ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 08-05-2020 સમય: 8:00 PM
May 08, 2020
મજેન્ટા એડવર્ટાઇઝીંગ દ્વારા બનાવાયું ઇકો ફ્રેન્ડલી સેનેટાઇઝર કાયોસ્ક
Life Style News May 07, 2020
મજેન્ટા એડવર્ટાઇઝીંગ દ્વારા બનાવાયું ઇકો ફ્રેન્ડલી સેનેટાઇઝર કાયોસ્ક
તાજેતરમાં કોરોનાવાયરસ ની મહામારી ને કારણે દેશભરમાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આ સમયમાં દેશના અર્થતંત્રને વધુ ફટકો ન પડે એવા શુભ આશયથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશેષ કાળજીઓ સાથે શહેરથી દૂર હોય તેવા એકમો લિમિટેડ સ્ટાફ સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. આવા સમયે દરેક વ્યક્તિ ની સુરક્ષાનો પ્રાથમિક તબક્કો એટલે સેનેટાઇઝર. સેવાકીય સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમો માં કામ કરતા વ્યક્તિઓ સેનેટાઇઝર નો ઉપયોગ તો કરતા જ હોય છે પરંતુ આ દરેક વ્યક્તિ મોટાભાગે એક જ બોટલનો ઉપયોગ કરતા હોય છે. આથી બોટલ દ્વારા પણ કોરોનાવાયરસ નો જે ફેલાવાની શક્યતા રહેલી છે. આથી શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટીક સેનેટાઇઝર ડિસ્પેંશ થાય એ પ્રકારનું ઇકો ફ્રેન્ડલી સેનેટાઇઝર કાયૉસ્ક બનાવવામાં આવ્યું છે. જેની પડતર કિંમત રૂ 3000 છે પરંતુ પહેલી 25 ડીવાઈસ સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓ ને ફ્રીમાં સેવાકીય હેતુથી આપવાની છે. આ ડિવાઈસ પગ થી ઓપરેટ થતી હોવાથી કોરોના વાયરસ નો ચેપ ફેલાવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે વધુમાં આ ડિવાઇસ વજનમાં એકદમ હળવી હોવાથી ફેરવવામાં પણ સરળતા રહે છે.
પ્રથમ 25 ડિવાઇસ સેવાકીય સંસ્થાઓને અને સોસાયટી વાળા મિત્રો ને ફ્રી માં મેળવવા માટે મજેન્ટા એડવર્ટાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નો સંપર્ક કરવો. સંપર્ક: વૈભવ સુતરીયા 82000 06963
ટૅગ્સ :
તમે પણ પસંદ કરી શકો છો
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 07-05-2020 સમય: 8:00 PM
May 07, 2020