Rashifal

બુધવારનું રાશિફળ:વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી આવશ્યક રહેશે

5 એપ્રિલ, બુધવારના રોજ ધ્રુવ તથા વર્ધમાન નામના બે શુભ યોગ બની રહ્યા છે. કર્ક તથા તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. સારા સમાચાર મળી શકે છે. ધન રાશિના સરકારી નોકરિયાતને ટ્રાન્સફર સંબંધિત સમાચાર મળી શકે છે. પ્રમોશનના પણ યોગ છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને વધુ કામ રહેશે. સિંહ રાશિના કર્મચારીઓને નુકસાન થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

5 એપ્રિલ, બુધવારનો દિવસ આપના માટે કેવો રહેશે તે જાણો પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બી પાસેથી તમારી રાશિ પ્રમાણેઃ

મેષ

પોઝિટિવઃ- કેટલીક સકારાત્મક પ્રવૃત્તિ થશે, જેના કારણે ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ થશે. તમારી સૂચનાઓને પણ પ્રાથમિકતા મળશે.

નેગેટિવઃ– બજેટને સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. ઘરના વરિષ્ઠ સભ્યની તબિયતની સમસ્યાને કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ– પરેશાનીઓથી બચવા માટે વ્યવસાયિક વ્યવહારમાં કેટલાક ફેરફાર લાવવાની જરૂર છે. નોકરી કરતા લોકો પર કામનો બોજ વધુ રહેશે.

લવ– વૈવાહિક સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોથી અંતર રાખો.

સ્વાસ્થ્યઃ– કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું વધુ જરૂરી છે. અન્યથા સ્વાસ્થ્યને અસર થશે.

લકી કલર- ગુલાબી

લકી નંબર- 1

***

વૃષભ

પોઝિટિવઃ– સકારાત્મક અને સક્રિય રહેવાથી તમે તમારી દિનચર્યાને સારી રીતે સંચાલિત કરી શકો છો. રાજકીય વ્યક્તિઓ સાથેના સંબંધો સિદ્ધિઓ અપાવશે

નેગેટિવઃ– ગુસ્સા અને જુસ્સા પર નિયંત્રણ રાખો અને આરામદાયક રહો. ભૂતકાળ સંબંધિત કોઈ સમસ્યા ફરી ઉભી થઈ શકે છે. અને તણાવનું કારણ બની શકે છે

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારી કાર્ય સંબંધિત ખામીઓને સુધારવી. આ સાથે થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે.

લવઃ– વ્યસ્ત હોવા છતાં પરિવાર માટે પણ થોડો સમય કાઢો. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન હવામાનને કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

લકી કલર- ક્રીમ

લકી નંબર- 3

***

મિથુન

પોઝિટિવઃ- ઉધાર કે ક્યાંક અટવાયેલા પૈસા પાછા મેળવવા માટે શક્યતા છે. નજીકના લોકોને મળવાની તકો સર્જાશે

નેગેટિવઃ– આવકની સ્થિતિ સારી રહેશે પરંતુ સાથે જ ખર્ચ પણ તેનાથી વધુ રહેશે. કોઈપણ મોટુ રોકાણ કરતા પહેલા તેની સાથે જોડાયેલા પાસાઓની સારી રીતે ચર્ચા કરો.

વ્યવસાયઃ– બિઝનેસમાં ઘણી મહેનત અને સમય આપવો પડશે. તમારી યુક્તિથી નકારાત્મક પરિસ્થિતિઓ પણ જલ્દી દૂર થઈ જશે.

લવઃ- કામના અતિરેકને કારણે પરિવારને સમય નહીં આપી શકશો. પરંતુ તમને સભ્યોનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિત યોગાસન કરો.

લકી કલર- લાલ

લકી નંબર- 8

***

કર્ક

પોઝિટિવઃ- તમારી કાર્યપદ્ધતિ સારી રહેશે. જનસંપર્કનો વ્યાપ વધશે અને તમારા કાર્યોની પ્રશંસા પણ થશે. તમારા પ્રયત્નો અને મહેનત સફળ થશે.

