ભારતીય મહિલા ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપની બીજી મેચ રમી રહી છે. ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય મહિલા ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપની બીજી મેચ રમી રહી છે. ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. શેફાલી વર્માને આજે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તે તેના ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. વર્લ્ડ કપમાં ભારતની આ બીજી મેચ છે. આ પહેલા ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 261 રનનો ટાર્ગેટ આપ્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરીએ તો તે નીચે મુજબ છે.
ઈન્ડિયા વુમન (પ્લેઈંગ ઈલેવન): સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, મિતાલી રાજ (સી), હરમનપ્રીત કૌર, રિચા ઘોષ (વિકેટમેન), સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
ન્યુઝીલેન્ડ વિમેન (પ્લેઇંગ ઇલેવન): સોફી ડેવાઇન (સી), સુઝી બેટ્સ, એમેલિયા કેર, એમી સેટરથવેટ, મેડી ગ્રીન, ફ્રાન્સિસ મેકકે, કેટી માર્ટિન (wk), હેલી જેન્સન, લી તાહુહુ, જેસ કેર, હેન્ના રોવે
સ્કોર અપડેટ -આઉટ
શેફાલી વર્માની ગેરહાજરીને કારણે ભારતની શરૂઆત થોડી ધીમી રહી હતી, 10 ઓવર પછી ભારતે બે વિકેટ ગુમાવીને માત્ર 26 રન બનાવ્યા છે. ભારતને પ્રથમ દસ ઓવરમાં માત્ર એક ચોગ્ગો મળ્યો, મંધાનાએ દબાણમાં આવીને શોટ રમ્યો પરંતુ તે કેચ આઉટ થઈ ગઈ.
સ્કોર અપડેટ -આઉટ
50 રન પર ભારતને ત્રીજો ઝટકો, યાસ્તિકા 28 રન બનાવીને આઉટ થયો
ભારતને તેના 50 રન પૂરા કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. મિતાલી રાજને 18મી ઓવરમાં લાઈફલાઈન મળી ગઈ છે, હવે જોવાનું એ રહેશે કે તે તેનો કેટલો બચાવ કરે છે, બોલ થોડો અટક્યો અને તેણે આ શોટ વહેલો રમ્યો.
Innings Break!
A solid performance with the ball by #TeamIndia ! 👏 👏
4⃣ wickets for @Vastrakarp25
2⃣ wickets for Rajeshwari Gayakwad
1⃣ wicket each for @JhulanG10 & @Deepti_Sharma06Over to our batters now. 👍 👍
Scorecard▶️ https://t.co/zZzFTtBxPb#CWC22 | #NZvIND pic.twitter.com/0lqxUpjb8y
— BCCI Women (@BCCIWomen) March 10, 2022
ભારતને જીતવા માટે હજુ 186 રનની જરૂર છે, 16 ઓવર પછી ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 43 રન છે.