Rashifal

મંગળવારનું રાશિફળ:મંગળવારે સિંહ જાતકોનું કોઇ મુશ્કેલ કામ અચાનક પૂર્ણ થઇ શકશે, ગુપ્ત રીતે કરેલું કાર્ય સફળતા અપાવશે

  • મેષ રાશિનામેષ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની શક્યતા નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની શક્યતા

12 એપ્રિલ, મંગળવારના રોજ મેષ રાશિના નોકરિયાત વર્ગને સારા કામને કારણે પ્રમોશન મળવાની સંભાવના છે. તુલા રાશિને અટકેલા પૈસા પરત મળશે. ધન રાશિને બિઝનેસમાં આવતી અડચણો દૂર થશે. કુંભ રાશિ માટે દિવસ સારો રહેશે. કર્ક તથા સિંહ રાશિના નોકરિયાત વર્ગે સાવચેતીથી દિવસ પસાર કરવો. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

12 એપ્રિલ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ પસાર થશે. તમે કોઇ મુશ્કેલ કામને પોતાની મહેનત દ્વારા ઉકેલી શકવામાં સક્ષમ રહેશો. જો ગાડી ખરીદવાનો વિચાર છે, તો આ કાર્ય માટે પ્રબળ યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– તમારા નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધને મધુર જાળવી રાખો. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં ફેરફાર લાવવો જરૂરી છે. ક્યારેક મન પ્રમાણે કામ ન બનવાથી તમે અસહજ પણ બની શકો છો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઇ મન પ્રમાણે કોન્ટ્રેક્ટ મળવાની સંભાવના છે.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન સમયમાં વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– તમારી વિનમ્રતાના કારણે સંબંધીઓ તથા સમાજ વચ્ચે તમારું માન-સન્માન જળવાયેલું રહે છે. આજે બધા કાર્યોને સમજી-વિચારીને અને શાંતિથી પૂર્ણ કરવામાં તમે સમર્થ રહેશો. કોઇ શુભચિંતકનો આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ– વાતચીત કરતી સમયે સાવધાન રહો કે તમે અજાણ્યામાં તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક કરી શકો છો. જેના કારણે તમારી માનહાનિ થવાની પણ સંભાવના છે. આજે કોઇ સાથે વાદ-વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયિક કાર્યોમાં વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

લવઃ– લગ્ન સંબંધોમાં કોઇ પ્રકારનો ખુલાસો થવાથી તેની અસર લગ્નજીવન ઉપર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– તાવ અને ગળું ખરાબ થવાની સમસ્યાઓ રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– કામમાં વ્યસ્ત હોવા છતાં પણ તમે તમારા સંબંધીઓ તથા મિત્રો સાથે મેલજોલ માટે સમય કાઢી શકશો. જેનાથી થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓથી છુટકારો મળશે. તમારા સંપર્ક સૂત્રોની સીમા પણ વધારો.

નેગેટિવઃ– બાળકોની કોઇ ગતિવિધિ કે સંગતને લઇને ચિંતા રહી શકે છે. આ સમયે બાળકોનું કાઉન્સલિંગ કરવું જરૂરી છે, યોગ્ય સમાધાન મળી શકશે. આર્થિક ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કાર્યો તથા નવી જવાબદારીઓ વધારે રહેશે.

લવઃ– પારિવારિક મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં તમારી કોશિશ સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આ સમયે તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી ઉપલબ્ધિઓનું નિર્માણ કરશે. થોડા લોકો સાથે સંપર્ક બનવાના કારણે તમારા વિચારોમાં યોગ્ય પરિવર્તન આવશે. તમારા કાર્યો પ્રત્યે જાગરૂત રહેવું અને એકાગ્રતા રાખવી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર લાવશે

નેગેટિવઃ– કોઇ નજીકના વ્યક્તિ દ્વારા તમારી આલોચના થઇ શકે છે જેના કારણે તમે નિરાશ રહેશો. આજે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો તો સારું રહેશે. પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખો.

વ્યવસાયઃ– નોકરિયાત વ્યક્તિ રૂપિયાની લેવડ-દેવડના કાર્યોને સાવધાની પૂર્વક કરે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– કોઇ અસંભવ કાર્ય અચાનક પૂર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. તમારા વ્યક્તિગત મામલાઓ અંગે ખુલાસો ન કરો. કોઇપણ કાર્ય સીક્રેટ રીતે કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો.

નેગેટિવઃ– તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ, દસ્તાવેજ વગેરેને સંભાળીને રાખો. આ સમયે તેમના ખોવાઇ જવાથી કે ચોરી થવાની સંભાવના બની રહી છે. કોઇ કારણોસર બજેટ ખરાબ થવાથી તેની અસર તમારી ઊંઘ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ– બહારના ક્ષેત્રને લગતા વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– તમારા વિના કારણે તણાવ અને ચીડિયાપણાની અસર તમારા ઘર-પરિવાર ઉપર પડશે.

