મોદીએ વેક્સીન વિકસાવવા વિશે સમીક્ષા કરી, દેશમાં 30 વેક્સીનનું કામ અલગ અલગ સ્ટેજ પર, ઝાડના અર્કમાંથી પણ શક્યતાઓ જોવાય છે…
- અમુક વેક્સીન ટ્રાયલ સ્ટેજ પર પહોંચી, કોરોનાની દવા બનાવવા વિશે પણ રિસર્ચ શરૂ
- મોદીએ કહ્યું- સંકટ સમયે શું કરી શકીએ તે વિચાર નિયમીત કામ સમયે પણ કરવો જોઈએ
નવી દિલ્હી. વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોના વાઈરસ વેક્સીન બનાવવાના પ્રયત્નોની સમીક્ષા કરી છે. કોરોના વેક્સીન ડેવલપમેન્ટ, ડ્રગ ડિસ્કવરી, ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગની ટાસ્કફોર્સની બેઠક મંગળવારે સાંજે કરવામાં આવી હતી. બેઠક પછી જણાવવામાં આવ્યું કે, દેશમાં કોરોનાની 30 વેક્સીનના ડિવલપમેન્ટનું કામ અલગ-અલગ સ્ટેજ પર ચાલી રહ્યું છે. તેમાં અમુક વેક્સીનનું ટ્રાયલ પણ શરૂ થવાનું છે.
કોરોનાની દવા બનાવવા માટે 3 કામ કરવામાં આવી રહ્યા છે
પહેલું- અત્યારે હાલ જે દવાઓ છે તેના ઉપયોગની શક્યતાઓ શોધવામાં આવી રહી છે. આ કેટેગરીમાં ચાર દવાઓની તપાસ કરવામાં આવી રહી છે.
બીજું- નવી દવાઓ અને મોલિક્યૂલ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ત્રીજું- ઝાડના અર્ક અને ઉત્પાદનોમાં એન્ટી-વાયરલની શક્યતાઓ શોધવામાં આવી રહી છે.
અત્યારે જેવો તાલમેલ છે તેવો રુટીનમાં પણ હોય
મોદીએ વાતથી સંતુષ્ટ છે કે, એકેડેમિક સાથે જોડાયેલા લોકો, ઈન્ડસ્ટ્રી અને સરકારના પ્રયત્નોના સારા પરિણામ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવી ઝડપ અને તાલમેલ રુટીન કામમાં પણ હોવી જોઈએ. સંક્ટ સમયે શું શક્ય છે તેવો વિચાર આપણાં વૈજ્ઞાનિકોના નિયમિત કામનો હિસ્સો હોવો જોઈએ.
સ્ટાર્ટ-અપમાં રિસર્ચ વધારવાની જરૂર
વડાપ્રધાને દવાઓની શોધમાં કોમ્પ્યુટર સાયન્સ, કેમેસ્ટ્રી અને બાયોટેક્નોલોજીના વૈજ્ઞાનિકોની એક સાથે આવવાના પ્રયત્નોના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, લેબમાં દવા બનાવવા અને ટેસ્ટિંગ મામલે હેકાથનનું આયોજન કરવું જોઈએ. તેના વિજેતાઓને આગામી રિસર્ચ માટે સ્ટાર્ટ-અપ કંપનીઓમાં મોકો આપવો જોઈએ.
વૈજ્ઞાનિક, ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને કામ કરે તો અલગ ઓળખ બનાવી શકે છે
મોદીએ કહ્યું કે, બેઝિકથી એપ્લાઈડ સાયન્સ સુધીના વૈજ્ઞાનિક જે રીતે ઈન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરે છે તે સારી વાત છે. આપણે આ રીતે જ આગળ વધવુ જોઈએ. આવું કરવાથી આપણે વિજ્ઞાનના ક્ષેત્રમાં ફોલોઅર બનવાની જગ્યાએ દુનિયાના સૌથી સારા દેશોમાં સામેલ થઈ શકીએ છીએ.