ઉસ્માન ખ્વાજાઃ ઓસ્ટ્રેલિયન ટીમ શેમ્પેન સેલિબ્રેટ કરવા જઈ રહી હતી અને ઉસ્માન ખ્વાજા ત્યાંથી નીકળી ગયો. કમિન્સે ખ્વાજા પ્રત્યે આદર દર્શાવ્યો અને શેમ્પેનની ઉજવણી બંધ કરી અને ખ્વાજાને ત્યાં બોલાવ્યા.
ઓસ્ટ્રેલિયાની ટીમ શેમ્પેન શાવરઃ ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને 146 રનથી હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણી 4-0થી પોતાના નામે કરી લીધી છે. ઐતિહાસિક સિરીઝ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે જોરદાર ઉજવણી કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન કેપ્ટન પેટ કમિન્સે એવું પગલું ભર્યું, જેનાથી તેણે ફેન્સનું દિલ જીતી લીધું.
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન ટીમ પોડિયમ પર શેમ્પેન સેલિબ્રેટ કરવા જઈ રહી હતી અને ઉસ્માન ખ્વાજા ત્યાંથી નીકળી ગયો. પેટ કમિન્સે ઉસ્માન ખ્વાજા પ્રત્યે આદર દર્શાવ્યો અને શેમ્પેઈન સેલિબ્રેશન અટકાવી તેમને પોડિયમ પર આમંત્રિત કર્યા. તમને જણાવી દઈએ કે ઉસ્માન ખ્વાજા 3 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યો છે. ઉસ્માન ખ્વાજાએ સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.
This might be a small gesture but this is what makes Pat Cummins great. He realised Khawaja had to dip because of the booze and rectifies it. pic.twitter.com/GNVsPGJhfK
— Fux League (@buttsey888) January 16, 2022
હોબાર્ટમાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં જીત બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પોડિયમ પર જશ્ન મનાવી રહ્યા હતા, પરંતુ ઉસ્માન ખ્વાજા તેમાં સામેલ નહોતો. ખ્વાજાને ટીમ સાથે ન જોઈને કમિન્સને સમજાયું કે તે શેમ્પેઈનને કારણે જ દૂર ઊભો હતો. તેણે ખેલાડીઓને શેમ્પેનની ઉજવણી બંધ કરવા કહ્યું અને ખ્વાજાને પોડિયમ પર બોલાવ્યા.
કમિન્સ વિશે વાત કરીએ તો, કેપ્ટન તરીકે આ તેની પ્રથમ શ્રેણી હતી અને તે તેમાં પાસ થયો હતો. તેણે બોલ સાથે પણ શાનદાર પ્રદર્શન કર્યું. તે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર હતો. તેણે સિરીઝમાં 21 વિકેટ લીધી હતી.