Rashifal

રવિવારનું રાશિફળ:વજ્ર નામના અશુભ યોગ છતાં ધન સહિત 4 રાશિ માટે રવિવાર શુભ ફળ આપશે, શનિની વક્ર ગતિથી સાચવવું

5 જૂન, રવિવારના રોજ નવ ગ્રહોમાંથી એક શનિ ગ્રહ પોતાની ચાલ બદલી રહ્યો છે. શનિ કુંભ રાશિમાં માર્ગી થઇને વક્રી થશે. શનિ વક્રી થઇને પાછળની બાજુએ ચાલવા માંડશે. આ દિવસે ચંદ્ર આખો દિવસ સિંહ રાશિમાં રહેશે. રવિવારે અશ્લેષા નક્ષત્ર હોવાને કારણે વજ્ર નામનો અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગમાં કામ કરતી વખતે વધારે પડતી સાવચેતી રાખવી જોઇએ. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે મેષ, કર્ક, તુલા અને ધન રાશિના જાતકો માટે રવિવાર શુભ ફળદાયી નીવડશે.

5 જૂન, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે ઉન્નતિને લગતા શુભ સમાચાર મળી શકે છે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઈ ખાસ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે.

નેગેટિવઃ– ઘરના વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. સામાજિક ગતિવિધિઓમાં કાર્ય કરતી સમયે થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકોના કારણે બદનામી કે ગેરસમજ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ– વેપાર પ્રત્યે તમે ગંભીરતાથી નિર્ણય લઈ શકશો.

લવઃ– ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– એલર્જી તથા ગરમીના કારણે કોઈ પ્રકારની પરેશાની થઈ શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પહેલી પ્રાથમિકતા છે. તમે કામકાજ અને પરિવારમાં સારો તાલમેલ જાળવી રાખશો. બાળકોના અભ્યાસ તથા એડમિશનને લગતા કાર્યોમાં ખાસ વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ– વાહન કે ઘરની દેખરેખને લગતા કાર્યોમાં ખર્ચ થશે જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ સાચવો તેના ચોરી થવા કે ખોવાઈ જવાની શક્યતા છે.

વ્યવસાયઃ– કામકાજમાં નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજનું આજે નિરાકરણ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી બેદરકારી ન કરશો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમારો મૃદૃભાષી અને ઉદારવાદી દૃષ્ટિકોણ બધા લોકોને પ્રભાવિત કરશે. સમય રહેતા જૂના મતભેદો તથા ગેરસમજને ઉકેલો. બાળકોને અભ્યાસમાં મનગમતું ફળ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ– ક્યારેક પરિવારને લઈને મનમાં અસુરક્ષાની ભાવના આવી શકે છે. આ માત્ર તમારો વહેમ જ રહેશે. આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. આ સમયે ધૈર્ય રાખીને પસાર કરવાનો છે.

વ્યવસાયઃ– કામકાજમાં તમારી કાર્યકુશળતા તથા કાર્ય ક્ષમતામાં ઘટાડો આવી શકે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડો ઉતારચઢાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– હાર્ટને લગતી કોઈ પરેશાની થઈ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– પરિવારમાં સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે. ઘરની દેખરેખ તથા સજાવટને લગતા કાર્યોમાં પરિજનો સાથે મળીને શોપિંગમાં પણ સમય પસાર થશે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળશે.

નેગેટિવઃ– તમે અપરિચિત લોકો સાથે સંપર્કને વધારશો નહીં. કોઈ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવારમાં દેશો નહીં. વાહન ચલાવતી સમયે મોબાઈલ ફોનનો પ્રયોગ ન કરો

વ્યવસાયઃ– વેપારમાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનત અને પરિશ્રમના કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– ઘણાં દિવસો પછી ઘરમાં નજીકના મહેમાનોનું આગમન ઉત્સવભર્યું રહેશે. બધા સભ્ય એકબીજા સાથે મળીને સુખ અનુભવ કરશે. કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક વાતચીત દરમિયાન તમારા મુખમાંથી એવી વાત બોલાઈ શકે છે જે સંબંધો માટે નુકસાનદાયી સાબિત થશે. વ્યવસાયને લગતી પરેશાનીઓને ઘરની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– કાર્ય વિસ્તારને લગતી યોજનાઓમાં હળવી પરેશાની આવી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સામાન્ય રહી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– કન્યા રાશિના વ્યક્તિ વ્યવહાર કુશળ હોય છે. આજે તમારો આ ગુણ તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. તમે બુદ્ધિમત્તા અને હોશિયારી દ્વારા તમારા સંપર્ક સૂત્રોનો ફાયદો ઉઠાવવામાં સક્ષમ રહેશો. ભાઈઓ અને સંબંધીઓ વચ્ચે ચાલી રહેલાં વિવાદનો ઉકેલ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ જશે.

