ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 08-05-2020 સમય: 8:00 PM
May 08, 2020
અત્યાર સુધી આપણે જે જોઇને ગર્વ અનુભવ્યું, તેની હવે શરમ આવે છે? ભાડાની ઝૂંપડીને બદલે પોતાના ઘરની સંભાવનાનું વિચારો: તાતા
Life Style News April 21, 2020
અત્યાર સુધી આપણે જે જોઇને ગર્વ અનુભવ્યું, તેની હવે શરમ આવે છે? ભાડાની ઝૂંપડીને બદલે પોતાના ઘરની સંભાવનાનું વિચારો: તાતા
- તાતાનું માનવું છે કે કોરોના પછી આપણે ગંદી વસતીની પુનર્વસન નીતિ બદલવી જોઇએ
મુંબઇ. તાતા સન્સના ચેરમેન (એમારિટ્સ) રતન તાતાએ સોમવારે દેશની હાઉસિંગ પોલિસી પર સવાલ ઊઠાવતા કહ્યું કે આપણે મોટી ઇમારત બનાવવા માટે ગંદી વસતીને બીજી જગ્યાએ વસાવી દઇએ છીએ. તેને બદલે આપણે ગરીબોને ગુણવત્તાસભર જીવન આપવા માટે આપણી પુનર્વસન નીતિઓ પર ફરીથી વિચારવાની જરૂર છે. તેઓ ગ્લોબલ ઇનોવેશન પ્લેટફોર્મ કોર્પજિનીના ‘ફ્યુચર ઓફ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન’ વિષય પર બોલી રહ્યા હતા. તેની સાથે 10000થી વધુ કોર્પોરેટ અને 100થી વધુ સ્ટાર્ટઅપ જોડાયેલા હતા. તાતાએ શું કહ્યું.. વાંચો તેના અંશ….
સરકાર જીવનની ગુણવત્તાના માપદંડોને ફરી ચકાસે, કારણ કે ઝૂંપડીમાં માપદંડ અટકી જાય છે
છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે બહુ લાચારીથી જોઇ રહ્યા છે કે એક બીમારી સમગ્ર વિશ્વ પર રાજ કરી શકે છે. આ બીમારી આપણા અસ્તિત્વ અને આપણા કામ કરવાના પ્રકારને બદલી રહી છે. હવે સમય આવી ગયો છે કે આપણે ગુણવત્તાસભર જીવન અંગે ચિંતા કરીએ. આપણે પોતાની જાતને પૂછવું જોઇએ કે અત્યાર સુધી આપણે જે જોઇને ગર્વ કર્યું, શું આપણે તેનાથી દિલગીર છીએ…? આપણે ભાડાની ઝૂંપડીને બદલે પોતાની માલિકીના ઘરની સંભાવના પર વિચાર કરવાની જરૂર છે.
પુનર્વસનની નીતિ બદલવાની જરૂર
કોરોના પછી આપણે ગંદી વસતીઓના પુનર્વસનની પોતાની નીતિ બદલવી જોઇએ. આ મહામારીએ આપણને સમજાવ્યું કે ગીચતામાં રહેવું મુશ્કેલી સર્જી શકે છે. પહેલી વાર અનુભવ થઇ રહ્યો છે કે નજીક ઓછા ખર્ચના જે માળખા આપણે તૈયાર કર્યા, તે જ હવે સમસ્યાનું કારણ બની ગયા છે. આધુનિક સમયના સ્લમ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ વર્ટિકલ સ્લમ સિવાય કંઇ નથી. વસતા લોકોને તાજી હવા, ખુલ્લી જગ્યા, મૂળભૂત હાઇજિન માટે ઝઝૂમવું પડે છે. મારું સુચન છે કે ગંદી વસતીઓમાં રહેતા લોકોને રહેણી-કરણી પર દિલગીર થવાને બદલે આપણે તેમને નવા ભારતનો હિસ્સો માની સ્વીકારવું જોઇએ. કોરોના આપણા માટે ચેતવણી છે. જેણે આપણને નવી ચિંતાઓ દેખાડી છે.
સરકાર ગંદી વસતીના લોકોની જરૂરિયાત સમજે
સરકાર સ્લમ રિડેવલોપમેન્ટ પોલિસી બનાવતા સમયે ગંદી વસતીઓમાં રહેતા લોકોની જરૂરિયાતો સમજે. તે જીવનની ગુણવત્તના સ્વીકૃત માપદંડોનો ફરીથી પરિક્ષણ કરે, કારણે કે જ્યાં જુગ્ગીઓ સ્થાપિત કરાય છે. ત્યાં આ માપદંડ અટકી જાય છે. હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે આપણે ગંદી વસતીઓ હટાવતા સમયે અફોર્ડેબલ હાઉસિંગ માટે જવું જોઇએ. આર્કિટેક્ટ અને ડેવલોપરને આ જવાબદારી લેવી જોઇએ. હવે સમય આવી ગયો છે કે એક એવા મગજવાળા લોકો બેસી એ નિર્ણયોની ટીકા કરે જેની ગત વર્ષોમાં આપણે અવગણના કરી.
ટૅગ્સ :
તમે પણ પસંદ કરી શકો છો
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 07-05-2020 સમય: 8:00 PM
May 07, 2020