ખાનગી હોસ્પિટલમાં સગર્ભા મહિલાના મોત બાદ સોમવારે મહિલા તબીબ સામે સારવારમાં બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે કેસ નોંધાયા બાદ ડોક્ટરે કદાચ ગભરાઈને આ પગલું ભર્યું હતું.
જયપુર: રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ શહેરમાં મંગળવારે એક મહિલા ડૉક્ટરે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. સોમવારે ખાનગી હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું મોત નિપજતાં ડોક્ટર સામે સારવારમાં બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે કેસ નોંધાયા બાદ ડોક્ટરે કદાચ ગભરાઈને આ પગલું ભર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે દૌસાના લાલસોટ શહેરમાં ડોક્ટર અર્ચના શર્માની ખાનગી હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાનું મૃત્યુ થયું હતું. તબીબની બેદરકારીનો આક્ષેપ કરીને પરિજનોએ હોસ્પિટલ સામે દેખાવો કર્યા હતા. પોલીસે લાલસોટ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ મામલો શાંત પડ્યો હતો.
દૌસાના અધિક પોલીસ અધિક્ષક લાલચંદ કાયાલે જણાવ્યું હતું કે, “સારવારમાં બેદરકારીને કારણે ગર્ભવતી મહિલાના મૃત્યુ માટે ડૉક્ટર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આજે બપોરે તબીબે પોતાની ખાનગી હોસ્પિટલની ઉપરના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.