Rashifal

મંગળવારનું રાશિફળ:મંગળવારના દિવસે મીન સહિત 4 રાશિને ફાયદો થશે, અન્ય રાશિઓને મિશ્ર ફળ આપશે

  • મેષ રાશિને નસીબનો સાથ મળશે, કુંભ રાશિ માટે આર્થિક દૃષ્ટિએ શુભ દિવસ

15 માર્ચ, મંગળવારના રોજ અશ્લેષા નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. પ્રૉપર્ટી બિઝનેસમાં વૃષભ રાશિ માટે સારો સમય છે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્ક રાશિના જાતકોને મહત્ત્વની ઉપલબ્ધિ મળશે. કન્યા રાશિને આગામી દિવસોમાં પ્રમોશન મળે તેવી શક્યતા છે. વૃશ્ચિક રાશિની ઈચ્છા પૂરી થઈ શકે છે. ધન રાશિને સ્ટ્રેસમાંથી રાહત મળશે. આર્થિક બાબતો અંગે કુંભ રાશિ માટે દિવસ શુભ રહેશે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

15 માર્ચ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આ સમયે તમે તમારી અંદર શુભ ઊર્જાનો અનુભવ કરશો તથા વિચારોમાં વધારે ભાવુકતા રહેશે. નવા-નવા આઈડિયા દિમાગમાં આવશે. ભાઈ-બહેનો વચ્ચે સંબંધોમા પણ મધુરતા વધશે.

નેગેટિવઃ– જો જમીનને લગતી કોઇ ગતિવિધિ ચાલી રહી છે તો પેપરને લગતી કાર્યવાહીને લઇને થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારા ગુસ્સા અને જિદ્દી સ્વભાવ ઉપર કાબૂ રાખો. કેમ કે તમે તમારી સમજદારી દ્વારા પરિસ્થિતિને અનુકૂળ કરી શકો છો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ઊંઘ ન આવવાથી સમસ્યા પરેશાન કરી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– અધ્યાત્મ અને ગૂઢ વિદ્યા પ્રત્યે તમારો રસ વધશે. તેનાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં યોગ્ય લાભની સ્થિતિ બની શકે છે. એટલે આ કાર્યો ઉપર વિશેષ ધ્યાન આપો.

નેગેટિવઃ– તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાના કારણે પરિવારના લોકોની નિરાશા સહન કરવી પડી શકે છે. કામ સાથે-સાથે સંબંધોને પણ મજબૂત રાખવાની જરૂરિયાત છે. આ સમયે કોઈપણ પ્રકારની અવરજવર ટાળો.

વ્યવસાયઃ– મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓમાં જ પસાર થશે.

લવઃ– થોડો સમય ઘર-પરિવાર માટે પણ કાઢો

સ્વાસ્થ્યઃ– વરસાદના વાતાવરણના કારણે ચામડીને લગતું ઇન્ફેક્શન થઈ શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે થોડી સમસ્યા આવી શકે છે. તમે ગભરાવાની જગ્યાએ પરિસ્થિતિનું સમાધાન શોધવાની કોશિશ કરશો. જેમાં તમે સફળ પણ રહેશો. કોઈ પારિવારિક સભ્યના લગ્નને લગતી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ– જો કોઈ કામ બનતા-બનતા વચ્ચે અટકી શકે છે, તો તેન કારણે તમારી એકાગ્રતામાં ઘટાડો આવી શકે છે. આ વાતનું ધ્યાન રાખો. અન્યના મામલે વધારે દખલ કરવાથી તેનો નકારાત્મક પ્રભાવ તમારી પારિવારિક વ્યવસ્થા ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ– મીડિયા, આર્ટ્સ, કમ્યૂટર વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે. છતાંય તમારે પ્રતિસ્પર્ધાને લગતી પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડશે. સરકારી સેવારત લોકોને આજે ડ્યૂટી કરવી પડી શકે છે.

લવઃ– લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનને લગતી બેદરકારી રહેવાથી પેટને લગતી તકલીફ આવી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– સન્માનિત વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર થશે. તેનાથી તમને અનેક નવા વિષયોની જાણકારી પણ મળી શકે છે. ઘરની કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાઓને જલ્દી જ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા મળશે.

નેગેટિવઃ– ઈગોના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ ફેરફાર આવી શકે છે. સાસરિયા પક્ષમા કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. જેની અસર તમારા લગ્નજીવન ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે સ્પર્ધા બની શકે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– સંતાનની કોઈ સમસ્યાનો ઉકેલ કરવામાં તમારો સહયોગ પોઝિટિવ રહેશે. આસપાડોસની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ રહેશે. પ્રોપર્ટીને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો આજે તેના ઉપર ગંભીરથી કામ લેવું.

