સેન્સેક્સ, નિફ્ટી ટ્રેડિંગ આજે: બીએસઈ સેન્સેક્સે શરૂઆત સાથે 1,300 પોઈન્ટનો ઘટાડો નોંધ્યો હતો. પરંતુ 9.32 સુધીમાં ઇન્ડેક્સ 1,500થી વધુ ઘટ્યો. આ સમય દરમિયાન તે 52,799.76 ના સ્તરે ચાલી રહ્યો હતો. તે 1,534.05 પોઈન્ટ અથવા 2.82% નો ઘટાડો નોંધાવી રહ્યો હતો.
મુંબઈ: રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક બજારોની હાલત ખરાબ કરી દીધી છે. સોમવારે સ્થાનિક શેરબજારો ખુલતાની સાથે જ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સમાં 1,300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ 9.32 સુધીમાં ઇન્ડેક્સ 1,500થી વધુ ઘટ્યો. આ સમય દરમિયાન તે 52,799.76 ના સ્તરે ચાલી રહ્યો હતો. તે 1,534.05 પોઈન્ટ અથવા 2.82% નો ઘટાડો નોંધાવી રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 15,813.10 ના સ્તર પર હતો. તેમાં પણ 432.25 પોઈન્ટ અથવા 2.66% નો ઘટાડો જોવા મળ્યો હતો.
નબળા વૈશ્વિક બજારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે શરૂઆતના વેપારમાં લગભગ ત્રણ ટકા ઘટ્યા હતા. સોમવારે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો અને આઈસીઆઈસીઆઈ બેંક સેન્સેક્સમાં ટોપ લુઝર્સમાં હતા.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 768.87 પોઈન્ટ અથવા 1.40 ટકાના ઘટાડા સાથે 54,333.81 પર બંધ થયો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 252.70 પોઈન્ટ અથવા 1.53 ટકાના ઘટાડા સાથે 16,245.35 પર બંધ રહ્યો હતો.
અન્ય એશિયન બજારોમાં હોંગકોંગ, શાંઘાઈ અને ટોક્યો લાલ નિશાનમાં હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 8.84 ટકા વધીને બેરલ દીઠ $ 128.6 ના ભાવે પહોંચી ગયું છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 7,631.02 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.