ગુરુગ્રામઃ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં બોમ્બ હોવાની ફેક ન્યૂઝથી સનસનાટીનો માહોલ સર્જાયો હતો. મેદાંતા હોસ્પિટલમાં ગુરુવારે બપોરે 12.15 વાગ્યે એક વ્યક્તિએ ફોન કરીને બોમ્બ વિશે ખોટી માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે હોસ્પિટલ પરિસરમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ બોમ્બ મળ્યો ન હતો. મેદાંતા- ધ મેડિસિટી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. સંજીવ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે, પોલીસે જણાવ્યું હતું.
પોલીસ ફોન કરનારને શોધી રહી છે. ફરિયાદ મુજબ, નકલી કોલથી હોસ્પિટલમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. પોલીસે ફોન નંબર સર્વેલન્સ પર મૂક્યો છે. ગુપ્તાએ ફરિયાદમાં કહ્યું, “કોલર કરનારે કહ્યું કે હોસ્પિટલ પર આતંકવાદી હુમલો થઈ શકે છે અને ત્યાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ પછી ફોન કરનારે ફોન કાપી નાખ્યો.
સદર પોલીસ સ્ટેશનના પ્રભારી દિનેશ કુમારે જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 336 અને 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. “અમે સર્વેલન્સ પર નંબર મૂક્યો છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે,” તેમણે કહ્યું.