નેગેટિવઃ– સાવધાન રહો, કારણ કે મિત્રની નકારાત્મક પ્રવૃત્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે. પરંતુ તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો, સ્ટાફ અને કર્મચારીઓની સલાહ પર ધ્યાન રાખજો.

લવ:- પતિ-પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા રહેશે.

સ્વાસ્થ્ય– વધારે તણાવ અને ઓવરલોડને કારણે સ્વાસ્થ્ય પર અસર થશે.

લકી કલર– બદામી

લકી નંબર- 7

***

સિંહ

પોઝિટિવઃ- તમારી યોજનાઓને ફળદાયી બનાવવાનો યોગ્ય સમય આવી ગયો છે. ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. અને લાંબા સમય પછી સમાધાનના કારણે આનંદદાયક વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– સમજી-વિચારીને નિર્ણય લો અને વ્યવહારુ બનો. ભવિષ્યની ચિંતા કરો વધુ જવાબદારીઓના કારણે તણાવ થઈ શકે છે. કોઈ મૂંઝવણના કિસ્સામાં અનુભવની સલાહ લેવી સારી રહેશે

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમામ કામ તમારી દેખરેખ હેઠળ કરાવો. કારણ કે કર્મચારીની બેદરકારીના કારણે નુકસાનની સ્થિતિ સર્જાઈ રહી છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને દાંપત્ય જીવનમાં થોડો તણાવ રહેશે

સ્વાસ્થ્યઃ– મહિલાઓ તેમના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતિત રહેશે.

લકી કલર- લાલ

લકી નંબર- 9

***

કન્યા

પોઝિટિવઃ- કોઈ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. વરિષ્ઠ લોકોની સંગતમાં સમય પસાર કરવાથી તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે. અને તમે મુશ્કેલ સમયને સરળતાથી પાર કરી શકશો

નેગેટિવઃ– સંજોગોથી ગભરાવાને બદલે ઉકેલ શોધવો વધુ યોગ્ય રહેશે. સંબંધ સાચવવો જરૂરી છે.

વ્યવસાયઃ– વેપારી હરીફો અને ક્ષેત્રની ગતિવિધિઓ પર નજર રાખો તમારી હાજરી ફરજિયાત બનાવો. તમારી કાર્યપદ્ધતિ કોઈની સાથે શેર કરશો નહીં

લવઃ– પારિવારિક કાર્યોમાં પણ તમારું યોગદાન જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– તમારા માટે પણ થોડો સમય કાઢો. થાકનો અનુભવ થશે

લકી કલર- લાલ

લકી નંબર– 9

***

તુલા

પોઝિટિવઃ– ગ્રહ સંક્રમણ અને સમય તમારા માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ બનાવે છે. કોઈ સારા સમાચાર મળશે. રાજકીય સંપર્કો પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ– તમારી ઊર્જાનો સકારાત્મક રીતે ઉપયોગ કરો. તમારી વાણી અને આક્રમક શબ્દો પર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– વેપાર ક્ષેત્રે કેટલીક સમસ્યાઓ આવશે. સ્ટાફ સાથે યોગ્ય તાલમેલ જાળવો. તેનાથી તેમની મહેનત અને કાર્યક્ષમતામાં વધારો થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઉત્તમ સંવાદિતા રહેશે. પરિવાર સાથે ખરીદી પ્રવાસનો કાર્યક્રમ ચોક્કસ બનાવો.

સ્વાસ્થ્યઃ– તણાવ રહી શકે છે. યોગ અને કસરત પર ધ્યાન આપવું

લકી કલર- લાલ

લકી નંબર– 1

***

વૃશ્ચિક

પોઝિટિવઃ- કેટલીક સકારાત્મક ચર્ચાઓ થશે. લાંબા સમયથી અસ્વસ્થતા અને તણાવથી રાહત મળશે. કાર્ય કરતા પહેલા તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે વિચારો, તમને ચોક્કસ સફળતા મળશે.

નેગેટિવઃ– આ સમયે જમીન ખરીદ-વેચાણ સંબંધિત કામમાં વધુ ફાયદો થાય. વર્તન સરળ અને નમ્ર રાખો.

