Rashifal

મંગળવારનું રાશિફળ:કર્ક રાશિને દુ:ખદ સમાચાર મળી શકે, કન્યા રાશિના જાતકોને મુશ્કેલીમાં મળશે પરિવારનો સાથ-સહકાર

19 જુલાઈ, મંગળવારના રોજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્ર હોવાથી સિદ્ધિ યોગ બની રહ્યો છે. આથી મેષ રાશિના જાતકો માટે રોકાણ કરવું લાભદાયી રહેશે. તુલા રાશિને નસીબનો સાથ મળશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગને સફળતા મળી શકે છે. કુંભ રાશિને આવકના નવા સોર્સ મળશે. આ ઉપરાંત વૃષભ રાશિએ લેવડ દેવડમાં સાવચેતી રાખવી. વિશ્વાસઘાત થઈ શકે છે. સિંહ રાશિના નોકરિયાતવર્ગ માટે દિવસ તણાવભર્યો રહેશે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

મેષ:- પોઝિટિવઃ- તમારી મહેનત અને કામ કરવાની ક્ષમતા જાળવી રાખો. તમને કોઈ ખાસ કાર્યમાં યોગ્ય સફળતા મળશે સાથે જ સામાજિક વર્તુળ પણ વધશે. કોઈ મોટું રોકાણ કરવા માટે પણ સમય સારો છે. ભવિષ્યમાં યોગ્ય લાભ મળશે.

નેગેટિવઃ- પરિવારમાં થોડી તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. ગુસ્સો કરવાને બદલે ધીરજ અને શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો. બહારની દખલગીરીને કારણે અંગત સમસ્યાઓ પણ વધી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પડતર યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો સમય છે, પરંતુ કર્મચારીઓની ગતિવિધિઓ પર બારીક નજર રાખો. તમારી ઘણી સમસ્યાઓ કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી ઉકેલાઈ જશે. કાયદાકીય મામલાઓના સમાધાનમાં સમય લાગશે.

લવઃ- મિત્રો સાથે પારિવારિક સમાધાન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો, કારણ કે તે તમારાં સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરશે.

શુભ રંગ: સફેદ શુભ અંક: 6 ————————- વૃષભ:- પોઝિટિવઃ- સ્થિતિ એકદમ સાનુકૂળ રહેશે. કેટલીક મહત્વપૂર્ણ લાભદાયી યાત્રાઓ પૂર્ણ થશે. મકાન, દુકાન, ઓફિસ વગેરેનાં સમારકામ અને સુધારણાંને લગતી યોજનાઓ પણ બનાવવામાં આવશે. દિવસનો થોડો સમય કોઈક આધ્યાત્મિક પ્રવૃત્તિ અથવા સ્થળમાં વિતાવો.

નેગેટિવઃ- નાણાકીય બાબતોમાં ખૂબ જ સમજદારી અને સમજી વિચારીને નિર્ણય લો. બિનજરૂરી કાર્યોમાં વધુ પડતાં પૈસા ખર્ચ થવાની સંભાવના છે. સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે. વડીલો માટે પણ યોગ્ય માન-સન્માન જાળવો.

વ્યવસાયઃ- તમારું ધ્યાન ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર જ રાખો અને કોઈપણ નિર્ણય લેતાં પહેલાં યોગ્ય વિચાર કરો. પૈસાની લેવડ-દેવડનું કામ કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ તમને છેતરી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે, મનોરંજન અને મોજમસ્તીમાં સારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન હવામાનને કારણે આળસ રહેશે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી જરૂરી છે.

શુભ રંગ: લીલો શુભ અંક: 5 ————————- મિથુન:- પોઝિટિવ:- બદલાતાં વાતાવરણને કારણે બનાવવામાં આવેલી કેટલીક નવી નીતિઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમે તમારાં કાર્યોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકશો. નજીકના સંબંધીઓ સાથેનાં સંબંધો સૌમ્ય રહેશે.

નેગેટિવ:- અત્યારે કોઈ નવી યોજના અમલમાં ન મૂકવી, કારણ કે કોઈ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. યોજનાઓના અમલીકરણમાં થોડી મુશ્કેલી આવશે. કોઈ દુઃખદ સમાચાર પણ આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નાની-નાની વિગતો પર પણ ધ્યાન આપો, કારણ કે વ્યવસાયની દૃષ્ટિએ દિવસ સારો છે. ભાગીદારીનાં વ્યવસાયમાં પારદર્શિતા હોવી ખૂબ જ જરૂરી છે. નોકરીમાં દૂરનાં પ્રવાસનો કાર્યક્રમ પણ બની શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતાની ભાવના રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે.

સ્વાસ્થ્યઃ- ગરમીનાં કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. કામની વચ્ચે આરામનું પણ ધ્યાન રાખો.

શુભ રંગ: બદામી શુભ અંક: 2 ————————- કર્ક:- પોઝિટિવઃ- પરિવાર સાથે સમય આનંદપૂર્વક પસાર થશે. તમે તમારી કાર્યક્ષમતા અને ક્ષમતાનાં આધારે કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. ક્યાંકથી કોઈ સારાં સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- મનમાં થોડી બેચેની જેવી સ્થિતિ રહેશે. તમારી જાતને વ્યસ્ત રાખો વધુ સારું. કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી કોઈપણ નકારાત્મક વાત તમને પરેશાન કરી શકે છે. તેની અસર તમારાં સ્વાસ્થ્ય પર પણ પડશે. આવકની સાથે ખર્ચ પણ વધુ રહેશે.

વ્યવસાય:- વેપારનાં ક્ષેત્રમાં કેટલાક ફેરફારો થશે. કોઈપણ કામ કરતી વખતે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો, કારણ કે જાતે લીધેલાં કેટલાક નિર્ણયો ખોટાં પણ હોઈ શકે છે. યુવા જૂથને તેમનાં અભ્યાસને લગતી નોકરી મળવાની પૂરી આશા છે.

લવઃ- વૈવાહિક જીવન શાંતિપૂર્ણ રહેશે. વિજાતીય મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે.

હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમે તમારી અંદર સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો.

શુભ રંગ: નારંગી શુભ અંક: 1 ————————- સિંહ:- પોઝિટિવઃ-છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવવાથી રાહત મળશે અને તમે પૂરાં આત્મવિશ્વાસ સાથે તમારાં અન્ય કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. બાળકોનાં લગ્ન સંબંધી કાર્યોનું પણ આયોજન કરવામાં આવશે.

નેગેટિવઃ- કોઈ પ્રતિકૂળ સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તેથી સાવચેત રહો. તમારાં ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખો. શાંતિપૂર્ણ વલણ અપનાવવાથી સુધારો આવશે. વિદ્યાર્થીઓને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડશે.

વ્યાપારઃ- ધંધામાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. મીડિયા અને સંપર્ક સ્ત્રોતો દ્વારા કેટલીક નવી યોજનાઓ બનાવવામાં તમને સફળતા મળશે. નોકરિયાત લોકો વધારે કામના કારણે તણાવમાં રહેશે.

લવઃ- અંગત વ્યસ્તતાને કારણે ઘર-પરિવાર તરફ ધ્યાન નહીં આપી શકો, પરંતુ પરિવારનાં સભ્યોનો એકબીજા પ્રત્યેનો સહકાર ઘરની વ્યવસ્થા યોગ્ય રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્નાયુઓમાં દુખાવો અને તણાવની સમસ્યા રહેશે. કસરત અને ધ્યાનમાં પણ થોડો સમય વિતાવો.

શુભ રંગ: લીલો શુભ અંક: 5 ————————- કન્યા:- પોઝિટિવ:- અમુક મહત્વપૂર્ણ લોકોની સાથે મેલજોલ વધારવો તમને ઘણાં લાભ મળી શકે છે. ભરપૂર મહેનત કરવાની જરુર છે, ફાયદો ચોકકસ થશે. યુવાવર્ગ પોતાના ભણતર અને કરિયરને ગંભીરતાથી લો.

નેગેટિવઃ- ચારે બાજુથી વધુ ખર્ચ થશે, પરંતુ તમે તમારી સમજણથી પરિસ્થિતિઓ પર કાબુ મેળવશો.જો કોઈ સરકારી બાબત અટકી પડે તો તે સંદર્ભમાં ઘણી મહેનત કરવી પડે છે.

વ્યાપારઃ- તમારી યોજનાઓ કોઈની સામે ન જણાવો, કારણ કે નકારાત્મક વલણ ધરાવતી વ્યક્તિનાં કારણે કામ બગડી શકે છે. મુશ્કેલીમાં પરિવારનાં સભ્યોનો સહયોગ લેવો ફાયદાકારક રહેશે. સત્તાવાર કાર્યોમાં સુધારો થશે.

લવઃ- તમારો રોમેન્ટિક મૂડ જીવનસાથી સાથેના સંબંધને વધુ મધુર બનાવશે. પ્રેમ-સંબંધો પણ મર્યાદિત રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાવા-પીવાની અનિયમિત આદતોને કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. ગેસ અને પેટ ખરાબ થવાની સમસ્યા રહેશે.

શુભ રંગ: ગુલાબી શુભ અંક: 6 ————————- તુલા:- પોઝિટિવ:- આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.તેમને માન આપો.લાભના નવા માર્ગો પણ ખુલશે.નજીકના સંબંધી સાથે ધાર્મિક કાર્યક્રમમાં જવાનો અવસર પણ મળશે.

નેગેટિવઃ- આળસને હાવી ન થવા દો અને તમારી યોજનાઓને સફળ બનાવવા માટે સખત મહેનત કરો. ક્યારેક વધારે પડતો આત્મવિશ્વાસ તમારી પરેશાનીઓનું કારણ બની શકે છે. બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાય:- તમારી બેદરકારી અને વિલંબના કારણે કોઈ મહત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે. માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કામથી દૂર રહો અને જો તમે મોટા ભાગનું કામ ઘરે રહીને કરો છો તો તે યોગ્ય રહેશે.

લવઃ- તમારા જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સહયોગ તમારું મનોબળ જાળવી રાખશે અને પરસ્પર સંબંધોમાં વધુ ને વધુ નિકટતા આવશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ખરાશ, ઉધરસ અને શરદી રહી શકે છે. આયુર્વેદિક સારવાર લેવી વધુ સારું છે.

શુભ રંગ: લાલ શુભ અંક: 9 ————————- વૃશ્ચિક:-

પોઝિટિવઃ- આજે તમારો કોઈ અનુભવ તમારાં માટે ફાયદાકારક રહેશે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં યોગ્ય ઉકેલ પણ મળી જશે. સંજોગોમાં સકારાત્મક પરિવર્તન આવશે અને બીજી ઘણી તકો પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઈપણ પરિસ્થિતિમાં શાંત અને સ્થિર રહો. ભાઈઓ અને અન્ય સંબંધીઓ સાથે તાલમેલ થોડો નબળો રહેશે. બીજાને સલાહ આપવાને બદલે તમારાં પોતાના વર્તનનું અવલોકન કરો. તેનાથી તમે કોઈપણ નિર્ણય લેવામાં આરામદાયક અનુભવ કરશો.

વ્યવસાય:- ધંધામાં કોઈ ખાસ લાભનો યોગ નથી, પરંતુ થોડાં સમય માટે કરવામાં આવેલ ફેરફારોનું યોગ્ય પરિણામ મળશે. નોકરીયાત લોકોને તેમના બોસ અને ઉચ્ચ અધિકારીઓના સહયોગથી પ્રોજેક્ટમાં સફળતા મળશે.

લવ:- પ્રેમ સંબંધમાં કેટલીક અડચણોના કારણે લગ્ન ટાળવા પડે, પરંતુ સમયની સાથે સંજોગો તમારી તરફેણમાં બદલાશે.

સ્વાસ્થ્યઃ- યોગાસન જેવી પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. બેઠાડું દિનચર્યાનાં કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. યોગ અને વ્યાયામ પર પણ થોડો સમય પસાર કરવાનું સુનિશ્ચિત કરો.

શુભ રંગ: પીળો શુભ અંક: 3 ————————- ધન:- પોઝિટિવઃ- આજે કેટલાક ખાસ અનુભવો થશે અને તમને વિશેષ માહિતી પણ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રિયજનો સાથે સમય વિતાવવાથી આધ્યાત્મિક આનંદ મળશે. વિદેશ જતાં બાળક સાથે જોડાયેલી કાર્યવાહી પણ શરૂ થશે.

નેગેટિવ:- કેટલાંક વિરોધીઓ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે, પરંતુ ચિંતા કરશો નહીં. કંઈપણ તમને નુકસાન પહોંચાડશે નહીં. પડોશમાં યોગ્ય સંબંધો જાળવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક તમારો જ્વલંત સ્વભાવ તમારા માટે જ મુશ્કેલીનું કારણ બનશે.

વ્યવસાય:- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય સારો ચાલી રહ્યો છે. અટકેલાં કામને ગતિ મળશે. કર્મચારીઓનો પણ તમારા પ્રત્યે સંપૂર્ણ સહયોગ રહેશે. નોકરી કરતાં વ્યક્તિએ તેમનાં ટ્રાન્સફર સંબંધિત કામ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવી જોઈએ.

લવ:-વૈવાહિક સંબંધો સુખદ રહેશે તેમજ મિત્રો સાથે ફેમિલી ગેટ ટુ ગેધર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે, કોઈપણ પ્રકારની ચિંતા ન કરો. ફક્ત નિયમિત દિનચર્યા રાખો.

શુભ રંગ: આસમાની શુભ અંક: 8 ————————- મકર:- પોઝિટિવઃ- કોઈ સંબંધી દ્વારા અથવા ફોન દ્વારા કોઈ ખાસ જાણકારી પ્રાપ્ત થશે. તમે માનસિક રીતે વધુ હળવાશ અનુભવશો. સમજદારીપૂર્વક કરવામાં આવેલ નાણાંકીય લેવડ-દેવડ તમારાં માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- વ્યસ્તતાનાં કારણે ઘર-પરિવારની જવાબદારીઓ પર ધ્યાન આપી શકશે નહીં. વિદ્યાર્થીઓએ તેમનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેના કારણે શિક્ષણમાં અવરોધ આવી શકે છે.

વ્યાપારઃ- વેપારમાં ઘણી હરીફાઈ થઈ શકે છે, પરંતુ કાર્યની ગતિ અવિરત રહેશે. કેટલાંક લોકો ઈર્ષ્યાની ભાવનાને કારણે તમને દુઃખી કરી શકે છે. ઓફિશિયલ મામલાઓમાં બીજાની સલાહ ન લો.

લવ- વૈવાહિક સંબંધોમાં વિખવાદની અસર કુટુંબ વ્યવસ્થા પર પણ પડી શકે છે, તેથી મનોરંજન વગેરેમાં પરિવાર સાથે થોડો સમય પસાર કરવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામનાં કારણે પગમાં સોજો અને દુખાવો થઈ શકે છે. સમય-સમય પર આરામ કરવો વધુ સારું રહેશે.

શુભ રંગ: વાદળી શુભ અંક: 8 ————————- કુંભ:-

પોઝિટિવઃ- સંજોગો સાનુકૂળ બની રહ્યા છે. અવરોધો હોવા છતાં તમે બધા મહત્વપૂર્ણ કાર્યોને પાર કરી શકશો. ભાઈઓ સાથેનાં સંબંધોમાં મધુરતા રહેશે અને ભૂતકાળની કેટલીક નકારાત્મક ગેરસમજણો પણ દૂર થશે.

નેગેટિવઃ- કોર્ટનાં મામલાઓ અને રાજકીય મામલાઓમાં ફસાઈ શકે છે. આજે તેમને મુલતવી રાખવું વધુ સારું રહેશે. તમારાં બજેટને તમારી જરૂરિયાત મુજબ મર્યાદિત અને સંતુલિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકની ગતિવિધિઓ પર પણ ઝીણવટભરી નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યસ્થળની આંતરિક વ્યવસ્થા સુધરશે અને સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓનો સહકાર પણ ચાલુ રહેશે. કારખાનાને લગતાં વ્યવસાયમાં સમૃદ્ધિ આવશે. આવકનાં નવા સ્ત્રોત પણ બનશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થાને લઈને જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે. તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય પરિવાર માટે પણ કાઢવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- શુષ્ક હવામાનથી તમારી જાતને બચાવો. તાવ, શરદી જેવી તકલીફ થશે.

શુભ રંગ: કેસરી શુભ અંક: 3 ————————- મીન:-

પોઝિટિવઃ-જો તણાવ કે ઉદાસી હોય તો આસપાસના લોકો સાથે થોડો સમય ચોક્કસ વિતાવો. તેનાથી તમે હળવાશ અને તણાવ મુક્ત અનુભવ કરશો. રોજિંદા કાર્યોની સાથે તમે અન્ય કાર્યોને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- આ સમયે કેટલીક સમસ્યાઓ પણ રહેશે. ઘરના કોઈપણ સભ્યનાં વિવાહિત જીવનમાં પરેશાનીના કારણે મન પરેશાન રહેશે. ક્રોધ અને ગુસ્સાને બદલે ધીરજ અને સંયમથી પરિસ્થિતિઓને સંભાળવાનો પ્રયાસ કરો.

વ્યવસાય:- મિલકત અને વાહન સંબંધી વ્યવસાય લાભદાયક સ્થિતિમાં રહેશે, પરંતુ તમારી મહત્વપૂર્ણ ફાઇલો અને દસ્તાવેજોને સુરક્ષિત રાખો. તેમના ખોવાઈ જવા અથવા ચોરાઈ જવાનો ભય છે. યુવાનો પણ પોતાની કારકિર્દીને લઈને ગંભીર હતા.

લવઃ- વૈવાહિક જીવન મધુર રહેશે. કેટલીક ગેરસમજને કારણે પ્રેમ સંબંધો પણ તૂટી શકે છે.

સ્વાસ્થ્યઃ- ધ્યાન કરો અને પ્રકૃતિના સાનિધ્યમાં રહો. આનાથી તમે તમારો આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત કરી શકશો

શુભ રંગ: લાલ શુભ અંક: 9

Leave a Reply

Your email address will not be published.