- મેષ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે
- મીન રાશિના નોકરિયાત વર્ગને સારા સમાચાર મળશે
18 માર્ચ, શુક્રવારના રોજ ધુળેટીનો તહેવાર છે. મેષ રાશિને નસીબનો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વૃષભ રાશિને પણ આર્થિક રીતે દિવસ સારો રહેશે. ધન રાશિ માટે દિવસ સાનુકૂળ છે. મીન રાશિ માટે દિવસ શુભ રહેશે. આ રાશિના નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિના જાતકો સમજી વિચારીને રોકાણ કરે. સિંહ રાશિ માટે સમય અનુકૂળ નથી. મકર રાશિને આર્થિક નુકસાન થવાની શક્યતા છે.
18 માર્ચ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– આજે વિચારોમાં વધારે ક્રિએટિવિટી રહેશે. નવા-નવા આઈડિયા દિમાગમાં આવશે અને તેના ઉપર અમલ કરવું ફાયદાકારક રહેશે. સાથે જ તમે પોઝિટિવિ અને ઊર્જાવાન અનુભવ કરશો. સંબંધીઓ સાથે પણ મધુરતા રહેશે.
નેગેટિવઃ– થોડો સમય બાળકો સાથે પસાર કરો તથા તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખો. ક્યારેક તમારો ગુસ્સો અને જિદ્દ જેવો સ્વભાવ અન્ય લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે.
વ્યવસાયઃ– કમીશન તથા વીમાને લગતા વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ બની રહી છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ– ઊંઘ ન આવવા જેવી સ્થિતિ રહી શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવા માટે તમારે કોશિશ કરવી પડશે અને તેમાં તમને સફળતા પણ મળી શકે છે. કોઈ લાભદાયક નજીકની યાત્રા થવાના પણ યોગ છે. વિદ્યાર્થીઓને વિદેશ જવાની આશા બંધાઈ શકે છે.
નેગેટિવઃ– તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાના કારણે પરિવાર અને સંબંધીઓની નિરાશા સહન કરવી પડી શકે છે. તમારા સંબંધોને મજબૂત જાળવી રાખવાની જરૂર છે. અન્ય લોકોના મામલે વધારે પડશો નહીં.
વ્યવસાયઃ– આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં પસાર કરો.
લવઃ– જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગાત્મક વ્યવહાર તમને તણાવમુક્ત કરશે
સ્વાસ્થ્યઃ– કોઇ પ્રકારનું ચામડીને લગતું ઇન્ફેક્શન થવાની શક્યતા છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– આજે અભ્યાસ તથા ઉત્તમ જાણકારીઓ પ્રાપ્ત કરવામાં સારો સમય પસાર થશે. તમે કોઈપણ પરિસ્થિતિમાં સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. યુવવાઓ પોતાની પહેલી આવક મળવાથી વધારે સુખ અનુભવશે.
નેગેટિવઃ– થોડા કામ બનતા-બનતા વચ્ચે જ અટકી શકે છે. પરંતુ તેના કારણે તમારી એકાગ્રતામા ઘટાડો આવી શકે છે. અન્યના મામલે વધારે ધ્યાન ન આપીને તમારા કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા ન દો.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે.
લવઃ– લગ્નજીવન ઠીક ચાલશે,
સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે તમારે હળવું ભોજન ગ્રહણ કરવું.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– સન્માનિત વ્યક્તિઓના સાનિધ્યમાં વધારે શીખવા મળી શકે છે. તેમની સલાહ અને માર્ગદર્શનને આત્મસાત કરો. તમારી માન પ્રતિષ્ઠા પણ વધશે. થોડી કિંમતી વસ્તુઓની ખરીદદારી પણ શક્ય છે.
નેગેટિવઃ– ઈગો અને ઓવરકોન્ફિડન્સના કારણે તમારું ભારે નુકસાન થઈ શકે છે. તમારી આ નકારાત્મક આદતોમાં સુધાર લાવો. સાસરિયા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો. આર્થિક સ્થિતિમાં થોડી મંદી રહી શકે છે. સમય પ્રમાણે સ્થિતિ અનુકૂળ પણ રહેશે.
વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં વધારે કોશિશની જરૂરિયાત રહી શકે છે.
લવઃ– ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ તાલમેલ સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અનુભવ થશે. આસપાસની સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગ્ય યોગદાન રહેશે. યુવાઓને તેમના અભ્યાસ પ્રમાણે કોઇ નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે.
નેગેટિવઃ– આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે અનેક કાર્યો અટકી શકે છે. વાતચીત તથા વ્યવહાર કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. રૂપિયાની ઉધારીને લગતી લેવડ-દેવડ કરવાથી નુકસાન થઈ શકે છે.
વ્યવસાયઃ– કાર્યસ્થળમાં આજે કોઈપણ નવું કામ શરૂ ન કરો તો સારું રહેશે.
લવઃ– લગ્નજીવન સુખદ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– વાહન સાવધાનીપૂર્વક ચલાવવાની જરૂરિયાત છે.
——————————–
કન્યાઃ-
પોઝિટિવઃ– દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાના કારણે ખૂબ જ વધારે વ્યસ્તતા રહી શકે છે. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના ઉપર જલ્દી અમલ કરો. થોડો સમય અધ્યાત્મિક કાર્યોમાં પણ પસાર કરો.
નેગેટિવઃ– ઘરમાં કોઇ વાતને લઇને ક્લેશની સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે નાની-મોટી વાતોને ઇગ્નોર કરો. રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઈ ભૂલ થવાથી પણ નુકસાન થઈ શકે છે. જેની નકારાત્મક અસર તમારા સંબંધો ઉપર પડી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વ્યપારિક મંદીના કારણે થોડો તણાવ રહી શકે છે.
