4 એપ્રિલ, મંગળવારના રોજ સિંહ રાશિના સરકારી નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે. કન્યા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા ટ્રાન્સફર થવાની શક્યતા છે. કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. મીન રાશિના સંપત્તિ અથવા વ્હીકલ સંબંધિત મહત્ત્વપૂર્ણ કામ થશે. મિથુન રાશિના જાતકો નવી શરૂઆત ના કરે. મકર રાશિના નોકરિયાત વર્ગને સ્ટ્રેસ રહેશે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. તમારા માટે કેવું રહેશે ભવિષ્ય તે જાણો પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બી પાસેથી તમારી રાશિ પ્રમાણેઃ
મેષૃઃ-
પોઝિટિવઃ- વગદાર લોકો સાથે સંપર્ક થાય. આ સંપર્ક સૂત્રોનો તમને શ્રેષ્ઠ ફાયદો મળશે. આજે ગ્રહ ગોચર તમને માન-સન્માન તથા નવી ઉપલબ્ધિઓ કરાવશે. આ સમયે વિરોધીઓ હથિયાર હેઠા મૂકી દેશે.
નેગેટિવઃ- કોઈપણ યોજના બનાવતા પહેલાં તેની પર ફરી વિચાર કરો. કારણ કે નાનકડી ભૂલ પણ મોટી પરેશાનીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- આ સમયે બનાવવામાં આવેલ વ્યાવસાયિક યોજનાઓ ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે. એટલા માટે સમય બગાડ્યા વગર પોતાના કાર્યોની પ્રત્યે પ્રયત્નશીલ રહો.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલતી કોઈ સમસ્યાનો સાથે બેસીને ઉકેલા લાવવો.
સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્ય સારું રહે. હાલની સિઝનની સાવચેતીથી રહેવું.
શુભ રંગઃ- – લીલો
શુભ અંકઃ- – 5
——————————–
વૃષભ
પોઝિટિવઃ- આજનો દિવસ મોટાભાગનો સમય જાણકારી પ્રાપ્ત કરવા તથા જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવામાં જ પસાર થશે. પોતાનું કોઈ લક્ષ્ય પૂરું થતાં ખુશીઓ વધશે. કોઈ વિશેષ પ્રયોજન માટે યોજના બનાવી શકો છો.
નેગેટિવઃ- આલોચનાથી ઘબરાશો નહીં પરંતુ તેનું કારણ જરૂર શોધવાનો પ્રયાસ કરજો. કોઈ આર્થિક વિષમતા પણ સામે આવશે, એટલે કોઈપણ કામને કરતાં પહેલાં તેના વિશે સારી રીતે વિચાર કરી લેવો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં તમને ભરસક પ્રયાસ અને પરિશ્રમ દ્વારા જ આંશિક રીતે જ સફળતા મળશે. એટલા માટે આ સમય ધૈર્ય અને સંયમ બનાવીને રાખો. જે ચાલી રહ્યું છે તેના પર ધ્યાન આપો.
લવઃ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. પરંતુ વિશેષ કરીને મહિલાઓને વિપરિત લિંગી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- વધુ તળેલી કે મસાલેદાર વસ્તુઓનું સેવન ન કરવું. બીપી, સુગરની તપાસ કરાવો.
શુભ રંગઃ- -લીલો
શુભ અંકઃ- – 3
——————————–
મિથુનઃ-
પોઝિટિવઃ- આધ્યાત્મિક ગતિવિધિઓ અથવા એકાંતમાં થોડો સમય પસાર કરો. તેનાથી માનસિક શાંતિ મળશે અને તમે પોતાના કાર્યોમાં ફોકસ વધારી શકશો. જો પ્રોપર્ટી કે વાહન ખરીવાની યોજના હોય તો તેના પર ગંભીરતાથી વિચાર કરો.
નેગેટિવઃ- અનુભવી લોકોનું માર્ગદર્શન તમારા માટે વરદાનરૂપ રહે. પોતાના પર વધુ કાર્યભાર ન લો કારણ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયને લગતી કોઈપણ નવી ગતિવિધિઓ અત્યારે શરૂ ન કરો. આ સમયે નુકસાન થઈ શકે છે. જો કોઈની સાથે પાર્ટનરશીપ કરવાનું વિચારી રહ્યાં હોવ તો તે બંને પક્ષ માટે ફાયદાકારક રહેશે.
