શરીર પર ટેટૂ કરાવવાનો ક્રેઝ એક વ્યક્તિ પર એટલો વધી ગયો કે તેણે હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં રહેતા માઈકલ અમોયા નામના વ્યક્તિએ પોતાના શરીર પર જંતુઓના 864 ટેટૂ બનાવીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
માઈકલે પોતાના વિશે જણાવતા જે ખુલાસો કર્યો તે વધુ આશ્ચર્યજનક છે. વાસ્તવમાં, માઇકલે કહ્યું કે તેને જંતુઓ પ્રત્યે સખત નફરત છે.
માઈકલ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેના શરીર પર જંતુઓના ટેટૂ જુએ છે ત્યારે તે વિચારે છે કે મને જંતુઓ પ્રત્યે પ્રેમ કે લગાવ છે પણ એવું બિલકુલ નથી. હું જંતુઓથી ડરવાની સાથે સાથે તેમને નફરત પણ કરું છું.
તે જ સમયે, જો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની વાત કરવામાં આવે તો, શરીર પર સૌથી વધુ સંખ્યામાં જંતુના ટેટૂ કરાવવાનો રેકોર્ડ માઈકલ પહેલા બ્રિટિશ વ્યક્તિ બેક્સર મિલ્સમના નામે હતો.
બેક્સરના શરીર પર 402 જંતુઓના ટેટૂ છે, પરંતુ માઇકલે પોતાના શરીર પર 864 જંતુઓના ટેટૂ કરાવીને આ રેકોર્ડ બનાવ્યો છે.
મળતી માહિતી મુજબ, માઇકલે 21 વર્ષની ઉંમરથી પોતાના શરીર પર ટેટૂ બનાવવાનું શરૂ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે સૌથી પહેલા પોતાના હાથ પર લાલ કીડીનું ટેટૂ કરાવ્યું.
તે પછી માઈકલે પોતાના આખા શરીર પર જંતુઓના ટેટૂ બનાવવાનું નક્કી કર્યું અને આજે તેણે 864 જંતુઓના ટેટૂ કરાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.