Rashifal

શનિવારનું રાશિફળ:શનિવારે કન્યા જાતકોએ પોતાના ભાગ્ય કરતાં વધારે કર્મ ઉપર વિશ્વાસ રાખવો જોઇએ

24 સપ્ટેમ્બર, શનિવારના રોજ સાધ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. નવી શરૂઆત કરવા માટે મેષ રાશિ માટે દિવસ શુભ રહેશે. વૃષભ, તુલા તથા વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. સિંહ તથા કુંભ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત મિથુન, કર્ક, મકર તથા મીન રાશિના નોકરિયાત વર્ગને અડચણો આવી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

24 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ સામે આવશે. કઇંક નવું શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. અટવાયેલું પેમેન્ટ મળી જવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.

નેગેટિવઃ– કોઈ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સ્થિતિ બની શકે છે. ઘરના વડીલોની સલાહથી સંબંધોને ખરાબ થવાથી બચાવો. ધર્મના નામે કોઈ તમને બેવકુફ બનાવી શકે છે.

વ્યવસાયઃ– વેપારને લગતી ગતિવિધિમાં ધનને લગતી લેવડદેવડ કરતી સમયે વધારે સાવધાની રાખો.

લવઃ– ઘર-પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે થોડી શારીરિક પરેશાનીઓ રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– સમય થોડો મિશ્રિત પરિણામ આપનાર રહેશે. કોઈ પારિવારિક સમસ્યાના સમાધાનમાં તમારું ખાસ યોગદાન રહેશે. સમાજ અને સંબંધીઓમાં તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સરળ સ્વભાવના કારણે માન-પ્રતિષ્ઠા રહેશે.

નેગેટિવઃ– વ્યક્તિગત પરેશાનીઓના કારણે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ડોક્ટર પાસે પણ જવું પડી શકે છે.

વ્યવસાયઃ– વેપારના વિસ્તારને લગતી થોડી યોજનાઓ બનશે.

લવઃ– પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– ચામડીને લગતી કે વાળ ખરવાની સમસ્યા પરેશાન કરશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– થોડાં સમયથી નજીકના સંબંધીઓ વચ્ચે જે મનમુટાવ ચાલી રહ્યા હતાં તે આજે કોઇ અન્ય વયક્તિ દ્વારા દૂર થઇ શકે છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મેલજોલ વધશે.

નેગેટિવઃ– આ સમયે તમારે તમારા સ્વભાવથી ઈગોને દૂર કરવો જોઇએ. આવું કરશો તો પરેશાનીઓનો ઉકેલ જલ્દી મળશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અન્યની દખલથી કર્મચારીઓમાં વિવાદ થઇ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– કફની સમસ્યા રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. જેનાથી વધારે શાંતિ અને હળવાશ અનુભવ કરશો. ઘરમાં સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદારી થશે.

નેગેટિવઃ– કોઇ દુઃખદ સમાચાર મળવાથી થોડાં સમય માટે મનમાં નિરાશા અને નકારાત્મક વિચાર ઉઠી શકે છે. વિદ્યાર્થી વર્ગ અભ્યાસની અપેક્ષા ફાલતૂ ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપશે.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં વધારે સમય આપી શકશો નહીં.

લવઃ– જીવનસાથી તમને કાર્યમાં સંપૂર્ણ સહયોગ કરશે.

સ્વાસ્થ્યઃ– એક્સીડેન્ટની સંભાવના છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓએ પોતાની નોકરી સંબંધિત કોઇ ક્ષેત્રમાં ઇન્ટરવ્યૂમાં સફળતાના યોગ બની રહ્યા છે. આ સમયે સંપૂર્ણ મહેનતથી તમારા કાર્યને કરો. તમારા સિદ્ધાંતો સાથે કોઇ પ્રકારનો સમજોતો કરશો નહીં.

નેગેટિવઃ– તમારા મહત્ત્વપૂર્ણ કાગળને ખૂબ જ સાચવીને રાખો. ઘરમાં નાની વાતમાં અકારણ તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતાના કારણે સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– પરિવારમાં તમારું સન્માન વધશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– પ્રભાવશાળી અને પ્રતિભાવાન લોકો સાથે વધારે સમય વ્યતીત કરો. જેના દ્વારા તમારા આત્મબળ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આ સમયે ભાગ્ય કરતાં વધારે તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– સામાજિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન ન આપવાના કારણે નજીકના લોકો નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સામાનની ક્વોન્ટિટીથી વધારે ક્વોલિટી ઉપર ધ્યાન આપો.

લવઃ– જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો

સ્વાસ્થ્યઃ– માનસિક અને શારીરિક થાક રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તુલા રાશિના લોકો ખૂબ જ વધારે સંતુલિત પ્રવૃત્તિના હોય છે. તમે તમારા સામાજિક સંબંધોને વધારે મજબૂત કરો. ધાર્મિક કાર્યમાં સમય વધારે વ્યતીત થશે.

નેગેટિવઃ– આજે કોઇપણ પ્રકારની યાત્રાથી નુકસાન થવાની સંભાવના છે. એટલે આ સમયે યાત્રા સ્થગિત રાખો.

