Rashifal

શુક્રવારનું રાશિફળ:શુક્રવારનો દિવસ કુંભ જાતકો માટે માન-પ્રતિષ્ઠા વર્ધક રહેશે, કોઇ સરકારી મામલે સફળતા હાથ લાગશે

25 નવેમ્બર, શુક્રવારના રોજ સુકર્મા તથા ધૃતિ નામના બે શુભ યોગ છે. કર્ક રાશિના અટકેલા કામો પૂરા થશે. બિઝનેસમાં પણ સફળતા મળશે. સિંહ રાશિને નસીબનો સાથ મળશે. બિઝનેસના અટકેલા કામો પૂરા કરવા માટે દિવસ શુભ છે. કુંભ રાશિ માટે દિવસ ફાયદાકારક રહેશે. મીન રાશિની પ્રગતિ થશે. આ ઉપરાંત તુલા રાશિના જાતકો જોખમી કાર્યોથી દૂર રહે. વિવાદ વધવાની શક્યતા છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય છે.

25 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. છેલ્લાં થોડા સમયથી કોઇ કાર્ય માટે કરેલી મહેનત યોગ્ય લાભ આપશે. તમારા સિદ્ધાંતો સાથે તમે કોઇપણ પ્રકારનો સમજોતો કરશો નહીં. જેનાથી સમાજમાં તમારું યોગ્ય સન્માન જળવાશે.

નેગેટિવઃ– કોઇ ગુંચવાયેલાં મામલાઓ ઉકેલવા માટે વધારે ધૈર્યની જરૂરિયાત છે. અન્ય મામલે વધારે દખલ ન કરો, નહીંતર તમે પોતાને કોઇ વિપત્તીમાં મુકી શકો છો. કોઇ સમસ્યાને લઇને ભાઈઓ સાથે મનમુટાવની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કાર્યોમાં થોડી મુંજવણી સ્થિતિ બની શકે છે.

લવઃ– પારિવારિક સભ્યોમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજનો દિવસ ખૂબ જ શાનદાર રીતે પસાર થશે. તમારા નવા વિચાર તથા જાગરૂતતા તમારા આત્મવિશ્વાસ તથા આત્મબળને પ્રબળ કરશે. મહિલા વર્ગ વિશેષ રીતે પોતાના પ્રત્યે સજાગ રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે.

નેગેટિવઃ– બદલાયેલી પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. કોઇ લેવડ-દેવડને લગતા મામલાઓને લઇને ચિંતા રહેશે. થોડા નવા પડકાર સામે આવશે, જોકે તમે તેનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી ગતિવિધિઓની ગુપ્તતા જાળવી રાખો.

લવઃ– વ્યસ્તતાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં થતા ફેરફારની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

મિથુનઃ-

પોઝિટિવઃ– ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ વધશે, જેનાથી તમને શાંતિ અને નવી ઊર્જા મળશે. કામનો ભાર વધારે હોવાથી તમે એક્ટિવ અનુભવ કરશો. બાળકો તરફથી કોઇ સારા સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– ખોટા વિવાદ કે ઝઘડાથી દૂર રહો. નહીંતર નુકસાન થઇ શકે છે. કોઇ કામમાં અસફળતા મળવાથી થોડી નિરાશાની સ્થિતિ રહી શકે છે. આ સમય તમારા માટે ધૈર્ય અને સંયમ રાખવાનો છે.

વ્યવસાયઃ– તમારા દૂરના સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો.

લવઃ– પારિવારિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– નવા કાર્યો પ્રત્યે તમારી વ્યસ્તતા જળવાયેલી રહેશે, લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ તમે સક્ષમ રહેશો. કોઇ મંગળકારી સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ અટવાયેલા કે ઉધાર આપેલાં રૂપિયા પણ પ્રાપ્ત થઇ શકે છે. પરિવાર સાથે શોપિંગમાં સમય પસાર થશે.

નેગેટિવઃ– તમારા ઈગોના કારણે થોડા મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે. કોઇ કોર્ટ કેસને લગતા મામલાઓ આજે ટાળો. બિનજરૂરી ખર્ચ પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ– વિદેશને લગતા વ્યવસાયમાં અપાર સફળતા મળી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને ક્લેશની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– મનમાં થોડી નિરાશા અને ડિપ્રેશન જેવી સ્થિતિ રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી આકરી મહેનતનું આજે યોગ્ય પરિણામ મળવાનું છે. પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓ પણ એક પછી એક સરળતાથી ઉકેલાઇ જશે. તમને તમારી છાપને વધારે સારી કરવાનો અવસર મળશે.

નેગેટિવઃ– બે નંબરના કાર્યોમાં બિલકુલ પણ રસ ન લો, નહીંતર તમારા માન-સન્માન ઉપર આંચ આવી શકે છે. થોડા ઘરેલૂ મુદ્દા ઉપર પણ વાદ-વિવાદ થઇ શકે છે. આ સમયે કોઇપણ મોટો નિર્ણય ન લેવો. યુવા વર્ગ પોતાના ભવિષ્ય અને કરિયર સાથે કોઇપણ પ્રકારનો સમજોતો ન કરે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં બધા કાર્યો પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ– પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર નિર્ણય લેવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય યોગ્ય રહેશે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– સમય અનુકૂળ છે. તમારી આશા તથા ઇચ્છાઓ પૂર્ણ થશે. સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. જોખમી કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે અને આનંદ અનુભવ કરશો. વાર્તાલાપ કે વાતચીતના માધ્યમથી થોડા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ સંપન્ન થશે.