લવઃ- પરિવારજનો વચ્ચે આપસી સામંજસ્ય સુખદ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે ઘણા સમય પછી મળવાનું થાય.
સ્વાસ્થ્યઃ- ખરાબ ખાણી-પીણીથી પેટ ખરાબ થઈ શકે છે.
શુભ રંગઃ- – લાલ
શુભ અંકઃ- – 8
——————————–
કર્કઃ-
પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થાને સારી બનાવવા માટે કરવામાં આવેલ તમારા પ્રયાસ હકારાત્મક રહેશે. પોતાના શાંતિ પૂર્ણ અને મધુર સ્વભાવને લીધે તમને બીજા લોકોની સાથે સંબંધ વધુ મધુર બનાવી શકશો.
નેગેટિવઃ- કોઈ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચાર કરી લેવો, કોઈની પર આંખ મીચીને વિશ્વાસ ન કરવો. કારણ કે કોઈ દગો થઈ શકે છે.
વ્યવસાયઃ- કારોબારી સમસ્યાઓનું સમાધાન થતું જોવા મળે અને આજે આશાની કોઈ નવી કિરણ નજર આવશે. કોઈ વગદાર વ્યક્તિની મદદ અને સલાહ તમને ફરીથી સફળ બનાવી શકે છે.
લવઃ- ઘરનું વાતાવરણ આરામદાયક અને સુખમય રહેશે. પ્રેમ અને રોમાન્સમાં પણ સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- મોસમી બીમરીઓ પરેશાન કરશે. પેટને લગતી સમસ્યા રહેશે.
શુભ રંગઃ- – આસમાની
શુભ અંકઃ- – 6
——————————–
સિંહઃ-
પોઝિટિવઃ- કોઈ વ્યાવસાયિક સદસ્ય તરફથી કોઈ સંતોષજનક સમચાર મળવાથી મન આનંદિત રહેશે. કોઈપણ નિર્ણય લેતી વખતે દિલને બદલે દિમાગથી કામ લો. લાગણીઓમાં કોઈ નિર્ણય ખોટા લેવાઈ શકે છે.
નેગેટિવઃ- વિપરિત પરિસ્થિતિમાં વિચલિત થવું યોગ્ય નથી. આ સમયે મહેનત વધુ અને કામ ઓછું રહે. પરંતુ તણાવ લેવો યોગ્ય નથી. યોગ્ય સમયની રાહ જુઓ.
વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમયે તમે કરેલા નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. સારું રહેશે કે કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. સરકારી સેવારત લોકોને અચાનક કોઈ નોકરીને લગતા શુભ સમાચાર મળે.
લવઃ- પતિ-પત્ની એ પોતાની સમસ્યાઓને જાતે જ ઉકેલ લાવવા પ્રયાસ કરવો. સંબંધોમાં મધુરતા જરૂર આવશે.
સ્વાસ્થ્યઃ- નસોમાં ખેંચાણ રહે તો યોગ અને આરામ પર ધ્યાન આપો.
શુભ રંગઃ- – પીળો
શુભ અંકઃ- – 3
——————————–
કન્યાઃ
પોઝિટિવઃ- જો કોઈને રૂપિયા ઉધાર આપ્યા હોય કે ફસાયા હોય તો આજે પ્રયાસ કરો તો પાછા મળી શકે છે. વ્યવસાય, ઘર અને દુનિયાદારીની વચ્ચે સારું સંતુલન રહેશે.
નેગેટિવઃ- કોઈ નજીકના મિત્રની નકારાત્મક હરકત તમને આઘાત પહોંચાડી શકે છે. ગાડી કે મકાનને લગતા દસ્તાવેજ સંભાળીને રાખો. નકામી વાતો લક્ષ્યથી ભટકાવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કેટલીક પરેશાનીઓ આવશે, પરંતુ આ તણાવને પોતાના ઉપર હાવી ન થવા દો. ધાર્યપૂર્વક પોતાના કામ કરતા રહો. સફળતા જરૂર મળશે. નોકરીમાં પ્રમોશન કે બદલીના યોગ છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. અચાનક કોઈ વિપરિત લિંગી મિત્રને મળવાથી આનંદ થશે.
સ્વાસ્થ્યઃ-,યૂરિન ઈન્ફેક્શનની સમસ્યા વધે. તરલ પદાર્થોનું વધુ સેવન કરો.