વ્યવસાયઃ– વેપારમાં વિસ્તરણ સંબંધિત યોજનાઓને ફળદાયી બનાવવા માટે યોગ્ય સમય છે. સરકારી કામને લગતા કોઈપણ કાગળ અને દસ્તાવેજ વાંચ્યા વગર લેખિતમાં સહી કરશો નહીં.

લવઃ– વિવાહિત જીવન સુખમય રહેશે

સ્વાસ્થ્યઃ– ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

લકી કલર- નારંગી

લકી નંબર- 5

***

ધન

પોઝિટિવઃ- તમારી આર્થિક યોજનાઓને ફળદાયી બનાવવાનો આ યોગ્ય સમય છે, ઘરના વડીલો તરફથી આશીર્વાદ મળશે

નેગેટિવઃ– તમારી કેટલીક ખાસ વાતો જાહેર થઈ શકે છે. સમસ્યામાં ફસાઈ જવાને બદલે, ફક્ત તમારા પોતાના કામ પર ધ્યાન આપો.

વ્યવસાયઃ– પ્રભાવશાળી અને રાજકીય સંપર્કોની મદદથી વેપાર પ્રવૃત્તિઓ વધુ સારી રહેશે. મહત્વના કોન્ટ્રાક્ટ પણ પ્રાપ્ત થશે.

લવઃ– દામ્પત્ય જીવનને મધુર રાખવાની જવાબદારી તમારી છે.

સ્વાસ્થ્યઃ- જોખમવાળા કામોમાં રસ ન લેવો.

લકી કલર– સફેદ

લકી નંબર– 9

***

મકર

પોઝિટિવઃ– તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર માટે તમે જે યોજનાઓ બનાવી છે, તેમને લાગુ કરવાનો યોગ્ય સમય છે. રાજકીય ક્ષેત્રમાં તમારા સંપર્કો વધશે​​​​​​​

નેગેટિવઃ– સંબંધીઓ અને મિત્રો સાથેના પરસ્પર સંબંધોમાં​​​​​​​ મધુરતા રહેશે. કોઈ નાની બાબતે કોઈ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે

વ્યવસાયઃ– કાર્યસ્થળ પર સહકર્મીઓ અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે. કેટલાક સમયથી ચાલી રહેલ તણાવ પણ દૂર થશે. કાર્ય સંબંધિત નવી રૂપરેખા બનશે.

લવ– પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત રહેશે

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે

લકી કલર– લાલ

લકી નંબર– 6

***

કુંભ

પોઝિટિવઃ- કોઈ સારા સમાચાર મળશે. આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર અનુભવો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે.

નેગેટિવઃ– નકારાત્મક પરિસ્થિતિઓથી ડરશો નહીં અને તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો​​​​​​​. પૈસાને લઈને કોઈની સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો.

વ્યવસાયઃ– જનસંપર્ક તમારા માટે વ્યવસાયના નવા સ્ત્રોત ખોલી શકે છે. વ્યવસાયિક બાબતોમાં તમામ નિર્ણયો જાતે જ લો. કોઈપણ કર્મચારી પર વિશ્વાસ કરવો યોગ્ય નથી

લવઃ– પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– થાકને કારણે ચીડિયાપણું અને ટેન્શન થઈ શકે છે.

લકી કલર– લીલો

લકી નંબર- 5

***

મીન

પોઝિટિવઃ- બીજાની મદદની અપેક્ષા રાખ્યા વિના જાતે જ કાર્યો કરવા સક્ષમ રહેશો, તેનાથી કામકાજમાં પણ સુધારો થશે.

નેગેટિવ– નાની-નાની નકારાત્મક બાબતોની ચિંતા કર્યા વિના ઉકેલ શોધવો​​​​​​​

વ્યવસાયઃ– જો તમે બિઝનેસ સંબંધિત કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય સાનુકૂળ છે.

લવઃ– ઘર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ અને સુમેળ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધુ પડતી વ્યસ્તતાને કારણે થાક અને માથાનો દુખાવો જેવી ફરિયાદ રહે.

લકી કલર– જાંબલી

લકી નંબર– 7

Leave a Reply

Your email address will not be published.