નેગેટિવઃ– આ સમયે દેખાડાની પ્રવૃત્તિના કારણે બિનજરૂરી ખર્ચ રહેશે. કોઇ અશુભ સમાચાર મળવાની શક્યતા છે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. બાળકોના મામલે થોડી સમસ્યાઓ આવી શકે છે.

વ્યવસાયઃ– યુવાઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે અને નોકરી મળવાની પણ યોગ્ય સંભાવના છે.

લવઃ– ઘરના કોઇ સભ્યના લગ્નમાં થોડા વિઘ્નો આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે,

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી પ્રસન્નતા રહેશે. ભાઇઓની વચ્ચે ચાલી રહેલાં વિવાદનું નિરાકરણ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ જશે. ઘરના થોડા મહત્ત્વપૂર્ણ મામલાઓ ઉપર જાતે જ નિર્ણય લેવો,

નેગેટિવઃ– ઘરમાં મહેમાનોની અવર-જવર રહેવાથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી અનુભવ કરશો. જેના કારણે તમને ભારે નુકસાન પણ ભોગવવું પડી શકે છે. આ સમયે જમીનને લગતી ખરીદદારીને લગતુ કોઇ કામને ટાળો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ નિર્વિઘ્ન ચાલતી રહેશે.

લવઃ– ઘર કે વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં ફેરફારની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– દિવસ સુખ-શાંતિપૂર્ણ પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે. તેમના માર્ગદર્શનમાં અનેક મુશ્કેલીઓ ઉકેલાઈ જશે. પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાનું નિમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ– બપોર પછી અચાનક જ કોઇ મુશ્કેલી તમારી સામે આવી શકે છે. ખોટા કાર્યોમાં સમય પસાર થઇ શકે છે. મનમાં વિવિધ શંકાઓ ઊભી થઇ શકે છે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ– યુવાઓને કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું નિરાકરણ કરવું પડશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામનો ભાર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમારો ઉદારશીલ તથા મિલનસાર સ્વભાવ તમારી છાપને વધારે નિખારશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને થોડી લાભદાયક નીતિઓ બનશે. કામકાજની વ્યસ્તતા સિવાય પરિવાર તથા મિત્રો વચ્ચે મોજમસ્તીનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– અજાણ્યા લોકો સાથે મુલાકાત કરતી સમયે તમારા માન-સન્માનનું પણ ધ્યાન રાખો. કોઇ દગાબાજી થઇ શકે છે. અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવશે. તમે તેનું નિવારણ કરવામાં પણ સક્ષમ રહેશો.

વ્યવસાયઃ– વેપારમાં રૂપિયાનું રોકાણ કરવા માટે સમય યોગ્ય છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમે વિશેષ રૂપથી ધ્યાન આપશો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજનો દિવસ શાનદાર રીતે પસાર થશે. કોઇપણ કામને સમજી-વિચારીને કરવાથી સફળતા પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાનું કામ કઢાવવા માટે દરેક શક્ય કોશિશ કરશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ– આ સમયે જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે વર્તમાનમાં પણ તણાવ રહી શકે છે. બાળકોની ગતિવિધિઓ તથા મિત્રો ઉપર નજર રાખો. અન્યની સમસ્યાઓ ઉકેલવામાં તમારા કામ અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ– યુવાઓને રોજગારના નવા અવસર મળી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં સુધાર આવી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– સમય માન-પ્રતિષ્ઠા વર્ધક છે. વિરોધીઓ તમારા વ્યક્તિત્વ સામે હાર માનશે. રાજનૈતિક કે સરકારી મામલાઓમાં સફળતા મળશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને સજાગ રહેશે અને સફળ પણ થશે.

નેગેટિવઃ– પારિવારિક મામલાઓમાં થોડી નિરાશા હાથ લાગી શકે છે. શાંતિ અને ધૈર્ય જાળવી રાખવું. તમારા પોતાના જ લોકો તમારા કામમાં વિઘ્નો પેદા કરી શકે છે. આ સમયે ભાગ્યના ભરોસે બેસવું નહીં.

વ્યવસાયઃ– સરકારી કાર્યો ગતિ પકડશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– અયોગ્ય ખાનપાનના કારણે પેટને લગતી તકલીફ વધી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે તમારા માટે ઉન્નતિનો કોઇ રસ્તો ખુલવાનો છે. એટલે તમારા કાર્યોને પૂર્ણ ગંભીરતા અને સાદગીથી અંજામ આપો. તમે પોઝિટિવિટી તથા અનુભવી લોકોના વિચારોથી પ્રેરણા લઇને તમારી જીવનશૈલીને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો.

નેગેટિવઃ– સ્ત્રી વર્ગ પોતાના સન્માનને લઇને વિશેષ સજાગ રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. જો વાહન ખરીદવાની યોજના બની રહી છે તો આજે તેને ટાળવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં કોઇ મોટી ડીલ કે કરાર થઇ શકે તેવી શક્યતા છે.

લવઃ– ઘર-પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની નાની-મોટી પરેશાનીઓ થશે.

Leave a Reply

Your email address will not be published.