news

છેલ્લા આઠ વર્ષમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ સીટોની સંખ્યામાં 75 ટકાનો વધારો થયો છે

માંડવિયાએ જણાવ્યું હતું કે, “2014 પહેલા UG (સ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ) બેઠકોની સંખ્યા 51,348 હતી, જે હવે વધીને 89,875 બેઠકો થઈ ગઈ છે. આ 75 ટકાનો વધારો દર્શાવે છે.

નવી દિલ્હી: સરકારે મંગળવારે જણાવ્યું હતું કે અંડરગ્રેજ્યુએટ મેડિકલ સીટોની સંખ્યા 2014 પહેલા 51,348 થી વધીને 89,875 સીટો પર પહોંચી છે, જે 75 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન અનુસ્નાતકની બેઠકોમાં પણ 93 ટકાનો વધારો થયો છે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ MBBS કરવા માટે વિદેશ જાય છે અને વિદેશમાં મેડિકલ લાયકાત મેળવે છે, તેમણે ભારતમાં મેડિકલ પ્રેક્ટિશનર તરીકે નોંધણી કરાવવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા પાસ કરવી પડશે.

મંત્રીએ કહ્યું કે દેશમાં ડોકટરોની સંખ્યા વધારવા માટે સરકારે અનેક પગલાં લીધાં છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, “2014 પહેલા UG (સ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ) બેઠકોની સંખ્યા 51,348 હતી, જે હવે વધીને 89,875 બેઠકો થઈ ગઈ છે. આ 75 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2014 પહેલા પીજી (અનુસ્નાતક અભ્યાસ) બેઠકોની સંખ્યા 31,185 હતી, જે હવે વધીને 60,202 થઈ ગઈ છે.

બેઠકોની સંખ્યા વધારવા માટે લેવામાં આવેલા પગલાઓમાં જિલ્લા/રેફરલ હોસ્પિટલોના અપગ્રેડેશન દ્વારા નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજનાનો સમાવેશ થાય છે, જે અંતર્ગત 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે અને 71 પહેલેથી જ કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published.