સ્વાસ્થ્યઃ– ગેસ, એસિડિટીની સમસ્યા વધી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– પરિસ્થિતિ સફળતાદાયક છે. તમારા વ્યક્તિત્વને લગતી કોઇ પોઝિટિવ વાત લોકો સામે આવવાથી તેની યોગ્ય સામાજિક સીમા વધશે અને માન-સન્માન પણ વધશે. થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન અને બાધાઓ આવી રહી હતી આજ તે સરળતાથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર રાખો. આ સમયે કોઇપણ યાત્રા કરવી નુકસાનદાયક રહેશે. ખોટા ખર્ચમાં કાપ કરવાથી તમારી આર્થિક સમસ્યા અનેક હદે ઉકેલાઇ શકે છે.

વ્યવસાયઃ– આ સમયે માર્કેટિંગને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– ક્યારેક અવસાદ અને ડિપ્રેશન જેવી સ્થિતિ હાવી થઇ શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે તમારા સ્વભાવમાં ભરપૂર ઉદારતા અને ભાવુકતા બની રહેશે. ઘર-પરિવાર તથા સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે. તમારી બોલચાલની રીત અન્ય લોકોને પ્રભાવિત કરશે અને આજે તમે તે જ ગુણો દ્વારા આર્થિક તથા વ્યવસાયિક મામલે સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત થઇ જવું અને સ્વાર્થની ભાવના આવી જવાથી સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે. પોતાના આ ગુણોનો પોઝિટિવ રીતે ઉપયોગ કરો, તો તમને અવશ્ય જ યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોએ હાલ વર્તમાન કાર્યોમાં જ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ– તમારા જીવનસાથી ઘર-પરિવાર પ્રત્યે સહયોગ અને સમર્પણની ભાવના પરિવારમાં સુખમય વાતાવરણ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત થશે. તમે સફળતા પણ પ્રાપ્ત કરશો. પારિવારિક સુખ-સુવિધાઓને જાળવી રાખવામાં પણ તમારો રસ રહેશે. ઘરના સભ્યોના મન પ્રમાણે શોપિંગ કરાવવાથી સુખ અનુભવ થશે.

નેગેટિવઃ– તમારા સ્વભાવને સહજ તથા ભાવના પ્રધાન રાખો. વધારે પ્રેક્ટિકલ થવું સંબંધોને ખરાબ કરી શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને તેમની દેખરેખ કરવાની પણ જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇ પ્રકારના પરિવર્તન કે ઇન્ટીરિયરમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આ સમયે ભાગ્ય તમને સારો સહયોગ કરી રહ્યું છે. જો પ્રોપર્ટીની ખરીદદારીને લગતી કોઇ યોજના ચાલી રહી છે તો આજે તેના શરૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. મિત્રો સાથે સમય ખરાબ કરવાની અપેક્ષાએ પોતાના કામ ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ– કોર્ટ કેસને લગતા કોઇ મામલે બેદરકારી ન કરો. તણાવના કારણે ઊંઘ ન આવવાથી થાકનો અનુભવ થશે. યુવા વર્ગને તેમના કરિયરને લઇને વધારે ગંભીરતા લાવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે.

લવઃ– પરિવાર તથા વ્યવસાય વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– શરીરમાં થાક અને દુખાવાની પરેશાની અનુભવ થશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– સામાજિક તથા રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. બાળકનું કરિયર પણ કોઇ સમસ્યાનો ઉકેલ શોધશે. તમારી કામ કરવાની રીતમાં થોડું પરિવર્તન લાવવું તમારી કાર્યક્ષમતાને વધારશે.

નેગેટિવઃ– ભાઇઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ વધી શકે છે. ધૈર્ય જાળવી રાખો તથા કોઇ વડીલ વ્યક્તિને વચ્ચે રાખો. રોકાણને લગતી નીતિઓ અંગે ફરી વિચાર કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કરવામાં આવતી મહેતનના નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– જીવનસાથી તરફથી તમને પૂર્ણ ભાવનાત્મક સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

કુંભઃ-

પોઝિટિવઃ– ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવવું તથા તેમનો સહયોગ કરવો તમને સુકૂન આપશે. સાથે જ અધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. પરિવાર તથા બાળકો સાથે ભાવનાત્મક સંબંધ વધારે મજબૂત થશે.

નેગેટિવઃ– ક્યારેક કામમાં થોડી મુશ્કેલીઓ આવવાથી તમે પરેશાન રહેશો. ફરીથી તમારી એનર્જી એકત્રિત કરીને તમારા કામ ઉપર ફરીથી જોડાઇ જશો અને સફળ પણ થશો.

વ્યવસાયઃ– વ્યાપારિક ગતિવિધિઓમાં આજે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સુખમય જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાને લગતી પરેશાનીઓને નજરઅંદાજ ન કરો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– જો તમે તમારા દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો તો અવશ્ય જ સફળતા મળશે. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધોમાં વધારે મધુરતા આવશે. બાળક પક્ષ તરફથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક ગુસ્સા અને જોશ જેવા નકારાત્મક સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ પણ બને છે. અનેક બનતા કાર્યો ખરાબ થઇ શકે છે. આવકના સાધનમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં થોડા મામલાઓ ગુંચવાઇ શકે છે.

લવઃ– લગ્ન સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published.