Cricket

પાકિસ્તાની સ્પિનર ​​યાસિર શાહ વિરુદ્ધ સગીર બાળકી પર બળાત્કાર કરવા બદલ FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો

જોકે, હજુ સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

પાકિસ્તાનના ક્રિકેટર યાસિર શાહ વિરુદ્ધ ઈસ્લામાબાદના શાલીમાર પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની સગીર છોકરીને બળાત્કાર અને ઉત્પીડનમાં કથિત રીતે મદદ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. પાકિસ્તાની ટીવીના રિપોર્ટ અનુસાર, દાખલ કરવામાં આવેલી FIRમાં યુવતીએ કહ્યું છે કે યાસિર શાહના મિત્ર ફરહાને કથિત રીતે બંદૂકની અણી પર તેની સાથે બળાત્કાર કર્યો અને પછી ઘટનાનો વીડિયો બનાવ્યો. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે યાસિર શાહે તેને ધમકી આપી હતી કે જો તે સત્તાવાળાઓ પાસે જશે અને ઘટના વિશે વાત કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. જો કે હજુ સુધી આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, યુવતીનું કહેવું છે કે જ્યારે તેણે યાસિરને વોટ્સએપ પર મદદ માટે વિનંતી કરી તો તે હસવા લાગ્યો અને તેને ચૂપ રહેવા કહ્યું. યુવતીનો એવો પણ દાવો છે કે જ્યારે તે પોલીસ પાસે ગઈ ત્યારે યાસિરે તેને 18 વર્ષ સુધી મૌન જાળવવા માટે ફ્લેટ અને માસિક ખર્ચની ઓફર કરી હતી. આંગળીમાં ઈજાના કારણે યાસિરે તાજેતરની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો ન હતો.

આ વાંચો- BBL: શાનદાર કેચ પકડ્યા બાદ આ દર્શકને પોતાના પર વિશ્વાસ જ ન આવ્યો, જુઓ પછીથી તેણે કેવી રીતે ઉજવણી કરી હતી વીડિયોમાં
તમને જણાવી દઈએ કે 200 ટેસ્ટ વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર યાસિર છેલ્લી વખત આ વર્ષની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સિરીઝ દરમિયાન રમતા જોવા મળ્યો હતો. યાસિર છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી છે. યાસિર શાહે તેની કારકિર્દીમાં પાકિસ્તાન માટે કુલ 46 ટેસ્ટ, 25 વનડે અને 2 ટી20 મેચ રમી છે. યાસિર શાહે અત્યાર સુધીમાં 235 ટેસ્ટ વિકેટ લીધી છે. તેણે વર્ષ 2104માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published.