ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 08-05-2020 સમય: 8:00 PM
May 08, 2020
લોકડાઉનમાં ઘરે બેઠા ડીઝલ મંગાવી શકાશે, ઈન્ડિયન ઓઈલે હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી , સ્ટાર્ટઅપ કંપનીઓ સાથે ભાગીદારી કરી...
Life Style News May 04, 2020
લોકડાઉનમાં ઘરે બેઠા ડીઝલ મંગાવી શકાશે, ઈન્ડિયન ઓઈલે હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી , સ્ટાર્ટઅપ કંપનીઓ સાથે ભાગીદારી કરી
- બે વર્ષમાં ઈન્ડિયન ઓઈલની મોબાઈલ ડિસ્પેન્સરીએ વિવિધ ક્ષેત્રના ડીઝલ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરી કરી છે
- કંપની તેની પહોંચ વધારવા માટે પ્રદેશમાં કાર્યરત સ્ટાર્ટઅપ સાથે ભાગીદારી પણ કરી રહી છે
કોરોનાવાઈરસના કારણે લાગુ લોકડાઉનમાં ગ્રાહકોને સુવિધા આપવા માટે દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા ડીઝલની ડોર-ટુ-ડોર સર્વિસ શરૂ કરી છે. એટલે કે હવે તમે ઘરે બેઠા ડીઝલ મંગાવી શકશો.
તેના માટે કંપનીએ સ્ટાર્ટઅપ કંપનીઓ સાથે ભાગીદારી કરી
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ઈન્ડસ્ટ્રિયલ, માઈનિંગ, ગ્રામીણ, અને દૂરસ્થ વિસ્તારોમાં બળતણની માંગને પહોંચી વળવા માટે ઈન્ડિયન ઓઈલે તેના આરઓ ડીલરોના રાષ્ટ્રીય નેટવર્ક દ્વારા મોબાઈલ ડિસ્પેન્સરીને વિસ્તૃત કરી રહી છે. કંપની તેની પહોંચ વધારવા માટે પ્રદેશમાં કાર્યરત સ્ટાર્ટઅપની સાથે ભાગીદારી કરી રહી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા સ્ટાર્ટઅપ દ્વારા ગ્રાહકોને ડિઝલ પહોંચાડવાનો વિચાર અપનાવામાં આવ્યો છે, જે નવા વ્યવસાયિક ઉકેલોમાં નવા ઉદ્યોગકારોને સામેલ કરવા માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાની ભારત સરકારની પહેલને અનુરૂપ છે.
ડિજિટલ માધ્યમ દ્વારા ચુકવણીનાં સરળ વિકલ્પો પણ ઉપલબ્ધ છે
છેલ્લા બે વર્ષથી ઈન્ડિયન ઓઈલની મોબાઈલ ડિસ્પેન્સરીએ વિવિધ ક્ષેત્રોમાં ડીઝલ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરી છે. આ મોબાઈલ ડિસ્પેન્સિંગ યુનિટ પર ઈન્ડિયન ઓઈલ રિમોટ કંટ્રોલ અને ડિજિટલ માધ્યમ દ્વારા સરળતાથી ચૂકવણીનાં વિકલ્પો પણ પ્રદાન કરે છે. એમએસ અને એચએસડીમાં અગ્રેસર ઇન્ડિયન ઓઇલ હાલમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં 50 ટકા માર્કેટ શેર સાથે બજારમાં અગ્રેસર છે. આ સેવા સૌ પ્રથમ 2018 માં પાયલોટ પરીક્ષણ તરીકે શરૂ થઈ હતી.
ટૅગ્સ :
તમે પણ પસંદ કરી શકો છો
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 07-05-2020 સમય: 8:00 PM
May 07, 2020