18 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ફાગણ માસના કૃષ્ણ પક્ષની બીજ છે. આખો દિવસ ચંદ્ર સિંહ રાશિમાં રહેશે અને રાત્રે તે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોવાને કારણે સિદ્ધિ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગમાં કરવામાં આવેલાં શુભ કામ ઝડપથી સિદ્ધ થાય છે.
એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે શુક્રવારે વૃષભ, તુલા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકોને લાભ પ્રાપ્ત થઈ શકે છે. મેષ, મિથુન, કન્યા રાશિના જાતકોએ વધુ સાવચેતી રાખવી પડશે, નહીંતર નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.
18 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– આજના દિવસની શરૂઆતમાં જ તમારી દિનચર્યાને લગતી યોજનાઓ બનાવી લો. સમય અનુકૂળ છે. ચોક્કસ જ તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની સંપૂર્ણ શક્યતા છે.
નેગેટિવઃ– તમારા ગુસ્સાના સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. આવકના સ્ત્રોત વધવાની સાથે-સાથે ખર્ચ પણ વધી શકે છે. બહારના વ્યક્તિઓનો દખલ તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પડવા દેશો નહીં.
વ્યવસાયઃ– માર્કેટિંગ તથા પેમેન્ટ કલેક્ટ કરવા જેવા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. આ સમયે જો તમે કોઇ રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રસ લેશો તો સફળતા મળશે.
નેગેટિવઃ– તમારા ઈગો તથા અતિ આત્મવિશ્વાસ કરવા જેવી ખામીઓ ઉપર કાબૂ કરવાની કોશિશ કરો. તમારી આ ઊર્જાને પોઝિટિવ રીતે ઉપયોગમાં લો. આ સમયે વધારે મેલજોલ વધારશો નહીં પોતાના કામથી જ કામ રાખો.
વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડી મંદીનો સમયગાળો રહી શકે છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બનશે.
સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવાની કોઇ જૂની સમસ્યા વધી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– પિતા કે પિતા સમાન વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા માટે હિતકારી રહેશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ કોઇની દખલ દ્વારા દૂર થશે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે કોઇ સફળતા પ્રાપ્ત કરી લેશો.
નેગેટિવઃ– આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. કેમ કે આ સમય મહેનત અને પરિશ્રમ કરવાનો છે. વિદ્યાર્થી અને યુવા વર્ગ અભ્યાસ કે કરિયર ઉપર વધારે ધ્યાન આપે. ખોટી મોજ-મસ્તીમાં સમય પસાર કરવો બરબાદી જ છે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં પબ્લિક ડીલિંગને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.
લવઃ– વધારે કામ હોવાના કારણે ઘર-પરિવાર સાથે સમય પસાર થઇ શકશે નહીં.
સ્વાસ્થ્યઃ– ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ તમારી કાર્યક્ષમતામા વિઘ્ન ઊભું કરી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– આજે તમારા વ્યક્તિગત કાર્ય તથા પરિવાર સાથે સારો સમય પસાર થશે. ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓની ઓનલાઇન શોપિંગ પણ થશે. ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ પણ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે.
નેગેટિવઃ– તમારા વિચારો તથા સ્વભાવને સંયમિત રાખો. સ્વભાવ થોડો નરમ રહેવાના કારણે કામ અધૂરું રહી શકે છે, ચિંતા ન કરો. પારિવારિક સભ્યોનો સહયોગ જળવાયેલો રહેશે. પાડોસીઓ સાથે વિવાદમાં પડશો નહીં.
વ્યવસાયઃ– આ સમયે કોઇપણ પ્રકારની વ્યવસાયિક યાત્રાને ટાળશો તો સારું રહેશે.
લવઃ– પતિ-પત્ની એકબીજાન તાલમેલ દ્વારા કોઇ પારિવારિક સમસ્યાને ઉકેલી શકે છે.
સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય વ્યક્તિગત તથા પારિવારિક કાર્યને પૂર્ણ કરવામાં જ પસાર થઈ જશે. તમારા ઉત્તમ વ્યક્તિત્વ અને વ્યવહાર કુશળતાના કારણે સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે સજાગ રહે.
નેગેટિવઃ– કોઇપણ અપરિચિત વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો. આ સમયે અન્ય સાથે સામાન્ય અંતર જાળવી રાખો. જમીનની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોને હાલ ટાળો તો સારું.
વ્યવસાયઃ– મંદીના સમયગાળામાં વ્યવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે.
લવઃ– ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– શરદી અને તાવ જેવી પરેશાનીના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.
——————————–
કન્યાઃ-
પોઝિટિવઃ– લાભદાયક સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરવાનો સમય છે. જે તમારા માટે આર્થિક રૂપથી ખૂબ જ ફાયદાકારક રહેશે. વિરોધી પક્ષ હાવી થઈ શકે છે પરંતુ તેનાથી તમારું કોઇપણ નુકસાન થશે નહીં. બાળકોના અભ્યાસ અને કરિયરને લગતું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઇ શકે છે.
નેગેટિવઃ– ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક ખેંચતાણ રહેશે. ધૈર્ય અને સંયમ રાખો. જોખમી તથા રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રોકાણ ન કરો. આ સમયે વધારે નુકસાન થવાની શક્યતા છે.
