Rashifal

બુધવારનું રાશિફળ:બુધવારે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓએ અભ્યાસ પ્રત્યે બેદરકારી કરવી નહીં, આ સમયે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરવો

17 ઓગસ્ટ, બુધવારના રોજ મેષ રાશિને નસીબનો સાથ મળશે. આ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. કર્ક તથા સિંહ રાશિના બિઝનેસ કરતાં જાતકો માટે દિવસ શુભ છે. તુલા રાશિને અટકેલા પૈસા પરત મળે તેવી શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત મિથુન તથા ધન રાશિના જાતકોએ બિઝનેસમાં સાવચેતી રાખવી. મકર રાશિ વધારાની આવક મેળવવાના ચક્કરમાં જોખમ ના લે. બદનામી થઈ શકે છે. અન્ય રાશિ માટે દિવસ શુભ રહેશે.

17 ઓગસ્ટ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજનો દિવસ પરિવાર સાથે સારો પસાર થશે. આજે તમે તમારી મહેનત તથા સમજદારી સાથે તે બધું જ પ્રાપ્ત કરી શકો છો જેની તમે ઇચ્છા કરી છે. કોઇ સંમેલન કે સમારોહમાં જવાનો પણ અવસર મળી શકે છે.

નેગેટિવઃ– નજીકના સંબંધીઓ કે મિત્રો સાથે વ્યવહાર કરતી સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. નહીંતર સંબંધોમાં કટુતા આવી શકે છે. બેદરકારી અને મોડું કરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે બિઝનેસ પાર્ટનર્સ સાથે સંબંધોને વધારે સારા કરવાની જરૂરિયાત છે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાન તથા દિનચર્યા પ્રત્યે સજાગ રહેવું.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના કે સમાચાર મળવાથી મન પ્રસન્ન રહી શકે છે. કોઇ સમારોહ કે પાર્ટીમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. મુશ્કેલી કે વિઘ્નો સિવાય તમે તમારા બધા કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– તમારા બજેટને તમારી જરૂરિયાતો પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. કોઇપણ પ્રકારની ધનની લેવડ-દેવડ કરતી સમયે એકવાર ફરી વિચાર કરો. તમારી આસપાસના પોઝિટિવ લોકોની વચ્ચે થોડો સમય પસાર કરવાથી માનસિક સુકૂન મળશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં જો કોઇ મુશ્કેલી આવી રહી હોય તો કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.

લવઃ– તમને કોઇ મુશ્કેલ સમયમાં પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– વાહન ચલાવતી સમયે કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– શાનદાર સમય પસાર થશે. તમે તમારી આસપાસના પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરીને પોતાની અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. મનમાં ચાલી રહેલી કોઇ દુવિધાનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ– આ સમયે આળસના કારણે થોડા કાર્યોને ટાળવાની પણ પ્રવૃત્તિ રહેશે. જેના કારણે તમારું નુકસાન પણ કરી શકો છો. મિત્રો સાથે વધારે હરવા-ફરવામાં સમય ખરાબ ન કરો. કોઇ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ– સહયોગીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં.

લવઃ- કામ સાથે-સાથે પારિવારિક સભ્યોનું પણ ધ્યાન રાખવું તમારી જવાબદારીમાં રહેશે.

સ્વાસ્થ્યઃ– માંસપેશીઓમા દુખાવો રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે દોડભાગ વધારે રહેશે. કાર્યમાં સફળતા મળવાથી તમારા ઉપર થાક હાવી થઇ શકશે નહીં. અનુભવી લોકો સાથે જ સારો સમય પસાર થશે તથા કઇંક સારું શીખવા મળશે.

નેગેટિવઃ– કોઇ જૂનો ઝઘડો ફરી થઇ શકે છે. ભૂતકાળની વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. મોટાભાગના જાતકો આળસના કારણે પોતાના અભ્યાસ સાથે સમજોતો ન કરે.

વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતા વેપારમાં કોઇ મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને થાકની સમસ્યા રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– ઘરની દેખરેખ તથા સજાવટને લગતા કાર્યોમાં સારો સમય પસાર થશે. સંબંધોમાં સુધાર આવશે તથા ચારેય તરફથી સુખ અનુભવ થશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ– ક્યારેક તમારો ગુસ્સો અને વધારે અનુશાસિત થવું અન્ય માટે પરેશાનીઓનું કારણ બની જાય છે. પોતાની નકારાત્મક ગતિવિધિઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. ઘરમાં કોઇ અપ્રિય વ્યક્તિના આવવાથી નકારાત્મક વાતાવરણ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં લાભ પ્રાપ્તિ માટે કરેલાં નવા કરાર વિકસિત થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– તમારા મનમાં જે કલ્પનાઓ અને સપના છે, તેમને સાકાર કરવાનો યોગ્ય સમય છે. તમે તમારા કાર્યોને વ્યવસ્થિત રૂપથી સંપન્ન કરશો અને સફળતા પણ મળશે. પ્રોપર્ટી વગેરે ઉપર પણ રોકાણ થઇ શકે છે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે, નહીંતર તેનો નકારાત્મક પ્રભાવ તમારા પરિણામ ઉપર પડશે. ઘરના વડીલ સભ્યોના માન-સન્માનમાં કોઇપણ પ્રકારની ખામી ન આવે તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– કામકાજમાં વધારે રહી શકે છે.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારા અસંતુલિત ભોજનના કારણે પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીને કોઇ વિશેષ સમસ્યાનો ઉકેલ લાવવામાં પણ સક્ષમ રહેશો. કોઇ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ– તમારી ગતિવિધિઓ તથા યોજનાઓ અંગે કોઇ સાથે ચર્ચા ન કરો. ગુપ્ત રૂપથી તમારા કાર્યોને અંજામ આપવો યોગ્ય રહેશે. ઘરના કોઇ સભ્યની નકારાત્મક ગતિવિધિથી તમને ચિંતા થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

લવઃ– લગ્ન યોગ્ય વ્યક્તિઓ માટે ઉત્તમ સંબંધ આવે તેવી શક્યતા છે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ પરેશાની થઇ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે દોડભાગ વધારે રહેશે પરંતુ સફળતા મળવાથી સુખ પણ મળશે. અનુભવી લોકો સાથે થોડો સમય પસાર કરવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ઘરમાં નજીકના સંબંધીઓ કે મિત્રોના આવવાથી ચહેલ-પહેલ અને સુખનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓએ અભ્યાસ પ્રત્યે બિલકુલ બેદરકારી કરવી નહીં. તમારા થોડા મિત્ર જ તમને ભ્રમિત કરવાની કોશિશ કરી શકે છે. આ સમયે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરીને તમારા નિર્ણય ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ– વેપારમાં આજે પરિસ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ– ઘરની ગતિવિધિઓમાં જીવનસાથીનો સહયોગ કરવો સંબંધને વધારે મધુર બનાવશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારુ રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. તમારી અંદર કઇંક વધારે સારું શીખવા અને કરવાની દઢ ઇચ્છા જાગૃત થશે. ખાસ કરીને મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે વધારે સજાગ રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારું નાની-નાની વાતો ઉપર ગુસ્સે થવું અને પ્રતિક્રિયા કરવું વાતાવરણને ખરાબ કરી શકે છે. ખર્ચ વધારે રહેવાની અસર તમારી શાંતિ અને ઊંઘ ઉપર થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યાપારિક સ્પર્ધામાં આજે તમને કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થવાની છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

લવઃ– પતિ-પક્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ડિપ્રેશન જેવી સ્થિતિને તમારી ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે મનમાં ચાલી રહેલી કોઇ દુવિધાનું સમાધાન મળશે. ધન પ્રાપ્તિની દિશામાં કરેલાં પ્લાનમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. ભાઇો સાથે પણ કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પોઝિટિવ ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ– તમારી પ્રતિભાને ઓળખો અને તમારી ઊર્જાને પોઝિટિવ દિશામાં લગાવો. ખોટી ગતિવિધિઓમાં સમય અને રૂપિયા નષ્ટ થઇ શકે છે. બપોર પછી કોઇ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં શાંતિથી કાર્ય પૂર્ણ થતાં જશે.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલનો ભાવ વિદ્યમાન રહેશે.

સ્વાસ્થ્યઃ– માંસપેશીઓમાં દુખાવાની તકલીફ રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– તમારા કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે. એટલે પોતાના ઉદેશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કોઇપણ મુશ્કેલી આવવાથી કોઇ અનુભવી પાસેથી સલાહ લેવી યોગ્ય રહેશે.

નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખો કે ક્યારેક-ક્યારેક તમારી શંકા કરવાની પ્રવૃત્તિ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વિચારોને પોઝિટિવ રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ– કામકાજને લઇને થોડો ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો લાભદાયક રહેશે.

લવઃ– આ વાતનું ધ્યાન રાખો કે પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને મતભેદની અસર પરિવારની વ્યવસ્થા ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શન અને તાવની સ્થિતિ રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– પરિવારની કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. તમારી કાર્યપ્રણાલીમં કરેલું કોઇ પરિવર્તન પોઝિટિવ રહેશે.

નેગેટિવઃ– ધનને લગતી નીતિઓમાં કોઇપણ પ્રકારની ઉતાવળ ન કરો. સહજ રીતે કરેલાં કાર્ય યોગ્ય રહેશે. ક્યારેક તમારો સ્વભાવ અન્યને પરેશાન કરી શકે છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પારિવારિક પરિસ્થિતિઓ સુખમય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરને લગતી તપાસ અંગે બેદરકારી ન કરો.

Leave a Reply

Your email address will not be published.