આલિયા ભટ્ટ અને અજય દેવગન તેમની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પ્રમોશન કરી રહ્યાં છે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું છે. અજય અને આલિયાનો એક વીડિયો ઘણો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ અને અજય દેવગન તેમની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પ્રમોશન કરી રહ્યાં છે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. પરંતુ અજય દેવગણ અને આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટ અંદરથી અજય દેવગનની લક્ઝુરિયસ કાર રોલ્સ રોયસને જોઈ રહી છે. આ વીડિયો પર ફેન્સની ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટ આ કારને અંદરથી ખૂબ જ રસથી જોઈ રહી છે. અજય દેવગન પણ તેને કાર વિશે જણાવી રહ્યો છે. અજય દેવગન પાસે એક શાનદાર રોલ્સ રોયસ કાર છે જે ભારતમાં બહુ ઓછા લોકો પાસે છે.
View this post on Instagram
અજય દેવગન અને આલિયા ભટ્ટના આ વીડિયો પર ફેન્સના ખૂબ જ ફની રિએક્શન આવી રહ્યા છે. એક ચાહકે આશ્ચર્યમાં લખ્યું છે, ‘આટલા બધા મોટા લોકો પણ આવું કરે છે?’ તો ત્યાં એક ચાહકે લખ્યું છે કે, ‘રણબીર કપૂર પાસેથી વેલેન્ટાઈન ગિફ્ટ માંગશે.’ એટલું જ નહીં, ઘણા ચાહકો કહી રહ્યા છે કે આલિયા ભટ્ટે અજય દેવગનને તેની એવરેજ વિશે પૂછ્યું હશે. આ રીતે તેનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.