આગની માહિતી મળતાં જ લગભગ 13 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે ઘણા કલાકો સુધી કામ કર્યું હતું. હાલ કૂલિંગનું કામ ચાલી રહ્યું છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તાર ગોકુલપુરીમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આગમાં સાત લોકોના મોત થયા હતા. ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાની સાથે જ ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ હતી. ઝૂંપડપટ્ટી સળગી જતાં ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. માહિતી મળતાં જ લગભગ 13 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે ઘણા કલાકો સુધી કામ કર્યું હતું. હાલ કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. એક માહિતી અનુસાર આ ભીષણ આગમાં 60 જેટલી ઝુંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ફાયર વિભાગને અડધી રાત્રે આ વિસ્તારમાં આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યાર સુધી મળેલી માહિતીના આધારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટના ગોકુલપુરીના પીલર નંબર 12 ની આસપાસ જણાવવામાં આવી રહી છે.દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ પોતે ઘટનાસ્થળની મુલાકાત લેશે અને ત્યાં પીડિતોને મળશે.