનોરંજન તથા શોપિંગમાં સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ– કફ અને ઉધરસના કારણે ગળા અને છાતિમાં દુખાવો અનુભવ થઈ શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– મનમાં ચાલી રહેલી કોઈ દુવિધાનું સમાધાન મળશે. સંતાન દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. ધન પ્રાપ્તિની દિશામાં કરવામાં આવતા પ્લાન સફળતા પ્રાપ્ત કરશે.
નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક આત્મવિશ્વાસ ઘટી જવાના કારણે તથા આળસના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તમારી નકારાત્મક ખામીઓને દૂર કરીને તમે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો સાથે વધારે હરવા-ફરવામાં પણ સમય ખરાબ ન કરો.
વ્યવસાયઃ– સહયોગ યોજના કર્મચારીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખશે.
લવઃ– કામ સાથે-સાથે પરિવારના બધા સભ્યોનું ધ્યાન રાખવું પણ તમારી જવાબદારી છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– આજે તમે સારી રીતે તમારા કામને અંજામ આપવામાં સફળ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભાઓને સમજો અને તેમને યોગ્ય દિશામાં લગાવો. ભાઈઓ સાથે કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થઈ શકે છે.
નેગેટિવઃ– બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થવા કે ગુમ થઈ જવાનો ભય છે. અનેકવાર કોઈ મુદ્દા ઉપર વધારે ચર્ચા-વિચારણાં કરવાના લીધે મહત્ત્વપૂર્ણ સફળતા પણ મળી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં શાંતિથી કામ પૂર્ણ થતા જશે.
લવઃ– પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલનો ભાવ વિદ્યમાન રહેશે.
સ્વાસ્થ્યઃ– માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– આજનું ગ્રહ ગોચર તમારા માટે અચાનક લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ તણાવ કે ચિંતાથી રાહત મળી શકે છે. ધાર્મિક સ્થાનમાં જવાનો પણ પ્રોગ્રામ બનશે.
નેગેટિવઃ– શેરબજાર વગેરેમાં કોઈ પ્રકારનું રોકાણ ન કરો. કોઈ અજાણ વ્યક્તિ સાથે વિવાદમાં પડશો નહીં. ઘરમાં મહેમાનો આવવાથી થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે.
લવઃ– સંબંધીઓને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે
સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને થાક અનુભવ થઈ શકે છે.
——————————–
સિંહઃ-
પોઝિટિવઃ– આજનો દિવસ ખૂબ જ વધારે લાભકારી છે. પોતાના ઉદેશ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. દોડભાગ વધારે રહેશે પરંતુ કાર્યની સફળતા તમારા થાકને દૂર કરી શકે છે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી થોડું શીખવા મળી શકે છે.
નેગેટિવઃ– જૂના ઝઘડા ફરી ઊભા થઈ શકે છે. અભ્યાસ કરી રહેલાં બાળકોમાં આળસ રહેશે. ખાસ કરીને રૂપિયાના મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. કોર્ટ કેસને લગતા મામલાઓને પણ આજે ટાળો.
વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– કોઈ પ્રકારની ઈજા પહોંચે તેવી શક્યતા છે.
——————————–
કન્યાઃ–
પોઝિટિવઃ– જો કોઈ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. બધા પ્રકારના સંબંધોમાં સુધાર આવશે તો ચારેય તરફથી સુખ અનુભવ થશે. ઘરની દેખરેખ તથા સજાવટને લગતા કાર્યોમાં પણ સમય પસાર થશે.
નેગેટિવઃ– ક્યારેક તમારી શંકા કરવાની ટેવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વિચારોને પોઝિટિવ જાળવી રાખો. જૂની સંપત્તિને લગતી સમસ્યાઓ ફરીથી ઊભી થઈ શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ધનલાભ પ્રાપ્તિ માટે કરવામાં આવતા નવા કરાર વિકસિત થશે.
લવઃ– લગ્નસંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે કરવા અને સમન્વય જાળવી રાખવો તુલા રાશિના લોકોનો મહત્ત્પૂર્ણ ગુણ છે. તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.
