Rashifal

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે મીન જાતકોએ આળસ કરવાથી બચવું, આ રાશિના વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપવું

  • કન્યા રાશિને અટકેલા પૈસા પરત મળશે, મીન રાશિ માટે ફાયદાકારક દિવસ

4 માર્ચ શુક્રવારના રોજ શુભ તથા ધ્વજ એમ બે શુભ યોગ બની રહ્યા છે. મેષ તથા મિથુન રાશિના જાતકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. નોકરી તથા બિઝનેસ માટે દિવસ સારો રહેશે. કન્યા રાશિના જાતકોને અટકેલા પૈસા પરત મળશે. મીન રાશિને ગ્રહ-નક્ષત્રની શુભ સ્થિતિથી ફાયદો થશે. ધન રાશિ સાથે વિશ્વાસઘાત થાય તેવી શક્યતા છે. કુંભ રાશિને લેવડ-દેવડમાં વિવાદ થઈ શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

4 માર્ચ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ બાળકો સાથે તથા ઘરની વ્યવસ્થાને યોગ્ય બનાવવામાં જ પસાર થશે. તેનાથી બાળકોનું આત્મબળ અને આત્મિશ્વાસ પણ વધશે. કોઈ નજીકના સંબંધીઓ સાથે પણ સંબંધ સારા જળવાયેલાં રહી શકે છે.

નેગેટિવઃ- આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વધી શકે છે. એટલે તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તમારી ભાવનાઓ અને ઉદારતાનો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી તમે તમારી કામની રીતમાં જે પરિવર્તન કર્યું છે તેનું હવે પોઝિટિવ પરિણામ મળવાનું છે.

લવઃ- યુવા વર્ગ હરવા-ફરવામાં અને ડેટિંગમાં આનંદ લઈ શકશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ અટવાયેલું કામ પૂર્ણ થવાથી સુકૂન અને રાહત મળી શકે છે. તમે ફરી તમારી અંદર આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. કોઈ નજીકના સંબંધી સાથે પણ મહત્ત્વપૂર્ણ વિષયમાં વાર્તાલાપ થઈ શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે. ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપીને પોતાને કામમાં વ્યસ્ત રાખો. રાજનૈતિક કાર્યોમાં થોડું સાવધાન રહેવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે સહયોગીઓ અને કર્મચારીઓની મદદ અને સલાહથી અટવાયેલી ગતિવિધિઓ ફરી શરૂ કરવામાં સફળતા મળશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યા રહી શકે છે.

——————————–

મિથુનઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધીઓ સાથે મુલાકાતની તક મળશે અને આ મુલાકાત તમને રોજિંદા તણાવના વાતાવરણથી રાહત આપી શકે છે. સમજદારી દ્વારા લેવામાં આવતો નિર્ણય તમારી આર્થિક સ્થિતિને લગતી યોજનાઓને પણ શરૂ કરશે.

નેગેટિવઃ- કોઈની મદદ કરવાની સાથે-સાથે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. મનોરંજન સાથે-સાથે તમારા વ્યક્તિગત કાર્યોમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે થોડું નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- જો કોઈ કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેની કાર્યવાહીને ટાળો.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય જ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ વગેરેથી લોકો પરેશાન થશે.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મ અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ રહેશે. જેથી ખૂબ જ પોઝિટિવ અનુભવ કરશો. આજે તમે જે કામ કરવાનું મનમાં નક્કી કર્યું છે, તેને પૂર્ણ કરીને જ લેશો. એટલે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપો.

નેગેટિવઃ- સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. નહીંતર પરિવારના લોકોની નિરાશા સહન કરવી પડી શકે છે. કોઈ નજીકના સંબંધી જ તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં કર્મચારીઓ અને સહયોગીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

લવઃ- કુંવારા લોકો માટે કોઈ લગ્નસંબંધ આવે તેવી શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં માંગલિક કાર્યો પૂર્ણ કરવાની યોજના બનશે. આજે દિવસનો મોટાભાગનો સમય પરિવાર સાથે મનોરંજનના કાર્યોમાં પસાર થશે. થાક અને કામથી રાહત મળી શકે છે. તમે આ સમયે તમારી અંદર ઉત્સાહ અને તાજગીનો અનુભવ કરશો.

