Viral video

પાણીમાં ડૂબતી દોઢ વર્ષની બાળકીનો VIDEO:માસૂમ એક મિનિટ સુધી પાણીમાં તડપતી રહી, યુવકે દોડીને જીવ બચાવ્યો

  • બાળકીના પિતાએ કહ્યું, યુવક ભગવાન બનીને જ આવ્યો હતો

રાજસ્થાનના કોટામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં માત્ર દોઢ વર્ષની બાળકી પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. તે એક મિનિટ સુધી પાણીમાં તડપતી રહી હતી. બાળકી રમતાં-રમતાં નજીકમાં પાણી ભરાયેલા ખાડામાં પડી ગઈ હતી. આ દરમિયાન નજીકથી પસાર થઈ રહેલા લોકોનું પણ પાણીમાં ડૂબી રહેલી બાળકી તરફ ધ્યાન ગયું નહીં. જ્યારે એક મહિલાએ બાળકીને જોઈ ત્યારે તેણે પાણીમાં ડૂબી રહેલી બાળકીને બચાવવા બૂમો પાડી હતી. આ દરમિયાન એક યુવકે દોડીને બાળકીને પાણીમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

બાળકી પાણીમાં પડી ગઈ હતી
રાજસ્થાનના કોટાના રાયપુર સ્થિત શ્રી રાધે વિહાર કોલોનીની આ ઘટના છે. રાયપુરના રહેવાસી અમરચંદના ઘરે સોમવારે એક કાર્યક્રમ હતો. પરિવારના બધા લોકો ઘરમાં વ્યસ્ત હતો. અમરચંદ કોઈ કામ માટે બહાર ગયો હતો. સોમવારે સાંજે તેની પુત્રી ભવ્યા પારેતા ઘરની નજીક એક ખાલી પ્લોટ પાસે પહોંચી હતી. આ ખાલી પ્લોટમાં ખાડામાં પાણી ભરાયેલું હતું, જ્યાં અચાનક બાળકી પાણીમાં પડી ગઈ હતી. બાળકી પાણીમાં ડૂબવા લાગી હતી અને તે તડપી રહી હતી. જ્યાં એક મહિલાએ પાણીમાં ડૂબી રહેલી બાળકીને જોઈ જતાં તેણે બૂમો પાડી હતી, ત્યારે એક યુવકે બાળકીને પાણીમાંથી બહાર કાઢી લીધી હતી. ઘરમાંથી બાળકી ગુમ થતાં પરિવારજનો પણ બહાર આવી ગયાં હતાં.

એક રાહદારી યુવકે બાળકીનો જીવ બચાવી લીધો
મહિલાની બૂમો સાંભળીને ત્યાંથી પસાર થતો એક યુવક દોડીને આવ્યો હતો. યુવકે તરત જ બાળકીને પાણીમાંથી બહાર કાઢી હતી અને માસૂમનો જીવ બચાવી લીધો હતો. બાદમાં યુવક ત્યાંથી ચાલ્યો ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ પહેલાં એક મહિલા પણ ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ તેણે બાળકીને જોઈ ન હતી.

બાળકીની હાલત હાલમાં સારી હોવાનું કહેવાય છે. બાળકીના પિતા અમરચંદનું કહેવું છે કે ઘટનાસ્થળ પરથી પસાર થનાર તે યુવક ભગવાન બનીને જ આવ્યો હતો, જેણે બાળકીનો જીવ બચાવ્યો હતો, પછી સ્થળ પરથી જતો રહ્યો હતો. અમે તેનું નામ પણ જાણતા નથી.

Leave a Reply

Your email address will not be published.