news

તેલંગાણા મુક્તિ દિવસ: જો સરદાર પટેલ ન હોત, તો હૈદરાબાદને આઝાદ કરવામાં ઘણા વર્ષો લાગ્યા હોત – અમિત શાહે મુક્તિ દિવસની ઉજવણીમાં કહ્યું

તેલંગાણા મુક્તિ દિવસ: આજે તેલંગાણા મુક્તિ દિવસ પર ગૃહ પ્રધાન અમિત શાહે હૈદરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું.

તેલંગાણા મુક્તિ દિવસ: તેલંગાણા મુક્તિ દિવસ નિમિત્તે, આજે ગૃહ પ્રધાન અમિત શાહે હૈદરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, હૈદરાબાદના ભારતીય સંઘમાં સામેલ થયા બાદ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે પરેડ ગ્રાઉન્ડ પર તિરંગો ફરકાવ્યો હતો. અમિત શાહે હૈદરાબાદની આઝાદીનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે.

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ છે કે આ મુક્તિ ચળવળની વાર્તા નવી પેઢી સુધી પહોંચાડવાની છે. આ સાથે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “હું તેમને અભિનંદન આપું છું કે જેમણે નક્કી કર્યું કે હૈદરાબાદ લિબરેશન ડે ઉજવવામાં આવશે. મને ખૂબ જ ખુશી છે કે પીએમની જાહેરાત પછી, લોકોએ તરત જ તૈયારીઓ શરૂ કરી દીધી. હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરવા.”

1948માં આ દિવસે હૈદરાબાદ આઝાદ થયું – અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ જાણતા હતા કે જ્યાં સુધી નિઝામનો પરાજય નહીં થાય ત્યાં સુધી અખંડ ભારતનું સપનું અધૂરું રહેશે. 1948માં આજના દિવસે હૈદરાબાદ આઝાદ થયું હતું. આ માટે સરદાર વલ્લભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. સરદાર પટેલે જ નિઝામની સેનાને હરાવી સમગ્ર રાજ્યને આઝાદ કરાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘જો સરદાર વલ્લભાઈ પટેલ ન હોત તો કદાચ હૈદરાબાદની આઝાદીમાં સેંકડો વર્ષો લાગ્યા હોત.’

Leave a Reply

Your email address will not be published.