- સમગ્ર રાજ્યમાં 1100 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં પણ અમદાવાદમાં માત્ર 50 વિદ્યાર્થીઓ જ પોઝિટિવ
રાજ્યમાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. અગાઉ આટલા કેસમાં લોકડાઉનની સ્થિતિ હતી. પરંતુ હાલમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે. રાજ્યમાં 1100 વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં છે. ત્યારે અમદાવાદમાં તેનો આંકડો માત્ર 50 વિદ્યાર્થીઓનો છે. શહેરમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ ના કરવું પડે તે માટે સંક્રમિત થનારા વિદ્યાર્થીઓની માહિતી શિક્ષણાધિકારીને આપવામાં આવતી નથી.
અમદાવાદમાં દૈનિક 2 હજાર આસપાસ કેસ આવી રહ્યા છે
રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદની સ્કૂલોમાં છે. શહેરની સ્કૂલોમાં અત્યાર સુધીમાં માત્ર 50 વિદ્યાર્થીઓ જ પોઝિટિવ આવ્યાં છે. જ્યારથી ધોરણ 1 થી 9 ની સ્કૂલો ઓનલાઇન કરવામાં આવી ત્યારથી એક પણ કેસની જાણ DEO ને કરાઈ નથી. નિયમ મુજબ સ્કૂલમાં 1 કેસ પણ આવે તો તે સ્કૂલ બંધ કરવામાં આવે છે જેના કારણે સંચાલકો સ્કૂલ બંધ ના કરવી પડે તે માટે કેસ આવે તો પણ DEOને જાણ કરતા નથી. અગાઉ જ્યારે અમદાવાદમાં 500ની આસપાસ કોરોનાના કેસ આવ્યા હતા ત્યારે સ્કૂલોમાં 5-6 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા હતા પરંતુ હવે જ્યારે અમદાવાદમાં 2000 આસપાસ કેસ આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓની સ્કૂલો દ્વારા શિક્ષણ વિભાગને જાણ કરાતી નથી
ત્યારે ઓફલાઇન સ્કૂલ હોવા છતાં સ્કૂલોમાં કેસ આવતા જ નથી જેનાથી સ્પષ્ટ થાય છે કે સ્કૂલોએ કેસ અંગે જાણ કરવાની બંધ કરી છે. ઉપરાંત કેટલાક વાલીઓએ પણ પોતાનું બાળક પોઝિટિવ આવે તો સ્કૂલોને જાણ કરી નથી. આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. પરંતુ અમદાવાદની સ્કૂલોમાં કેસ આવતા નથી જે આશ્ચર્યજનક છે. ખરેખર સ્કૂલોમાં કેસ છે પરંતુ સ્કૂલો બંધ ના થાય તે ડરથી સ્કૂલો દ્વારા શિક્ષણ વિભાગને જાણ કરાતી નથી. સ્કૂલોની આ ભૂલ વિદ્યાર્થીઓને ભારે પડી શકે છે.
સુરતમાં 532માંથી એકપણ વિદ્યાર્થીને દાખલ કરવો પડ્યો નથી
ડિસેમ્બર 1થી લઈને અત્યાર સુધીમાં ચિંતાજનક રીતે સંક્રમણ સ્કૂલોમાં ફેલાતા 1100 જટેલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી અડધો અડધ એટલે કે 532 કેસ તો માત્ર એકલા સુરત શહેરમાં જ આવ્યાં છે. અત્યાર સુધીમાં ધરખમ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. જો કે, તે ગંભીર બાબતની વચ્ચે પણ રાહત એક જ છે કે, એક પણ વિદ્યાર્થીની દાખલ ક્રિટિકલ નથી કે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે.