Rashifal

મંગળવારનું રાશિફળ:ધ્વજકેતુ શુભ યોગથી ધન સહિત 4 રાશિ માટે શુભ દિવસ, હનુમાનજીને દીવો કરીને હનુમાન ચાલીસાના પાઠ કરવા

22 ફેબ્રુઆરી, મંગળવારના રોજ ફાગળ વદની છઠ છે. મંગળવારે સ્વાતિ ધ્વજ કેતુ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના પાઠ કરવા અને દિવસની શરૂઆત કરવી.

એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે મંગળવારે મેષ, કર્ક, કન્યા અને ધન રાશિના જાતકો માટે સમય અનુકૂળ છે. મિથુન, તુલા, મકર અને મીન રાશિના જાતકોએ સાવચેત રહીને કામ કરવાની જરૂર છે.

22 ફેબ્રુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ– ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કોઇ સાથે વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો, તેનાથી સંબંધો ખરાબ થઇ શકે છે. કોઈપણ બિનજરૂરી યાત્રા કરવી યોગ્ય નથી. આ વાતનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પારિવારિક મામલે શાંતિ અને ધૈર્ય રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે તમારું મન પ્રમાણે કામ પૂર્ણ થવાથી માનસિક શાંતિ મળી શકે છે. ઘર-પરિવારની દેખરેખ તથા યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પણ તમારો રસ રહેશે. થોડો સમય એકાંત કે કોઇ અધ્યાત્મિક ગતિવિધિમા પસાર કરો.

નેગેટિવઃ– ભાઇઓ સાથે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે. શાંતિથી સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ કરો, તેનાથી સંબંધોમા મધુરતા આવશે. બહારના વ્યક્તિઓની દખલ તમારા વ્યક્તિગત દિનચર્યા ઉપર થવા દેશો નહીં.

વ્યવસાયઃ– ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે પરિસ્થિતિઓ યોગ્ય રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સંબંધોમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાનું ધ્યાન રાખે

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે પ્રભાવશાળી તથા અધ્યાત્મિક લોકો સાથે તમારો સંપર્ક રહેશે. તેમના અનુભવો દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ વાત પણ શીખવા મળી શકે છે. કોઇ અટવાયેલા રૂપિયા મળવાથી આર્થિક સમસ્યા દૂર થઇ શકે છે.

નેગેટિવઃ– તમારા વ્યવહારમાં સ્થિરતા લાવો. તમારા ગુસ્સા અને ચીડિયાપણા જેવી ખામીઓ ઉપર નિયંત્રણ લાવો. ખોટા વિવાદમાં પડશો નહીં. તેનાથી તમારા માટે પણ સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમા સ્થિતિ હાલ સામાન્ય જ રહેશે.

લવઃ– જીવનસાથી અને પરિવારના લોકોનો સહયોગ તથા સલાહ તમારા માટે શ્રેષ્ઠ રહેશે,

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ– પોતાને વ્યસ્ત રાખવા માટે થોડી નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ સમય પસાર કરો. રચનાત્મક કાર્યોમાં પણ રસ વધશે. નજીકના મિત્રો સાથે કોઇ ગંભીર વિષય અંગે ચર્ચા વિચારણા થશે.

નેગેટિવઃ– નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારું મનોબળ તથા આત્મવિશ્વાસ મજબૂત જાળવી રાખો. રૂપિયા-પૈસાની લેવડ-દેવડને લગતી કોઇપણ ગતિવિધિ આજે ટાળો તો યોગ્ય રહેશે. અન્ય લોકોની વાતો તથા અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક મામલે કોઇપણ નિર્ણય સમજી-વિચારીને જ લેવો.

લવઃ– પરિવાર સાથે મનોરંજનમા સમય પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કામ સાથે-સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે કોઇ શુભ સમાચાર મળવાથી મનને શાંતિ મળશે. બાળકો સાથે થોડો સમય પસાર કરવો અને તેમની પરેશાનીઓનો ઉકેલ શોધવો તેમના મનોબળ અને આત્મવિશ્વાસને વધારશે. કોઇ સાથે ચાલી રહેલો જૂનો વિવાદ દૂર થઇ શકે છે.

નેગેટિવઃ– નકારાત્મકતાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. વહેમના કારણે કોઇ સાથે સંબંધમા થોડી કટૂતા આવી શકે છે. તમારી આ ખામી ઉપર કાબૂ રાખો. આ સમય પોતાના મનોબળને મજબૂત રાખવાનો છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ થોડી સારી રહી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો સહયોગ રહેશે. મનમાં સેવાભાવ પણ રહેશે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજને દૂર કરવા માટે સમય યોગ્ય છે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ યોગ્ય રહેશે.