વ્યવસાયઃ– આર્થિક ગતિવિધિમાં હાલ કોઇ સુધાર થવાની સંભાવના નથી.

લવઃ– ઘરના કોઇપણ મામલાને ઉકેલવા માટે જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– કોઇ અટવાયેલું પેમેન્ટ આજે મળવાથી આર્થિક સમસ્યાઓ ઉકેલાઇ જશે. આ સમયે તમારી ચિંતા પણ દૂર થશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સહયોગ તમારી પરેશાનીમાં મદદગાર સિદ્ધ થશે.

નેગેટિવઃ– તમારે તમારા ખર્ચમાં પ્રાથમિકતાઓને સેટ કરવાની જરૂરિયાત છે. ધનની લાલચ તમને તે માર્ગમાં લઇ જઇ શકે છે જ્યાં તમે પરેશાનીઓનો સામનો કરી શકો છો.

વ્યવસાયઃ– કાર્યસ્થળ ઉપર સમસ્યાઓનો સામનો કરી શકો છો.

લવઃ– રોમાંચક ભાવનાઓ અને મનોભાવ તમારા મનમાં છે.

સ્વાસ્થ્યઃ– શરીરને સંતુલિત આહાર સાથે જરૂરી પોષણ આપો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમારા સામાજિક જીવન અને નોકરી સાથે સંબંધિત પહેલુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સમય તમારા પારિવારિક જીવન માટે ખૂબ જ સારો રહેશે અને આ સમયગાળામાં તમે કોઇ વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી શકો છો.

નેગેટિવઃ– તમારી આર્થિક સ્થિતિ હાલ સુનિયોજિત પરિસ્થિતિમાં નથી. તમને સરળતાથી અમીર થવાના શોર્ટકટ મળશે પરંતુ તે અનૈતિક રીતોની પસંદગી કરશો નહીં.

વ્યવસાયઃ– પરિવારના સભ્યોમાં મોટાભાગના લોકો એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ કરી શકે છે.

લવઃ– સિંગલ વ્યક્તિઓને આજે સાથી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– જૂની બિમારીઓ દૂર થશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– ઉચ્ચ શિક્ષા માટે વિદ્યાર્થીઓ સફળતા અર્જિક કરશે અને તેમને મનગતમાં સંસ્થાનોમાં પ્રવેશ મળી જશે. સિવિલ એન્જીનિયરિંગ, કાનૂન, સામાજિક વિષય, સમાજ સેવા તથા આધ્યાત્મિક વિષયોના શિક્ષા લેતાં વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉન્નતિદાયક રહેશે.

નેગેટિવઃ– પરિસ્થિતિઓ જે તમારી આવક અને કરિયરમાં અસ્થિરતાનો સંકેત આપે છે. તમને સ્થાયી આર્થિક સ્થિતિને લઇને યોગ્ય રીત શોધવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– પરિજનો અને મિત્રનો પણ સહયોગ રહેશે.

લવઃ– પ્રેમમાં લિપ્ત લોકો એક ખુશહાલ રોમાન્સ અને હુકઅપની અપેક્ષા કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમે ફરી કસરત કરવાનું શરૂ કરશો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સ્થાન પરિવર્તન થવાની સાથે આવક પણ વધી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વ્યવહારકુશળતાના કારણે અધિકારીઓ પાસેથી સન્માન મળી શકે છે.

નેગેટિવઃ– પારિવારિક મામલાઓ અને સામાજિક સર્કલમાં થઇ રહેલી ચુગલી અથવા નિંદા તરફ ધ્યાન આપો અને લોકો સાથે થઇ રહેલાં મતભેદનો ઉકેલ કરવા માટે કાર્ય કરો.

વ્યવસાયઃ– કારોબાર વિસ્તાર માટે નવું કાર્ય શરૂ કરી શકો છો.

લવઃ– તમે પ્રેમ સંબંધો વિશે એક અલગ દ્રષ્ટિકોણથી વિચારી શકો છો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કોઇ જૂની અથવા રહસ્યમયી બિમારી સામે આવી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– પરિજનો સાથે દિવસ સારો વિતશે. કોઇ સમારોહ અથવા ધાર્મિક આયોજનમાં સામેલ થઇ શકો છો. અભ્યાસના મામલાઓમાં સ્થિતિ સારી રહેશે. પ્રોફેશનલ સ્તરે મળી રહેલાં અવસરનો જલ્દી જ ફાયદો મળશે.

નેગેટિવઃ– આજનો દિવસ મિશ્રિત રહેશે. કામકાજ સારું ચાલશે અને ધનલાભના યોગ પણ રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. તમારા દિમાગમાં ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને છુપાયેલી પ્રતિભાઓને શોધો.

વ્યવસાયઃ– તમારા સારા વ્યવહારથી કાર્યક્ષેત્રનું વાતાવરણ સામાન્ય બનાવવામાં સફળ રહેશો.

લવઃ– એક ગુપ્ત અફેરના કારણે તમારે તમારા પતિ-પત્ની-પ્રતિસ્પર્ધી સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published.