- મકર રાશિને વધારાની આવક થવાના યોગ, તુલા રાશિને નસીબનો સાથ મળશે
7 જાન્યુઆરી, શુક્રવારનો દિવસ 6 રાશિ માટે શુભ છે. મિથુન રાશિના જાતકોને કામકાજમાં મનગમતું પરિણામ મળશે. આ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. કન્યા રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસ માટે દિવસ શુભ છે. તુલા રાશિને નસીબનો સાથ મળશે અને વૃશ્ચિક રાશિ માટે દિવસ ફાયદાકારક રહેશે. મકર રાશિને એકસ્ટ્રા આવક થવાનો યોગ છે. આ સાથે જ તણાવથી પણ રાહત મળશે. કુંભ રાશિની ખાસ ઈચ્છા પૂરી થઈ શકે છે. મેષ, વૃષભ, કર્ક, સિંહ, ધન તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય છે.
7 જાન્યુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કામ વધારે રહેશે, પરંતુ આજે કરેલી મહેનત દ્વારા યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને સારું લાગશે.
નેગેટિવઃ– રૂપિયાની લેવડ-દેવડને લગતું કોઇ નુકસાન થઇ શકે છે, એટલે સાવધાન રહેવું. બાળકોની ગતિવિધિઓ ઉપર આકરી નજર રાખવાની જરૂર છે. આ સમયે બિનજરૂરી યાત્રા ન કરો.
વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ, કમ્પ્યૂટર સાથે જોડાયેલાં વેપાર સફળ રહેશે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે વધી રહેલાં તણાવની અસર ઘરના લોકો ઉપર થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારો સહયોગ પોઝિટિવ રહેશે. યુવાઓને તેમના અભ્યાસ પ્રમાણે નોકરી મળવાની શક્યતા છે. ધર્મ-કર્મ તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે.
નેગેટિવઃ– આળસના કારણણે તમારા અનેક કાર્યો અધૂરા રહી શકે છે. બેકાર ગતિવિધિઓમાં સમય અને રૂપિયા ખર્ચ થઇ શકે છે. જેના કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવી શકે છે. બિનજરૂરી યાત્રા ટાળો.
વ્યવસાયઃ– આજે કોઇપણ નવું કામ શરૂ ન કરો તો સારું રહેશે
લવઃ– આર્થિક સમસ્યાને લઇને ઘરમાં થોડો તણાવ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– જોખમી કાર્યો ટાળો તો સારું રહેશે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તમારી અનુકૂળ છે. તમારા આત્મવિશ્વાસ અને આત્મબળમાં વધારો થઇ શકે છે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં યુવા વર્ગને જલ્દી જ કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.
નેગેટિવઃ– ક્યારેક ઈગોના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. એટલે સમય રહેતા તમારા સ્વભાવમાં ફેરફાર લાવવો પણ જરૂરી છે. કોઇ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને મોટો વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
સ્વાસ્થ્યઃ– ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. પરિવારના કોઇ સભ્યના લગ્નની યોજના બની શકે છે. યુવા વર્ગને તેમની પહેલી આવક મળવાથી તેઓ સુખ અનુભવશે.
નેગેટિવઃ– વારસાગત સંપત્તિના મામલાઓ હાલ અટવાયેલાં રહેશે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. ખર્ચ પ્રત્યે કંજૂસી કરવી પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે.
લવઃ– લગ્નજીવન સુખદ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં તમારી કોશિશ સફળ રહેશે. આવકના સ્ત્રોત વધશે. વિદ્યાર્થીઓને જલ્દી જ વિદેશ જવાની તક પ્રાપ્ત થઇ શકે છે. અધ્યાત્મ અને ગૂઢ વિદ્યા પ્રાપ્ત કરવામાં તમારો રસ વધશે.
નેગેટિવઃ– તમારું તમારા વ્યક્તિગત કાર્યોમાં વધારે ધ્યાન આપવાથી સંબંધીઓની નિરાશા સહન કરવી પડશે. સંબંધને મધુર જાળવી રાખવા માટે બધા સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે. બાળકોનો કોઇ નકારાત્મક વ્યવહાર પણ તમને પરેશાન કરી શકે છે.
વ્યવસાયઃ– આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં જ પસાર થશે.
લવઃ– જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર તમને તણાવ મુક્ત રાખશે.
સ્વાસ્થ્યઃ– કોઇ જૂની સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.
——————————–
કન્યાઃ–
પોઝિટિવઃ– આજે દિમાગમાં નવા-નવા આઇડિયા આવતા રહેશે. તમારું સંપૂર્ણ રીતે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું તમને સફળ બનાવશે. પરિવાર તથા મિત્રો સાથે મનોરંજનમાં સમય પસાર થશે.
નેગેટિવઃ– વિદ્યાર્થીઓને તેમની આશા પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે નહીં. જમીનને લગતા કોઇ પેપર વર્ક અંગે યોગ્ય તપાસ કરી લો. નાની ભૂલના કારણે મોટો વિવાદ ઊભો થઇ શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ બની રહેશે.
લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે તથા એકબીજા સાથે તાલમેલ સારું રહેશે.