નેગેટિવઃ– ક્યારેક તમારો ગુસ્સો અને વધારે અનુશાસિત હોવું અન્ય લોકો માટે સમસ્યાઓ ઉત્પન્ન કરશે. ઘરમાં કોઈ અપ્રિય વ્યક્તિના આગમનથી મન નિરાશ રહી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઈની સાથે કોઈ ડીલ કે લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવવી
લવઃ– પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજનું નિવારણ આવશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– આજે તમારા વિચાર ગતિ પકડશે. જેથી તમારી અંદર એક નવી ઊર્જા તથા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. આર્થિક રોકાણને લગતા મામલે મોટાભાગનો સમય પસાર થશે અને સફળતા પણ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ– વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર વધારે ફોકસ કરવાની જરૂરિયાત છે. ઘરના કોઈ વડીલ વ્યક્તિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. એટલે તેમના માન-સન્માનમાં કોઈ પ્રકારનો ઘટાડો ન થાય તેનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ– કામકાજમાં વધારે વ્યસ્ત રહી શકો છો.
લવઃ– ઘર-પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– પેટમાં દુખાવો રહી શકે છે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– તમારા કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યમાં ઘરના વડીલ વ્યક્તિનો સહયોગ લો. તેમની યોગ્ય સલાહથી તમને સફળતા પ્રાપ્ત થશે. મનોરંજનમાં પણ સમય પસાર થઈ શકે છે.
નેગેટિવઃ– વધારે ગુસ્સો અને ઉતાવળ કરવી તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. એટલે તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. આર્થિક મામલે વધારેમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઈ વિવાદ દૂર થઈ શકે છે.
લવઃ– પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ– ચામડીને લગતી એલર્જી થઈ શકે છે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– ઘરમાં કોઈ માંગલિક આયોજનની યોજના બનશે. બાળકોને લગતી સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે. કોઈપણ પ્રકારનો સમજી-વિચારીને લેવામાં આવેલ નિર્ણય ભવિષ્યમાં લાભ આપી શકે છે.
નેગેટિવઃ– વિચારોની દુનિયાથી બહાર આવવાની જરૂર છે. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો કેમ કે વધારે ખર્ચની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું તમારા માટે જ હાનિકારક સાબિત થઈ શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બનાવેલી નીતિઓ અને યોજના ઉપર અમલ કરો.
લવઃ– ઘરનું વાતાવરણ પ્રેમ અને સુખ આપનારું રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– વધારે તણાવ અને નકારાત્મક વિચારોના કારણે મનોબળ ઘટી શકે છે.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– તમારા કામ કરવાનો જોશ અને ઉત્સાહ તમને ગજબની સફળતા આપી શકે છે. એટલે મહેનતમાં કોઈ ખામી આવે નહીં તેનું ધ્યાન રાખવું. રોચક અને જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં થોડો સમય પસાર થશે.
નેગેટિવઃ– કોઈ સાથે વધારે વિવાદમાં પડશો નહીં. આર્થિક મામલે સંપૂર્ણ રીતે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજે વાહનનો પ્રયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરો.
વ્યવસાયઃ– વેપારમાં બધા કામ યોગ્ય રીતે ચાલતા રહેશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શન તથા તાવની સ્થિતિ રહી શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આવકની દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. આર્થિક ગતિવિધિઓમાં તમારું વધારે ધ્યાન લાગશે. ઘરમાં સુધાર કરતી સમયે વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું તમારા માટે યોગ્ય રહેશે.
નેગેટિવઃ– પારિવારિક જવાબદારીઓ વધી શકે છે, જેને તમે યોગ્ય રીતે નિભાવી શકશો. વધારે ભાવુકતા તથા ઉદારતા ઉપર સંયમ રાખવો.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના કામ પૂર્ણ કરવાની કોશિશ કરો
લવઃ– જીવનસાથી અને પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ– ગેસ અને વાયુના કારણે સાંધામાં દુખાવો અને બેચેની રહી શકે છે.