શુભ રંગઃ- – ઓરેન્જ
શુભ અંકઃ- – 1
——————————–
તુલાઃ-
પોઝિટિવઃ- આ સમયે આત્મમનન અથવા આધ્યાક્મિક સ્થળે પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે. તમને ઊર્જા અને હકારાત્મકતાનો અહેસાસ થશે.
નેગેટિવઃ- આ સમયે કોઈ નુકસાન થવાની સ્થિતિ પેદા થઈ રહી છે. કોઈપણ ધનને લગતું રોકાણમાં રૂપિયા ન લગાવો. કોઈને રૂપિયા ઉધાર પણ ન આપો, પાછા નહીં મળે.
વ્યવસાયઃ- કોઈપણ કાર્ય કે ધનને લગતી લેનદેન કરતી વખતે બિલ કે દસ્તાવેજી કાર્યવાહી જરૂર કરો. કારણ કે પારદર્શિતા બનાવીને રાખવી ખૂબ જ જરૂરી છે. નોકરીમાં કોઈ અનૈતિક ગતિવિધિઓથી મુસીબતમાં ફસાઈ શકો છો.
લવઃ- દામપત્યજીવનમાં ચાલતાવિવાદ આપસી વાતચીતથી દૂર કરો. બાહ્ય વ્યક્તિઓનો હસ્તક્ષેપ ન થવા દો.
સ્વાસ્થ્યઃ- પેટ દર્દ કે કબજિયાત જેવી ફરિયાદ રહે. સુપાચ્ય પદાર્થોનું સેવન કરો.
શુભ રંગઃ- – લાલ
શુભ અંકઃ- – 3
——————————–
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમારું ભાગ્યવાદી હોવાની સરખામણીમાં કર્મપ્રધાન હોવું વધુ હકારાત્મક બનાવશે, કારણ કે કર્મથી જ ભાગ્યને બળ મળે છે. માંગલિક કાર્યોને લગતી યોજના બને.
નેગેટિવઃ- અતિઆત્મવિશ્વાસ નુકસાનદાયી રહે. કોઈ બહારના વ્યક્તિના હસ્તક્ષેપ પરિવારમાં ન થવા દો. સારું રહેશે કે ઘરની સમસ્યા બધાએ ભેગા મળીને સોલ્વ કરવી.
વ્યવસાયઃ- કાર્યસ્થળે વધુ સમય આપો. કારણ કે વધુ વ્યવસ્થા અને સ્ટાફ પર નજર રાખવી જરૂરી છે. પોતાની યોજનાઓ કે કાર્યપ્રણાલી કોઈની સાથે શેયર ન કરવી. ઓફિસમાં કોઈ કામને લઈને તણાવ રહે.
લવઃ- લગ્નસંબંધોમાં અવિશ્વાસની લાગણીઓ ન આવવા દો. તેની ખરાબ અસર આખા પરિવારની શાંતિ પર પડે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
શુભ રંગઃ- – જાંબુડીયો
શુભ અંકઃ- – 3
——————————–
ધનઃ-
પોઝિટિવઃ- જો કોઈ સરકારી મામલો ચાલી રહ્યો હોય તો આજે હલ થઈ શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ થવાથી હકારાત્મક વાતાવરણ રહે. ખાસ ઉપહાર મળે. બહૂમૂલ્ય વસ્તુની ખરીદી થાય. નેગેટિવઃ- બપોર પછી સ્થિતિ વિપરિત બની શકે. ધૈર્ય જાળવી રાખો. કોઈ દુઃખદ સમાચાર મળવાથી મનમાં ઉદાસી રહે. આ સમયે ઊતાવળમાં કોઈ કામ પૂરું ન કરવું.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઈ રોકાણ કરવાને લગતી યોજના હોય તો તરત કાર્યરત કરો. સ્ત્રી વર્ગને પોતાના વ્યવસાયમાં વિશેષ સફળતા મળે. સહકર્મચારીઓ સાથે સહયોગપૂર્ણ વ્યવહાર રાખવાથી તેમનું કામ પ્રત્યે સમર્પણ વધશે.
લવઃ- મહત્વના કાર્યોમાં જીવનસાથી અને પરિવારની મદદ જરૂર લો તો તમને સારી સલાહ મળશે. પ્રેમ પ્રસંગોમાં મધુરતા વધશે.
સ્વાસ્થ્યઃ- બીપી ક સુગરની નિયમિત તપાસ કરાવો.