સ્વાસ્થ્યઃ– ઊંઘ ન આવવા જેવી સમસ્યા પરેશાન કરી શકે છે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– આ સમયે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવું તમારી પ્રાથમિકતા રહેશે અને સફળતા પણ મળશે. કોઇ ધાર્મિક કે સામાજિક સમારોહમાં જવાનો અવસર મળી શકે છે. સંબંધોની મજબૂતી વધારવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.
નેગેટિવઃ– બાળકોને લગતી કોઇ વાતને લઇને ઘરના વાતાવરણમાં થોડી નિરાશા રહેશે. સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. કોઇ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઇ શકે છે, એટલે તમારી ક્ષમતાઓ ઉપર જ વિશ્વાસ રાખવો યોગ્ય છે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇપણ પ્રકારની પાર્ટનરશિપ માટે સમય અનુકૂળ છે.
લવઃ– પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘર-પરિવારના વાતાવરણને મધુર જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ– વધારે કામના ભારના કારણે શારીરિક અને માનસિક થાક હાવી રહેશે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે જોડાવાનો અવસર મળશે જેનાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. પરિવાર સાથે ઘરની સજાવટને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સમય પસાર થઇ શકે છે.
નેગેટિવઃ– તમારા વિરોધીઓની ગતિવિધિઓને પણ ઇગ્નોર ન કરો. ઇર્ષ્યાની ભાવના સાથે કોઇ તમારું નુકસાન કરી શકે છે. રોકાણને લગતા કાર્યોને હાલ ટાળવામાં જ તમારી ભલાઈ છે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં ધનને લગતા મામલાઓની યોજનાને શરૂ કરવા માટે સમય યોગ્ય છે.
લવઃ– ઘરના વાતાવરણને યોગ્ય તથા સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનો સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ– તણાવ અને વધારે વ્યસ્તતાના કારણે શુગર લેવલ વધી શકે છે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. થોડા સમયથી ચાલી રહેલું મનમાં કોઇ દ્વંદ દૂર થઇ શકે છે. તમે તમારા રસના કાર્યો માટે પણ સમય કાઢી શકશો. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત તમને સુખ આપશે.
નેગેટિવઃ– ઉતાવળમાં કરેલો કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. આ સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. સરકારી કાર્યોમાં કોઇપણ પ્રકારની દખલ ન કરો. નહીંતર પેનેલ્ટીની સ્થિતિ બની શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે મહેનતની જરૂરિયાત છે.
લવઃ– જીવનસાથીનો સહયોગ તમને બળ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ– પગ કે એડીમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા કે તણાવથી આજે થોડો રાહત મળી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યનું મૂળ રાખવા માટે આજનો દિવસ ઉત્તમ છે. આ સમયે વધારે આવક પ્રાપ્ત થવાના પણ યોગ બની રહ્યા છે.
નેગેટિવઃ– પરિવાર ઉપર વધારે અનુશાસન જાળવી રાખવું તમને પરેશાન કરી શકે છે. ભાઈ-બહેનો સાથે સંબંધોમાં ખટાસ પણ આવી શકે છે. કાર્યોમાં બિનજરૂરી મોડું થવાથી મન નિરાશ રહેશે.
વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળમાં વાતાવરણ શાંતિપૂર્ણ રહી શકે છે.
લવઃ– પરિવાર સાથે કોઇ ધાર્મિક અનુષ્ઠામાં જવાનો અવસર મળશે,
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– લોકો સાથે મુલાકાત કરવા તથા સામાજિક સક્રિયતા વધવામાં તમને સફળતા મળશે. આ સમયે આત્મ અવલોકન તથા આત્મ મંથન કરવાનો છે. કોઇ મહત્ત્વપૂર્ણ અભિલાષા પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહી શકે છે. નવા કામની શરૂઆતની યોજના પણ બનશે.
નેગેટિવઃ– ધ્યાન રાખો કે વધારે આત્મ કેન્દ્રિત થવાના કારણે નજીકના સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. વ્યવસાયિક તણાવના કારણે ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ– વ્યવસાયને વધારવા માટે કોઇ નવા કામની શરૂઆત કરવાને લગતી યોજના બનશે.
લવઃ– પારિવારિક જીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– તમે તમારી બુદ્ધિબળ અને ચતુરાઈથી દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લેશો. સમાજમાં તમારી યોગ્યતા અને આવડતના વખાણ થશે. વિનમ્રતા અને સોમ્યતાથી ફસાયેલાં રૂપિયાને પાછા મેળવવાની કોશશ સફળ રહેશે.
નેગેટિવઃ– અન્યના મામલે દખલ ન આપો, નહીંતર કામ વધી શકે છે. મહિલા વર્ગને તેમના સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારની ફરિયાદ રહી શકે છે. તણાવ લેવાની જગ્યાએ તેને ઉકેલવાની કોશિશ કરો.
વ્યવસાયઃ– કારોબારમાં થોડી મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવી શકે છે.
લવઃ– લગ્નજીવન સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ– થાકના કારણે સર્વાઇકલ અને ખભામા દુખાવાની ફરિયાદ રહેશે.