નેગેટિવઃ– આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે તમારા થોડા કામ અટકી શકે છે. આજે કોઈપણ પ્રકારની અવરજવર ન કરો કેમ કે કોઈ ફાયદો થશે નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આંતરિક વ્યવસ્થામાં થોડા પરિવર્તનની જરૂરિયાત રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ વ્યવસ્થાને લઇને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝને લગતી તપાસ નિયમિત કરાવો

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના ઉપર તરત અમલ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ બની રહી છે. પરિવાર તથા મિત્રો સાથે પણ મનોરંજનમં સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ– રૂપિયાની લેવડ-દેવડને લગતા કાર્યોમાં ભૂલ થવાથી નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. જેના કારણે સંબંધ પણ ખરાબ થઈ શકે છે. સંતાનની ગતિવિધિઓ ઉપર નજર રાખો તથા થોડો સમય તેમની સાથે પણ પસાર કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મંદીની અસર રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની કામમાં વ્યસ્ત હોવાના કાણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– જો થાઈરોઈડને લગતી સમસ્યા ચાલી રહી છે તો તેની તપાસ કરાવો.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમારી આદતો અને દિનચર્યામાં આશ્ચર્યજનક સુધાર આવી શકે છે. સમાજમાં પણ તમારી યોગ્યતા અને આવડતનાં વખાણ થશે. આ સમયે સેવિંગ જેવી ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. ધાર્મિક આયોજન પણ શક્ય છે.

નેગેટિવઃ– અન્યના ઝઘડામાં દખલ ન કરો, નહીંતર તમારું જ નુકસાન થઈ શકે છે. મહિલા વર્ગને સાસરિયાં પક્ષ તરફથી કોઈ ફરિયાદ રહી શકે છે. સંબંધોને સારા જાળવી રાખવા માટે તમારે પણ કોશિશ કરવી પડી શકે છે.

વ્યવસાયઃ– વેપાર તથા કારોબારમાં નવી-નવી રીતે અપનાવવી જરૂરી છે. વર્તમાન વાતાવરણના કારણે કાર્ય પ્રણાલીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. કામકાજમાં ગુપ્તતાનું ધ્યાન રાખો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આસપાસની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરીને તમારા કામ ઉપર ધ્યાન આપો. આ સમયે કરવામાં આવતી મહેનતનું તમને યોગ્ય પરિણામ મળશે. કોઈ અભિલાષા પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે વધારે ચર્ચા-વિચારણા કરવામાં થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. વ્યવસાયિક તણાવના કારણે ઘરનું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે. બિનજરૂરી યાત્રાઓ ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વેપારને વધારવા માટે કોઇ નવ કામની શરૂઆતને લગતી યોજના બની શકે છે.

લવઃ– લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી તકલીફમાં રાહત મળશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળી શકે છે. તમારી પરેશાનીઓનું નિવારણ લાવવામાં નજીકના સંબંધીઓનો સહયોગ રહેશે. કોઇ જગ્યાએથી શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– વિરોધી સક્રિય થઈને તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે, પરંતુ ચિંતા ન કરો તેમને સફળતા મળી શકશે નહીં. આર્થિક સ્થિતિ હાલ સામાન્ય જ રહેશે. કાકાના ભાઈ-બહેનો સાથે સંબંધમા થોડી ગેરસમજ આવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે અને તમે સફળ પણ રહેશો. વ્યવસાયિક મહિલાઓને તેમની કોઇ યોજનાને લઇને યોગ્ય સફળતા મળી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધો લગ્નમાં ફેરવાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગરમી અને પોલ્યૂશન સામે તમારું રક્ષણ કરો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહી શકે છે. તમને તમારી જ કોઈ કોશિશમાં સફળતા મળી શકે છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલા દ્વંદ દૂર થઈ શકે છે. નજીકના લોકો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– ઉતાવળમાં કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. ઘરમાં બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિને લઇને ચિંતા પણ રહી શકે છે. આ સમય શાંતિ અને ધૈર્ય સાથે પસાર કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

લવઃ– એકબીજા સાથે તાલમેલમાં ઘટાડો આવવાથી જીવનસાથી સાથે તણાવ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– પગ કે એડીમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– પરિવાર સાથે ઘરના શોપિંગને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સમય પસાર થશે. મનોરંજનનું વાતાવરણ પણ રહી શકે છે. કામ વધારે હોવા છતાં તમે તમારાં વ્યક્તિગત કાર્યો સહજ રીતે પૂર્ણ કરશો.

નેગેટિવઃ– ખર્ચ સાથે-સાથે તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો. કોઇ સંબંધી કે મિત્ર સાથે ગેરસમજ ઊભી થવાથી સંબંધમાં અંતર વધી શકે છે. જેના કારણે મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં હવે પોઝિટિવ હલચલ થવાના યોગ બની રહ્યા છે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– મહિલા વર્ગ ધ્યાન રાખે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમારા જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં, આજે તે સરળતાથી પૂર્ણ થઈ જશે. આ સમયે તમે તમારાં લક્ષ્ય અને કાર્યો પ્રત્યે તમારી પ્રાથમિકતા રહેશે.

નેગેટિવઃ– બાળકોના કોઇ પ્રોજેક્ટમાં સફળતા મળવાથી ઘરમાં નિરાશાનું વાતાવરણ રહેશે. આ સમયે તેમનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. કોઇ મિત્રની સલાહ ઉપર અમલ કરતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ– જો કોઈની સાથે પાર્ટનરશિપ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– કામનો ભાર વધારે રહેવાના કારણે થાક પણ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.