વ્યવસાયઃ– આ સમયે વ્યવસાય પ્રત્યે વધારે ગંભીરતા અને મહેનતની જરૂરિયાત રહેશે.
લવઃ– જીવનસાથી તથા પારિવારિક સભ્યો સાથે સુખમય સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ– ખરાબ આદતો તથા ખરાબ પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– આજે કોઇ ખાસ કામમાં સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમની જરૂરિયાત છે, પરંતુ તમને ચોક્કસ સફળતા મળશે. જો કોઇ નવી ગાડી ખરીદવાને લગતો પ્લાન બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ છે.
નેગેટિવઃ– તમારી જરૂરિયાતો ઉપર કાબૂ રાખો કેમ કે, બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. કોઇના મામલે વધારે દખલ કરવો યોગ્ય રહેશે નહીં. તેની નકારાત્મક અસર તમારા માન-સન્માન ઉપર પણ પડી શકે છે. થોડો સમય બાળકોની સમસ્યાઓને સાંભળવામાં અને તેનો ઉકેલ શોધવામાં પણ લગાવો.
વ્યવસાયઃ– કોઇપણ વ્યવસાયિક યાત્રાને ટાળો તો સારું રહેશે.
લવઃ– ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– આજે વાતચીતના માધ્યમથી કોઇ વિવાદનો ઉકેલ અને સમાધાન પણ મળી જશે. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદ તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થશે. બાળકો તરફથી પણ કોઇ શુભ સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ– ખર્ચ વધારે રહી શકે છે. કોઇ વ્યક્તિગત મામલે વિના માંગ્યે સલાહ ન આપો, નહીંતર તમારી માનહાનિ થઈ શકે છે. નજીકના સંબંધીની મદદ કરતા પહેલાં પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.
વ્યવસાયઃ– જો વ્યવસાય વધારવા માટે કોઇ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બની રહી છે, તો તમારો નિર્ણય પોઝિટિવ રહેશે.
લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ તમારા માટે અનુકૂળ છે. તમને તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. ઉન્નતિનો પણ કોઇ માર્ગ મળી શકે છે. યુવા વર્ગ પોતાના કોઇ પ્રોજેક્ટને પૂર્ણ કરી લેશે જેથી રાહત અનુભવ કરશે.
નેગેટિવઃ– અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. અહંકાર અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.
વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયિક પ્રણાલીમાં કરેલાં કાર્યોમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
લવઃ– તમારા પારિવારિક તથા વ્યક્તિગત મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ– તાવ અને શરદીની સમસ્યા રહી શકે છે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– આજનો દિવસ સામાન્ય જ રહેશે. તમે તમારી ક્ષમતા પ્રમાણે કામને અંજામ આપવામાં સફળ રહેશો. કામનો ભાર વધારે રહેશે પરંતુ તેનું યોગ્ય પરિણામ મળવાથી તમે થાક ભૂલી જશો.
નેગેટિવઃ– તમારી યોજનાઓને શરૂ કરવામાં થોડી મુશ્કેલીઓ સામે આવશે. આ સમયે વધારે સમજણ દ્વારા નિર્ણય લેવાની જરૂરિયાત છે. યુવા વર્ગ લાભ પ્રાપ્તિ માટે કોઇ ખોટો માર્ગ ન અપનાવે.
વ્યવસાયઃ– વ્યવસાયિક મામલે બધા નિર્ણય જાતે જ લો.
લવઃ– પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– શુગરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– આજે મનોરંજન તથા સુખ-સુવિધાને લગતી ગતિવિધિઓમાં તમારો સારો સમય પસાર થશે. કોઇ ધાર્મિક સંસ્થા પ્રત્યે પણ તમારું યોગ્ય યોગદાન રહેશે. કોઇ જગ્યાએથી શુભ સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ– કોઇપણ નિર્ણય ખૂબ જ વધારે સમજીવિચારીને તથા ધૈર્ય પૂર્ણ લેવાની કોશિશ કરો. તમારી ઉપર કામનો ભાર વધારે રહેવાથી તણાવ રહેશે. તમારી યોજનાઓને હકીકતમાં પણ બદલવાની કોશિશ કરો.
વ્યવસાયઃ– વેપારમાં વિસ્તારને લગતી યોજના સફળ રહેશે. વધારે આવકના પણ માર્ગ મળી શકે છે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો તથા માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આજે કોઇ અટવાયેલું કામ અચાનક જ બની શકે છે, જેના કારણે વિજય પ્રાપ્ત કરવા જેવી ફીલિંગ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ ધાર્મિક સ્થળે થોડો સમય પસાર કરો.
નેગેટિવઃ– અકારણ જ કોઇ સાથે ઝઘડો કે વિવાદમાં પડશો નહીં. તેના કારણે કોઇ લક્ષ્ય તમારા હાથમાંથી સરકી શકે છે. ભાઇઓ સાથે સંબંધ સારા જાળવી રાખો. આ સમયે કોઇ પ્રકારની યાત્રા કરવી તમારા માટે યોગ્ય રહેશે નહીં.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામને શરૂ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સજાગ રહે.