લવઃ– પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ– જો થાઈરોઇડને લગતી કોઇ સમસ્યા ચાલી રહી હોય તો આ સમયે તેની નિયમિત તપાસ કરાવવી જરૂરી છે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– ઘર તથા સમાજમાં તમારી કોઇ ગતિવિધિ અને આવડતના વખાણ થશે. તમારે તમારી કોશિશને લઇને મનમાં સંતોષ જાળવી રાખવો. ઘરમા સભ્યોની સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે.
નેગેટિવઃ– થોડા એવા ખર્ચ સામે આવી શકે છે, જેનાથી તમને મુક્તિ મળી શકશે નહીં. અન્યના ઝઘડામાં પડશો નહીં. મહિલાઓને પોતાના સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારની ફરિયાદ રહી શકે છે.
વ્યવસાયઃ– વેપાર તથા કારોબારમાં નવી-નવી રીત અપનાવવી જરૂરી છે.
લવઃ– પ્રેમી-પ્રેમિકાની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.
સ્વાસ્થ્યઃ– થાકના કારણે સર્વાઇકલ અને ખભાનો દુખાવો વધી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– આસપાસની ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરો. થોડો સમય આત્મમનન તથા આત્મમંથનમાં પસાર કરો. તેનાથી તમને ઘણો સંતોષ મળી શકે છે અને તણાવથી પણ રાહત મળશે. લોકો સાથે મુલાકાત કરવા તથા સામાજિક સક્રિયતા વધારવામાં ધ્યાન આપો.
નેગેટિવઃ– વધારે સમજવા કે વિચારવાથી સફળતા હાથમાંથી સરકી શકે છે. તરત નિર્ણય લેવાની કોશિશ કરો. વ્યવસાયિક તણાવના કારણે ઘરની વ્યવસ્થા ઉપર યોગ્ય ધ્યાન આપી શકશો નહીં.
વ્યવસાયઃ– વેપારને વધારવા માટે થોડી યોજનાઓ ઉપર વિચાર કરવાની જરૂરિયાત છે.
લવઃ– લગ્નજીવન સુખમય પસાર થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા કે તણાવથી આજે તમને થોડી રાહત મળી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વધારે આવકના યોગ પણ બની રહ્યા છે.
નેગેટિવઃ– થોડા વિરોધી સક્રિય થઈને તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. ખોટા ખર્ચથી બચવું. કાર્યોમા બિનજરૂરી મોડું થવું અને વિઘ્નો આવવાના કારણે મૂડ ખરાબ રહી શકે છે. ભાઈ-બહેનો સાથે સંબંધોને મધુર જાળવી રાખો.
વ્યવસાયઃ– વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનો નકારાત્મક પ્રભાવ તમારા કામ ઉપર પડી શકે છે.
લવઃ– પરિવાર સાથે કોઇ ધાર્મિક ગતિવિધિમાં સમય પસાર થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– ગરમીને લગતા રોગ પરેશાન કરી શકે છે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– દિવસ થોડો મિશ્રિત ફળદાયક જોવા મળી રહ્યો છે. થોડા સમયથી ચાલી રહેલો કોઈ દ્વંદ દૂર થઈ શકે છે. તમારા માટે કઇંક નવું કરવાની ઇચ્છા પણ બળવાન થશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાતથી થોડા મુદ્દાઓનું સમાધાન આવી શકે છે.
નેગેટિવઃ– ઉતાવળમાં લીધેલો કોઇ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. એટલે ધૈર્ય અને સંયમ જાળવી રાખો. બાળકોની વાતોને શાંતિથી સમજવાની કોશિશ કરો. સરકારી કાર્યોમાં કોઈપણ પ્રકારની ઢીલ ન રાખો.
વ્યવસાયઃ– યુવાઓને રોજગારનો કોઈ અવસર મળવાથી રાહત મળી શકે છે.
લવઃ– જીવનસાથીનો સહયોગ તમને બળ પ્રદાન કરી શકે છે.
સ્વાસ્થ્યઃ– માનસિક તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાતની તક મળશે. જેથી તમારી પર્સનાલિટીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવી શકે છે. ધાર્મિક ક્રિયાઓમાં થોડો સમય પસાર કરવાથી તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે.
નેગેટિવઃ– વિરોધીઓ સામે પોતાને નબળા અનુભવ ન કરો. તમારું મનોબળ જાળવી રાખો. આર્થિક રોકાણને લગતી ગતિવિધિઓને હાલ ટાળો તો સારું રહેશે. વિદ્યાર્થીઓને ઘરની કોઇ સમસ્યાના કારણે અભ્યાસમાં વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ– વેપારમાં ધનને લગતા મામલાઓ અને યોજનાને શરૂ કરવાનો ઉત્તમ સમય છે.
લવઃ– ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આજે માનસિક અને શારીરિક રૂપથી તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. આ સમયે તમારા લક્ષ્ય અને કાર્ય પ્રત્યે તમારી પહેલી પ્રાથમિકતા રહેશે. ઘરની દેખરેખ તથા સુધારને લગતા કાર્યોમાં પણ પરિજનો સાથે સુખદ સમય પસાર થશે.
નેગેટિવઃ– ખર્ચ વધારે રહેવાના કારણે મન થોડું પરેશાન રહેશે. કોઇ મિત્રની સલાહ તમારા માટે નેગેટિવ સાબિત થઈ શકે છે, તમારી ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. આ સમયે જોખમી કાર્યો કરશો નહીં.
વ્યવસાયઃ– વેપારમાં કોઇપણ પ્રકારની પાર્ટનરશિપ કરવા માટે સમય અનુકૂળ છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની પરેશાનીથી રાહત મેળવવા માટે સૌથી સારો ઉપાય છે પોતાના ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી.