Rashifal

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે મેષ જાતકોને શુભ સમાચાર મળશે, મહેનત અને પરિશ્રમ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થશે

11 ઓગસ્ટ, ગુરુવારના રોજ રક્ષાબંધન છે. આ દિવસે આયુષ્માન તથા ધ્વજ નામના શુભ યોગ બની રહ્યા છે. કર્ક તથા સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તુલા રાશિને બિઝનેસમાં ફાયદો થશે. આ રાશિના નોકરિયાત વર્ગ માટે પણ દિવસ શુભ રહેશે. વૃશ્ચિક રાશિને ઓફિસમાં વધુ કામ કરવું પડી શકે છે. પ્રમોશનના પણ યોગ છે. મકર રાશિને ધન લાભ થશે. આ ઉપરાંત મિથુન રાશિના નોકરિયાત વર્ગને કામમાં અડચણો આવી શકે છે. મહત્ત્વનો નિર્ણય લેવા માટે દિવસ યોગ્ય નથી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

11 ઓગસ્ટ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે.

નેગેટિવઃ– અન્યની સલાહ ઉપર ગંભીરતાથી વિચાર કરો. ખોટા ખર્ચ કરવાથી બચવું. તેમાં અચાનક જ થોડા ખર્ચ સામે આવી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે મર્યાદાનું ધ્યાન પણ રાખવું પડશે. કોઇપણ પ્રકારના અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.

વ્યવસાયઃ– જો કોઇ નવા કાર્યમાં રસ લઇ રહ્યા છો તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો

લવઃ– તમારા લગ્નજીવનમાં કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્નો આવી રહ્યા હતાં આજે તે ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઇ જશે. નજીકના સંબંધીઓ સાથે મનોરંજનના પ્રોગ્રામ બનશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. સમય તમારા પક્ષમાં છે. તેનું સન્માન કરો.

નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇપણ કાર્ય કરતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે. બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલો. તેમના ઉપર ગુસ્સો કરવાથી તેમની અંદર હીનતાની ભાવના પેદા થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ ચાલતી રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– કોઇ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવિટી લાવશે. તમારી સંતુલિત દિનચર્યાના કારણે મોટાભાગના કામ સમયે પૂર્ણ થતા જશે. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ કે કરિયરને લગતી કોઇ પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયાઓ સાચવીને રાખો. મિત્રો સાથે હરવા-ફરવામાં તમારો સમય ખર્ચ ન કરો. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિના કારણે તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે.

વ્યવસાયઃ– દૈનિક આવકમાં વધારો થશે. આજે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે.

લવઃ– પારિવારિક ક્રિયાઓમાં તમારો સહયોગ અને સમર્પણ વાતાવરણને સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ– શરદી અને તાવ જેવી પરેશાની રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે મોટાભાગનું કામ તમારી ઇચ્છા પ્રમાણે પૂર્ણ થઇ જશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી બોધપાઠ લઇને તમે તમારી કાર્યને લગતી યોજનામાં પરિવર્તન લાવશો. આ પરિવર્તન યોગ્ય સાબિત થશે. કોઇ નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલો વિવાદ પણ ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– કોઇપણ નિર્ણય ઉતાવળમાં ન કરો. કોઇ પ્રકારનો ખોટો આરોપ લાગી શકે છે. થોડા કાર્યો સમયે પૂર્ણ ન થવાથી તમને ચિંતા રહેશે. તમારા ઉપર કામનો વધારે ભાર લેશો નહીં. અન્યની વાતોમાં આવવાની જગ્યાએ તમે તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને સ્વસ્થ જાળવી રાખશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– કોઇ ધાર્મિક સંસ્થા સાથે જોડાવવું તથા સહયોગ આપવો તમને આત્મિક સુખ આપશે. સમાજમાં પણ માન-પ્રતિષ્ઠા વધશે. યુવા વર્ગ પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

નેગેટિવઃ– વિદ્યાર્થી પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે. દેખાડાના કારણે ખોટા ખર્ચ ન કરો. કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ જેવી સ્થિતિ બની શકે છે. થોડીપણ સાવધાની સંબંધોને ખરાબ કરવાથી બચાવી શકે છે.

વ્યવસાયઃ– નવા પ્રભાવશાળી સંપર્ક બનશે. આ સમયે વેપારને લગતો વધારેમાં વધારે પ્રચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ– પરિવાર સાથે મનોરંજન અને ડિનર માટે જવું યાદગાર ક્ષણમાં સામેલ થશે.

સ્વાસ્થ્યઃ– છેલ્લાં સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓથી રાહત મળશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે પહેલા તેના અંગે સંપૂર્ણ રૂપરેખા બનાવો. સફળતા નિશ્ચિત જ તમને મળશે. તમે જાતે જ વિશ્વાસ રાખીને તમારી ક્ષમતા દ્વારા સ્થિતિને વધારે સારી બનાવવામાં સફળ રહેશો.

નેગેટિવઃ– બહારના વ્યક્તિઓ કે મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. સારું રહેશે કે તેમની વાતો ઉપર વિશ્વાસ ન રાખીને તમે તમારા નિર્ણયોને સર્વોપરિ રાખો. તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– આ સમયે જે નવા કાર્યોને લગતી યોજના બનાવી છે તેના ઉપર એકાગ્રચિત્ત થઇને કામ કરો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– થોડા સમયથી ચાલી રહેલી માથાના દુખાવાની પરેશાનીથી રાહત મળશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે તમે ઘરને લગતા કાર્યો તથા ખરીદદારીમાં વધારે સમય પસાર કરવાની કોશિશ કરો. ઘરનો કોઇ વિવાદિત મામલો પણ વડીલોની મદદથી ઉકેલાઇ શકે છે. કોઇ ધાર્મિક તથા અધ્યાત્મિક સ્થળમાં થોડો સમય પસાર કરવાથી માનસિક સુકૂન મળશે

નેગેટિવઃ– બાળકોને કોઇ પ્રોજેક્ટમાં મન પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહેશે. આ સમયે બાળકોના મનોબળને જાળવી રાખવા માટે તેમનો સહયોગ જરૂરી છે. ખોટું હરવા-ફરવામાં સમય ખરાબ ન કરીને તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ– કોઇપણ પ્રકારની મુશ્કેલી આવવાથી જીવનસાથીની સલાહ અવશ્ય લો.

સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી થોડા અસ્વસ્થ અનુભવ કરશો.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– આજે કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક સમારોહમાં જવાનો અવસર મળી શકે છે. ઘણાં સમય પછી લોકો સાથે હરવા-ફરવાનું વધારે થવાથી આનંદ મળી શકે છે. કોઇપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો તથા સમજી-વિચારીને કરી નિર્ણય લો.

નેગેટિવઃ– રિસ્ક લેવાની પ્રવૃત્તિથી બચવું તથા જોખમી કાર્યોમાં પણ ધ્યાન ન રાખો. ક્યારેક અતિ આત્મવિશ્વાસ પણ તમને મુશ્કેલમાં મુકી શકે છે. યુવા વર્ગ જલ્દી સફળતા પ્રાપ્ત કરવા માટે ગેર કાયદેસર કાર્યોમાં રસ ન લે.

વ્યવસાયઃ– આજે કોઇ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ– આયુર્વેદિક વસ્તુઓનું વધારેમાં વધારે સેવન કરો.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ– ઘરની વ્યવસ્થાને વધારે સારી બનાવવાને લગતી થોડી યોજના બનશે. કામનો ભાર હોવા છતાંય તમે તમારા રસના કાર્યો માટે પણ સમય કાઢી લેશો. બાળકો સાથે પણ યોગ્ય સમય પસાર કરશો.

નેગેટિવઃ– આ સમયે પાડોસીઓ સાથે કોઇ પ્રકારના વાદ-વિવાદમાં ગુંચવાશો નહીં. તેનાથી મામલો વધારે ખરાબ થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ દુઃખદ સમાચાર મળવાથી મન દુઃખી રહેશે.

વ્યવસાયઃ– આ સમયે કાર્યક્ષેત્રમાં વર્તમાન સ્થિતિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પરિવારજનો માટે ભેટ લો તથા તેમની સાથે સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ– ઘરના કોઇ વડીલ વ્યક્તિ સાથે કોઇ મૂલ્યવાન ભેટ આશીર્વાદ તરીકે પ્રાપ્ત થશે. તેમના અનુભવોનું અનુસરણ કરવું તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર લાવશે. નવી કૃતિઓમાં તમારો વિશેષ રસ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે પૂર્ણ કેન્દ્રિત રહેશો.

નેગેટિવઃ– આ સમયે જમીન-સંપત્તિને લગતું કોઇ દેવુ લેશો નહીં. થોડી પરેશાનીઓ ઊભી થઇ શકે છે. અકારણ જ કોઇ સાથે વિવાદ થવાની સ્થિતિ બની રહી છે. તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.

લવઃ– તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથીનું ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– કામથી વધારે ભારના કારણે થાક અને નબળાઇ અનુભવ થઇ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– કોઇ વિવિધ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વિશ્વાસ રાખશો તો તમે સફળ રહેશો. લાભના નવા માર્ગ પણ મળી શકશે. રાજનૈતિક સંપર્કોને મજબૂત કરવામાં પણ ધ્યાન આપો.

નેગેટિવઃ– ઘરને લગતા કોઇપણ વિવાદ એકબીજા સાથે બેસીને ઉકેલો. પરિસ્થિતિ જલ્દી જ અનુકૂળ થઇ જશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા અંગે અફવાહ ફેલાવી શકે છે. તેના ઉપર ધ્યાન ન આપીને તમે તમારા કાર્યો પ્રત્યે એકાગ્ર રહો.

વ્યવસાયઃ– આ સમયે કાર્યક્ષેત્રમાં વ્યવસાયને લગતા નવા અવસર પ્રાપ્ત થવાના છે.

લવઃ– કામ સાથે-સાથે પરિવારની દેખરેખ અને સહયોગમાં પણ સમય પસાર કરવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે દિનચર્યાથી અલગ થોડા રસના કાર્યોમાં સમય પસાર કરો. કોઇ સમાજસેવી કે ધાર્મિક સંસ્થા સાથે વિશેષ કાર્યોમા તમારું યોગદાન પણ રહેશે. પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મેલજોલથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળમાં પણ વધારો થશે.

નેગેટિવઃ– તમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી ગ્રહ સ્થિતિઓ થોડા વિઘ્ન ઊભા કરી શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ વ્યસ્તતા રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે તથા ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થશે.

લવઃ– પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ તથા વાયુને લગતી પરેશાની જેવા સાંધાનો દુખાવો રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.