ડેટા મુજબ, 24 જાન્યુઆરી, 2022 સુધીમાં 43.34 કરોડ PAN આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 131 કરોડ આધાર કાર્ડ જારી કરવામાં આવ્યા છે. PAN-આધારને લિંક કરવાથી ‘ડુપ્લિકેટ’ PAN નાબૂદ કરવામાં અને કરચોરી રોકવામાં મદદ મળશે.
નવી દિલ્હીઃ જો તમારું પાન કાર્ડ હજી સુધી તમારા આધાર સાથે લિંક નથી થયું તો આ કામ અત્યારે જ કરો કારણ કે, આ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવાનો આજે છેલ્લો દિવસ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે આ અંગે એક મહત્વપૂર્ણ સૂચના પણ બહાર પાડી છે. જો તમે આજની તારીખે એટલે કે 31 માર્ચ, 2022 સુધીમાં PAN-આધારને લિંક નથી કરાવ્યું તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ઉપરાંત, તમારું PAN કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે. ટેક્સ નિયમો મુજબ, તમારો PAN આધાર વિગતો સાથે લિંક હોવો જોઈએ.
CBDT દ્વારા 29 માર્ચ, 2022ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, કરદાતાઓ 31 માર્ચ, 2023 સુધી આધાર-PAN લિંક કરવા માટે તેમની આધાર વિગતો સંબંધિત સત્તાધિકારીને સબમિટ કરી શકશે. આવી માહિતીની સાથે તેઓએ લેટ ફી પણ ચૂકવવી પડશે. CBDT એ કહ્યું છે કે જે કરદાતાઓએ આધાર વિશે માહિતી આપી નથી તેમના પાન 31 માર્ચ, 2023 સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા, એક્ટ હેઠળ રિફંડ મેળવવા માટે કાર્યરત રહેશે. પરંતુ 31 માર્ચ, 2023 પછી આ કરદાતાઓના PAN નિષ્ક્રિય થઈ જશે.
આધારના લેટ રિપોર્ટિંગ પર 500 રૂપિયાની લેટ ફી લાગશે. આ પેનલ્ટી ફી આગામી ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2022 સુધીની રહેશે. જે બાદ કરદાતાઓએ 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ, PAN ને આધાર સાથે લિંક ન કરવાના કિસ્સામાં, PAN 31 માર્ચ, 2023 પછી નિષ્ક્રિય થઈ જશે.
પાન સાથે આધારને કેવી રીતે લિંક કરવું
સૌથી પહેલા www.incometaxindiaefiling.gov.in પર જાઓ અને ‘Link Aadhaar’ પર ક્લિક કરો.
અહીં તમારો PAN નંબર, આધાર નંબર, તમારું પૂરું નામ અને વિનંતી કરેલ અન્ય માહિતી દાખલ કરો.
– કેપ્ચા કોડ દાખલ કરો
અહીં ‘લિંક આધાર’ પર ક્લિક કરો.
કેવી રીતે તપાસવું કે બંને કાર્ડ જોડાયેલા છે કે નહીં
– આ લિંક પર જાઓ- https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar
તમારી PAN વિગતો અને જન્મ તારીખ દાખલ કરો.
કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ કરો.
અહીં તમે લિંકિંગ સ્ટેટસ જોશો.