નેગેટિવઃ– નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. કોઈ નકારાત્મક પ્રવૃત્તિના વ્યક્તિ તમારી માટે પરેશાનીનું કારણ બની શકે છે. આજે અનેક મામલે ધીરજ અને ધૈર્ય રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– આજે વેપારમાં કોઈ નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.

લવઃ– ઘર-પરિવાર તથા કારોબાર વચ્ચે તાલમેલ જાળવો

સ્વાસ્થ્યઃ– શરીર નબળું તથા દુખાવાની પરેશાની રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– કામકાજને લઈને થોડી પોઝિટિવ યાત્રાનો પ્લાન બની શકે છે. જે આર્થિક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. સંતાનને લગતું કોઈ ખાસ કાર્ય સંપન્ન થવાથી રાહત અનુભવ થઈ શકે છે.

નેગેટિવઃ– ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર વિશ્વાસ ન કરો. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ– તમારી ઉદારતા અને મૃદુભાષી સ્વભાવથી વ્યાપારિક સંબંધ સારા બનશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ અને મતભેદ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– યાત્રા દરમિયાન તમારા ખાનપાન અને દવાનું ખાસ ધ્યાન રાખો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– પારિવારિક વાતાવરણ અનુશાસિત તથા પોઝિટિવ રહેશે. કોઈ સભ્યના લગ્નને લગતો સારો પ્રસ્તાવ આવી શકે છે. આજે તમે તમારા કાર્યોને યોજનાબદ્ધ અને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો અને સફળતા પણ મેળવશો.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓ તથા યુવાઓ મનોરંજનને લગતા કાર્યોમાં પડીને પોતાના કરિયર સાથે સમજોતો ન કરે. ઘરમાં અચાનક જ થોડા સંબંધીઓ આવવાથી વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં વિસ્તારની યોજના ઉપર ગંભીરતાથી કામ લેવું.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સાથે વર્તમાન વાતાવરણના કારણે હળવી સ્થિતિ રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી સમસ્યા સંબંધીઓ તથા પરિવારના લોકોની મદદથી ઉકેલાઈ જશે. જેના કારણે તમે તણાવ મુક્ત અનુભવ કરશો. વિદેશ જઈને અભ્યાસ કરી રહેલાં લોકોને સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– જમીન વગેરે માટે ઉધાર લેવાની યોજના બનશે. ચિંતા ન કરો તે ધીમે-ધીમે સરળતાથી ચૂકતે પણ થઈ જશે. કોઈ નજીકના મિત્ર સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ– આજે વેપારમાં વધારે સાદગી તથા ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિંગ સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય નબળું રહેશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે તમે અનુભવ કરશો કે કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં તમારો સંપૂર્ણ પરિવાર તમારી સાથે ઊભો રહેશે. એટલે પોતાના પરિવારને પ્રાથમિકતા આપો. ઘરના વડીલો સાથે પણ સમય પસાર કરવો ઘરના વાતાવરણને વધારે સુખમય બનાવશે.

નેગેટિવઃ– વ્યવસાયિક આર્થિક મંદીના કારણે પરિવારના સભ્યોના ખર્ચમાં કાપ કરવો પડી શકે છે. જેથી બાળકો થોડા નિરાશ રહેશે. આ સમયે કોઈના ઉપર પણ વિશ્વાસ કરવો હાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં વિસ્તારને લગતી યોજના અંગે ફરી વિચાર કરો.

લવઃ– જીવનસાથી સાથે સંબંધો વધારે ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે પરિવારના સભ્યોની તમારી પાસેથી થોડી અપેક્ષા રહેશે અને તમે તેને પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. તેનું સુખ તમને વધારે સુકૂન પ્રદાન કરી શકે છે. આજનો દિવસ ધનને લગતા રોકાણ માટે ઉત્તમ છે.

નેગેટિવઃ– સંબંધીઓ સાથે ધનને લગતી લેવડ-દેવડ કરવાથી સંબંધોમાં પણ ખટાસ ઊભી થઈ શકે છે. ગુસ્સા અને આવેગના કારણે અનેકવાર બનતા કાર્યો અટકી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં પરિસ્થિતિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકો તથા વ્યસનોથી દૂર રહો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે તમે મોટાભાગનો સમય આત્મમંથન તથા એકાંતમાં પસાર કરવાનો પ્લાન કરશો. તેનાથી તમને ઘણી મુંજવણથી છુટકારો મળી શકે છે. તમારી અંદર સંતોષ અને ઊર્જાનો સંચાર અનુભવ કરી શકો છો.

નેગેટિવઃ– તમારા પરિવારની જરૂરિયાતોને ઇગ્નોર કરો. તમારા કોઈ નજીકના મિત્ર જ ઇર્ષ્યાની ભાવનાથી કોઈ યોજના કે ષડયંત્ર રચી શકે છે. ધનના રોકાણને લગતા નિર્ણયમાં પણ આ દરમિયાન ઘણો વિચાર કરવો.

વ્યવસાયઃ– વેપાર અને કારોબારમાં આજે થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાને લગતી યોજના બનશે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.