સલમાન ખાન તેના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. ભાઈજાને ‘ડાન્સ વિથ મી’ સાથે તેના ગાયકીના જુસ્સાને આગલા સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ સલમાન ખાન તેના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. ભાઈજાને ‘ડાન્સ વિથ મી’ સાથે તેના ગાયકીના જુસ્સાને આગલા સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો છે. સલમાન ખાને આજે સોશ્યિલ મીડિયા પર આ ગીતના લોન્ચની સત્તાવાર જાહેરાત કરી છે અને તેના પ્રભાવશાળી ટીઝરથી તેના ચાહકોને દંગ કરી દીધા છે. સલમાન ખાન દ્વારા ગાયું અને પ્રખ્યાત સંગીતકાર જોડી સાજિદ-વાજિદ દ્વારા રચાયેલ, ‘ડાન્સ વિથ મી’ એ એક પ્રભાવશાળી ડાન્સ નંબર છે.
View this post on Instagram
ગીતના ટીઝરમાં સલમાન હંમેશની જેમ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. સુપરસ્ટારે ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે જે ચાર્ટબસ્ટર રહ્યા છે અને ‘ડાન્સ વિથ મી’ સાથે તે ફરી એકવાર તેના ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ગીતના આ આકર્ષક ટીઝરને ઘણો પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. આ ગીત 29 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ રીતે ભાઈજાન ફરી એકવાર જોરશોરથી પોતાના ફેન્સનું મનોરંજન કરવા આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન આગામી સમયમાં ‘ટાઈગર 3’માં જોવા મળશે. જેમાં તે કેટરીના કૈફ સાથે છે.