ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 08-05-2020 સમય: 8:00 PM
May 08, 2020
હોમ આઇસોલેશન / કોરોનાના માઇલ્ડ લક્ષણો વાળા દર્દી 6 શરતોના આધારે ઘરે આઇસોલેટ થઇ શકશે, આરોગ્ય સેતૂ એપ પર સંપર્કમાં રહેવું પડશે
Life Style News April 29, 2020
હોમ આઇસોલેશન / કોરોનાના માઇલ્ડ લક્ષણો વાળા દર્દી 6 શરતોના આધારે ઘરે આઇસોલેટ થઇ શકશે, આરોગ્ય સેતૂ એપ પર સંપર્કમાં રહેવું પડશે
નવી દિલ્હી:. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના દર્દીઓ માટે હોમ આઇસોલેશનની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે પ્રમાણે ખૂબ માઇલ્ડ લક્ષણો વાળા દર્દી પોતાને ઘરમાં આઇસોલેટ કરી શકે છે. અત્યાર સુધી એ નિયમ હતો કે દરેક દર્દીઓને તેમની સ્વાસ્થ્ય અંગેની પરિસ્થિતિના આધાર પર કોવિડ કેર સેન્ટર, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અથવા ડેડિકેટેડ હોસ્પિટલમાં ભરતી કરવામા આવતા હતા.
હોમ આઇસોલેશનની 6 શરતો
1. વેરી માઇલ્ડ કેટેગરીમાં હોવાથી દર્દીના ઘરે જ સેલ્ફ આઇસોલેશન અને પરિવારના સભ્યને ક્વોરેન્ટીન કરવાની સુવિધા હોવી જોઇએ.
2. દર્દીની 24 કલાક સારવાર માટે એક વ્યક્તિ હોવી જોઇએ. દર્દી જ્યા સુધી આઇસોલેશનમાં રહે ત્યાં સુધી તેની દેખરેખ કરનાર અને હોસ્પિટલ વચ્ચે સંપર્કની ચેનલ હોવી જોઇએ.
3. દેખરેખ કરનાર અને દર્દી ના નજીકના સંપર્કના લોકોને ડોક્ટરની સલાહ પર હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા લેવી પડશે.
4. આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરવી પડશે. તેને બ્લૂટૂથ અને વાઇફાઇ દ્વારા દરેક સમયે એક્ટિવ રાખવી જરૂરી હશે.
5. દર્દીને તેમના સ્વાસ્થ્ય વિશે ડિસ્ટ્રીક્ટ સર્વેલન્સ ઓફિસરને નિયમિત જાણકારી આપવી પડશે.
6. દર્દીને ગાઇડલાઇન્સ ફોલો કરવાની અંડરટેકિંગ આપવી પડશે.
ગંભીર લક્ષણ દેખાય તો તુરંત સંપર્ક કરવો પડશે
દર્દી અથવા તેની સારવાર કરનારાને પોતાના સ્વાસથ્યનું ધ્યાન રાખવું પડશે. જો શ્વાસ લેવામાં પરેશાની, લગાતાર છાતીમાં દબાણ, માનસિક દબાણ અથવા ઉઠવામાં પરેશાની, ચહેરા અથવા હોઠો પર બ્લૂ કલર આવે અથવા તો ડોક્ટરે જણાવ્યા છે તે ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક સૂચના આપવી જોઇએ.
હોમ આઇસોલેશન ક્યારે ખતમ કરી શકાય છે ?
જો લક્ષણો ન દેખાય અને મેડિકલ ઓફિસરે સંક્રમણ ખતમ થવાનું સર્ટિફાય કરી દીધું હોય તો દર્દી આઇસોલેશન પૂર્ણ કરી શકે છે.
ટૅગ્સ :
તમે પણ પસંદ કરી શકો છો
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 07-05-2020 સમય: 8:00 PM
May 07, 2020