શુભ રંગઃ- – લાલ
શુભ અંકઃ- – 7
——————————–
મકરઃ-
પોઝિટિવઃ- આજે લાભકારી દિવસ હોવાથી હંસી-ખુશીમાં સમય વિતશે ખુલ્લા હાથે પરિવાર પર ખર્ચ કરશો. બીજાની નજરમાં તમારી છબી સુધરશે. આપસી સંબંધો મધુર બને.
નેગેટિવઃ- મહેમાનો વધુ આવવાને કારણે પરેશાની વધે. ભાઈ-બહેનની વચ્ચે મતભેદ વધી શકે છે. ગુસ્સા પર કંટ્રોલ રાખવો તેની ખરાબ અસર ઊંઘ પર પડી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયને લગતા બધા કામ સુચારુ રીતે પૂરા થતાં માનસિક શાંતિ થાય. દૂરની પાર્ટિઓ સાથે ફરી સંપર્કો થશે. નોરીયાત વ્યક્તિઓને ઉચ્ચઅધિકારીઓથી કામનું દબાણ વધશે.
લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહે. વિવાહેત્તર સંબંધોને કારણે ઘરમાં તણાવ પેદા થાય. એટલે સાવધાન રહો.
સ્વાસ્થ્યઃ- સ્ત્રી વર્ગને પોતાના હેલ્થની પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. લાપરવાહી ન કરવી.
શુભ રંગઃ- – વાદળી
શુભ અંકઃ- – 3
——————————–
કુંભઃ-
પોઝિટિવઃ- પોતાના કોઈ ખાસ કામમાં રોકાયેલાં રહેશો. દોડધૂપ તથા મહેનત વધુ રહે, કામની સફળતા તમારા થાકને દૂર કરશે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ મળે,
નેગેટિવઃ- અધ્યયરત વિદ્યાર્થીઓને આળસને કારણે પોતાના અભ્યાસ પર ધ્યાન નહીં આપી શકે. આજે કોઈપણ પ્રકારની યાત્રા કરવાનો ફાયદો નહીં મળે.
વ્યવસાયઃ- આ સમયે વેપારમાં ખૂબ જ વધુ ધ્યાન આપવાની જરૂર રહે. તમારા વિરોધીઓ કોઈ નુકસાન પહોંચાડવાની ફિરાકમાં છે. કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં કેટલીક હદે ફેરફાર કરવો જરૂરી છે.
લવઃ- ઘર-પરિવાર માટે પણ સમય ફાળવવાથી પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. કોઈ માંગલિક કામને લગતી યોજના બની શકે છે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુઃખાવો, માઈગ્રેઈન જેવી સમસ્યાથી બચવા માટે ગેસ થાય તેવી વસ્તુઓ ન ખાઓ.
શુભ રંગઃ- – સફેદ
શુભ અંકઃ- – 2
——————————–
મીનઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ સુખદ અનુભવમાં વિતે. ધનલાભની સ્થિતિ બની રહી છે. ભૂમિ અથવા વાહનને લગતા કોઈ મહત્વપૂર્ણ કામ થાય. પોતાના લોકોની મદદ મળતી રહેશે. યુવાવર્ગને ઈન્યરવ્યૂમાં સફળતા મળશે.
નેગેટિવઃ- પોતાની લાગણીઓ અને ઉદારતા જેવી નબળાઈઓને કંટ્રોલમાં રાખો. ખાસ ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે તમારે દરેક પર વિશ્વાસ નથી કરવાનો, કારણ કે કોઈ એવી વાત થાય જેના કારણે તમારી ટીકા થાય.
વ્યવસાયઃ- કોઈ અનુભવી વ્યક્તિના સહયોગથી વ્યાવસાયિક નિર્ણય લેવામાં સરળતા રહે. જો કો કાર્યક્ષેત્રમાં આજે કેટલીક પરેશાનીઓ થાય. તેનાથી બહાર આવવા માટે ખૂબ જ વધુ મહેનત તથા પરિશ્રમ કરવાની જરૂર છે.
લવઃ- પારિવારિક લોકોનો સહયોગ રહે. મિત્રની સહયતા મળશે. પ્રેમસંબંધોમાં તમે લકી રહેશો.
સ્વાસ્થ્યઃ- બીપીને લગતી પરેશાની રહી શકે છે. આ સમયે સ્વાસ્થ્યમાં બિલકુલ લાપરવાહી ન કરો.
શુભ રંગઃ- – ઓરેન્જ
શુભ અંકઃ- – 9