નેગેટિવઃ- બાળકોની કોઈ ગતિવિધિને લઇને ચિંતા રહેશે. શાંતિથી સમસ્યાનો ઉકેલ કરો. ગુસ્સાથી પરિસ્થિતિઓ વધારે ખરાબ થઈ શકે છે. આ સમયે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- પારિવારિક જવાબદારીઓના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ- જો જમીન-જાયદાદને લગતો કોઈ મામલો અટવાયેલો છે તો આજે તે કાર્ય થવાની શક્યતા છે. ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઘણાં સમયથી કોઈ અટવાયેલું પેમેન્ટ મળી જવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

નેગેટિવઃ- કોશિશ કરો કે તમારા મોટાભાગના કામ દિવસના પહેલાં પક્ષમાં જ પૂર્ણ થઈ જાય. કેમ કે બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. બનતા કાર્યોમાં વિઘ્ન આવી જવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્તરે તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે,

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ રહી શકે છે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે. તમારા કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ ઘરના વડીલોના સહયોગથી લો. જેથી તમને યોગ્ય સલાહ અને સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આ સમયે વધારેમાં વધારે ખર્ચની સ્થિતિ રહી શકે છે. તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. ગુસ્સા અને ઉતાવળ કરવી તમારા બનતા કાર્યોમાં વિઘ્ન લાવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઈ વિવાદ દૂર થશે. આ સમયે તમે તમારા વેપારને લગતી જે નીતિઓ બનાવી છે તેના ઉપર સંપૂર્ણ મહેનત કરો. વેપારમાં નવી તક મળી શકે છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે,

સ્વાસ્થ્યઃ- ગરમી અને પરસેવાના કારણે એલર્જી જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે ચર્ચા-વિચારણાં થશે. જેનું તમને પોઝિટિવ પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી રાહત મળી શકે છે. જેથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- કોઈ સાથે વધારે વિવાદમાં પડશો નહીં. કોઈ નજીકના સંબંધી સાથે મનમુટાવ થઈ શકે છે અને થોડા લોકો તમારી ભાવુકતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં બધા કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને વાયુના કારણે સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યામાં યોગ્ય સમન્વય જળવાયેલું રહેશે તથા બધા કાર્યો સમયે પૂર્ણ થતાં જશે. આર્થિક રોકાણને લગતા મામલે વધારે ધ્યાન કેન્દ્રિત કરો. આ સમયે લાભદાયક સ્થિતિઓ બની રહી છે.

નેગેટિવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો તથા જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. આ સમયે તેમનું ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ ડીલ કે લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવો. તમારી સાથે દગો થવાની શક્યતાઓ છે. કોઇ વ્યવસાયિક યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ગેરસમજ ચાલી રહી છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તમારા સપના અને આશાને પૂર્ણ કરવાનો દિવસ છે. તમારા ઉદેશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જો કોઈ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારો વહેમી સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. તમારા વિચારો પોઝિટિવ રાખો. રૂપિયાના મામલે કોઈના ઉપર વિશ્વાસ ન કરો અને બધા નિર્ણય જાતે જ લો.

વ્યવસાયઃ- મીડિયા અને ઓનલાઇન ગતિવિધિઓમાં વધારે જાણકારીઓ પ્રાપ્ત કરવાની કોશિશ કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકના કારણે અપચાની સમસ્યા રહી શકે છે.

——————————–

કુંભઃ-

પોઝિટિવઃ- સમય સાથે કરવામાં આવતા કાર્યોના પરિણામ પણ યોગ્ય પ્રાપ્ત થશે. એટલે તમારી પ્રતિભાને સમજો અને તેને યોગ્ય દિશામાં લગાવો. આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યું છે.

નેગેટિવઃ- તમારા અહંકાર ઉપર નિયંત્રણ રાખો. તેના કારણે તમારા દરજ્જામાં ધબ્બો લાગી શકે છે. અનેકવાર વધારે ચર્ચા-વિચારણાં કરવાના કારણે હાથમાંથી મહત્ત્વપૂર્ણ અવસર ગુમાવી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં જે ફેરફાર કર્યા છે, તેના યોગ્ય પરિણામ તમને મળી શકે છે.

લવઃ- કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી સાબિત થશે અને કોઈ વિશેષ કાર્ય પણ સમય પ્રમાણે પૂર્ણ થઈ જશે. આજે લાભદાયક ગ્રહ ગોચર બની રહ્યું છે. તમે તમારી અંદર યોગ્ય આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો.

નેગેટિવઃ- ક્યારેક આળસના કારણે કામને ટાળવું તમારા માટે નુકસાનદાયી પણ રહી શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપે. મિત્રો સાથે વધારે હરવા-ફરવામાં સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ થોડી ધીમી જ રહી શકે છે.

લવઃ- કામ સાથે-સાથે પારિવારિક જવાબદારીઓને પણ નિભાવવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.