નેગેટિવઃ– વધારે ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે તણાવ રહેશે. કોઇની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં હાલ વધારે રોકાણ કરવું યોગ્ય નથી.

લવઃ– પતિ-પત્ની બંને મળીને પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– છેલ્લી થોડી ભૂલથી બોધપાઠ લઇને પોતાના વર્તમાન કાર્યમા સુધાર લાવો. તેનાથી તમને તમારા કાર્યોને યોગ્ય રીતે કરવામાં મદદ મળશે અને આત્મવિશ્વાસ પણ વધશે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

નેગેટિવઃ– યુવા વર્ગ વર્તમાન પરિસ્થિતિઓથી ગભરાઈને કોઇ અયોગ્ય કાર્યમાં રસ ન લે તો સારું. આ સમયે ખૂબ જ ધૈર્ય અને શાંતિ જાળવી રાખવું જરૂરી છે. થોડા એવા બિનજરૂરી ખર્ચ સામે આવશે જેને ટાળવા અશક્ય રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સંબંધી કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હાલ યોગ્ય નથી.

લવઃ– લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે,

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ઘરમાં પરિવર્તન તથા સુધાર લાવવા અંગેની યોજનાઓ અંગે પરિવારના લોકો સાથે ચર્ચા-વિચારણા કરો. આ સમયે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય વિચાર કરવો જરૂરી છે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સંપર્ક ન રાખો. તેનાથી તમારા માન-સન્માન ઉપર પણ વાત આવી શકે છે. પાડોસીઓ સાથે સંબંધ સુધારો. આ સમય પોતાની તથા અન્યની પણ સુરક્ષા રાખવાનો છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મહેનત વધારે અને પરિણામ ઓછું જેવી સ્થિતિ રહેશે.

લવઃ– તમારા પારિવારિક મામલે અન્યની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવન કારણે માથાનો દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે કોઇ નજીકના સંબંધી સાથે કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે વાતચીત થશે તથા એકબીજાના સંબંધોમાં સુધાર આવી શકે છે. થોડો સમય આત્મ મનન કરવાથી માનસિક રૂપથી સ્વસ્થ અનુભવ કરશો. તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.

નેગેટિવઃ– બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ થઇ શકે છે. એટલે પોતાના વિશેષ કાર્ય દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે કોઇ વધારે આવક મળે તેવું કામ પૂર્ણ થઇ શકે છે.

લવઃ– પરિવારના લોકો સાથે યોગ્ય સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે કોઇ ખાસ વ્યક્તિ સાથે ગંભીર વિષયે પોઝિટિવ ચર્ચા થઇ શકે છે. જેથી અનુકૂળ પરિણામ મળશે તથા તમારી દિનચર્યાથી અલગ થોડી નવી જાણકારીઓ પણ પ્રાપ્ત થશે. પારિવારિક જવાબદારીઓ પ્રત્યે પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ– કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારું નુકસાન કરી શકે છે. કોઇપણ પરેશાની આવે ત્યારે ઘરના અનુભવી સભ્યોની સલાહ લો

વ્યવસાયઃ– સમય વધારે અનુકૂળ નથી.

લવઃ– ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વ્યસ્તતાના કારણે તમે શારીરિક અને માનસિક રૂપથી ખૂબ જ થાક અનુભવ કરશો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમે જે કામ માટે કોશિશ કરી રહ્યા છો, આજે તમારી મહેનતથી તે સફળ થઇ જશે. જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બની છે, તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.

નેગેટિવઃ– તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ શકે છે. એટલે અન્ય ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ પોતાની વસ્તુઓને સાચવીને રાખો. તમારા વ્યક્તિગત જીવનમાં કોઇ બહારના વ્યક્તિનો દખલ થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા ઓર્ડર મળી શકે છે.

લવઃ– જીવનસાથી તથા પરિવારના લોકો સાથે ઓનલાઇન શોપિંગ અને મોજમસ્તીમા સારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના ભારના કારણે થાક રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે તમે તમારા રસના કાર્યો તથા અભ્યાસમાં સારો સમય પસાર કરશો. તમારી કોઇ પરેશાનીમાં મિત્રોનો સહયોગ તમારી હિંમત અને સાહસ જાળવી રાખશે. વડીલ વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરો.

નેગેટિવઃ– ખર્ચ વધારે રહેવાના કારણે મન પરેશાન રહી શકે છે. તમારા બજેટનું ધ્યાન રાખો. કોર્ટ કેસને લગતા મામલે હાલ કોઇપણ પ્રકારે સુધારની શક્યતા નથી. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી કોઇપણ ગતિવિધિમાં વધારે ચર્ચા વિચારણા ન કરો

લવઃ– પારિવારિક વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.