news

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 73 કેસ નોંધાયા, શહેરમાં 248 અને ગ્રામ્યમાં 37 દર્દીઓ મળી કુલ 285 એક્ટિવ કેસ

  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મોટાભાઈ ડો. ગિરિશ વાઘાણી તથા ભાવ.યુનિ. કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા કોરોનાની ઝપેટમાં
  • જિલ્લામાં કુલ 21 હજાર 814 કેસ તેમજ કુલ 300 દર્દીનું મૃત્યુ નોંધાયુ

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો યથાવત છે. આજે એક જ દિવસમાં નવા 73 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 250ને પાર પહોંચી ચૂકી છે. ભાવનગર શહેરમાં આજે 61 નવા કેસ નોંધાયા હતા. જેમાં 34 પુરુષનો અને 27 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 7 દર્દીઓ કોરોનાને માત આપી હતી. ગ્રામ્યમાં પણ 12 કેસ નોંધાયા હતા. જેમાં 8 પુરુષનો અને 4 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શહેરમાં 61 કેસ નોંધાયા છે. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટીના કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા અને પૂર્વ ઈચા. કુલપતિ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મોટાભાઈ ડો. ગિરિશ વાઘાણી, સિલ્વર બેલ્સ શાળામાં ઘોરણ 9 માં એક વિદ્યાર્થી, ધોલેરા 3 કર્મચારી, સહજાનંદ ગુરુકુળના પેહલા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ, ભાવનગર એસ.ટીનો એક ડ્રાઈવર, એમ.બી.બી.એસનો ફર્સ્ટ વર્ષનો વિદ્યાર્થી સહિતનાઓ કોરોનાની ઝપટમાં આવ્યા હતા. જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા.

આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 248 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં 37 દર્દી મળી કુલ 285 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 814 કેસ પૈકી હાલ 285 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 300 દર્દીઓનું અવસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published.