news

ઉત્તરાયણની તૈયારીઓ:મકરસંક્રાંતિ પર્વ પહેલાના અંતિમ રવિવારે ભાવનગરની એ.વી સ્કૂલ ગ્રાઉન્ડ રીલ-દોરા પર માંઝો ચડાવવા ઠેર-ઠેર ભીડ ઉમટી

  • મકરસંક્રાંતિની તૈયારીઓનો માહોલ બરાબર જોવા મળ્યો

ભાવનગરમાં પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે પતંગ રસીકો દ્વારા મકરસંક્રાંતિની તૈયારીઓનો માહોલ બરાબર જોવા મળ્યો હતો. શહેરમાં ઠેરઠેર પતંગ રીલ સાથે સંક્રાંતિ પર્વની વિવિધ વસ્તુઓની ખરીદી સાથોસાથ રીલ-દોરાને માંઝો ચડાવવા ભારે ગીર્દી જમાવી હતી.

શહેરમાં આવેલા એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સ્થળોએ પતંગ-ફીરકીઓ રીલ તથા દોરા પર માંઝો ચડાવવા સિવાય બીજી કોઈ વાત જણાતી ન હતી. લોકો મકરસંક્રાંતિ ઉજવવા થનગની રહ્યાં હોય તેમ માસ્ક સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનોની ઐસીતૈસી કરી બેફીકર બની ફરતાં ખરીદી કરતાં નઝરે ચડ્યાં હતાં.

શહેરના બોરતળાવ રોડ એવી સ્કૂલ સહિત અનેક સ્થળોએ રીલ-દોરા પર માંઝો ચડાવવા પતંગ રસીયાઓએ ભીડ જમાવી કલાકો સુધી રાહ જોઈ હતી. તો બીજી તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હોય અને રવિવાર હોય આથી શહેરના કેટલાક વિસ્તારોમાં બાળકો યુવાનો સવારથી જ અગાશીઓ પર મ્યૂઝિક સિસ્ટમ પતંગ-ફિરકી સાથે પહોંચી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.