કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ફોન ભૂતનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે. પરંતુ ચાહકોએ તેના પોસ્ટરમાં આ ખામીને પકડી છે.
નવી દિલ્હીઃ કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ફોન ભૂતનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે. આ હોરર કોમેડી ફિલ્મ 7 ઓક્ટોબર, 2022ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે અને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ પ્રોડ્યુસ કર્યું છે. જો કે ફિલ્મની વાર્તાને લઈને કોઈ વાત સામે આવી નથી, પરંતુ ફિલ્મનું પોસ્ટર ચોક્કસપણે હોલીવુડની ફિલ્મથી પ્રેરિત લાગે છે.
Ye movie toh ghostbusters ki copy lag rhi hai . 🤣🤣 https://t.co/3uE4ub5xEr pic.twitter.com/rk71oKdnTt
— Hunटरर ♂ 🥵 (@nickhunterr) June 28, 2022
તેનું પોસ્ટર જોઈને તરત જ હોલીવુડની ફિલ્મ ઘોસ્ટબસ્ટર્સ યાદ આવી જાય છે. ફિલ્મનું પોસ્ટર આ હોલીવુડ ફિલ્મથી પ્રેરિત હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં પણ ત્રણ લોકો ભૂતને છુપાવવાનું કામ કરતા હતા. જો કે આ ફિલ્મમાં શું જોવા મળશે તે હજુ કહી શકાય તેમ નથી પરંતુ પોસ્ટર હોલીવુડથી પ્રેરિત હોવાનો મામલો ચોક્કસથી સ્પષ્ટ થઈ ગયો છે. એટલું જ નહીં, ચાહકોએ પણ આ સમાનતા પકડી છે અને તેઓ આ પોસ્ટરને નકલ કહી રહ્યા છે.
આ રીતે ફરી એકવાર બોલિવૂડ ફિલ્મની સત્યતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે કારણ કે થોડા દિવસો પહેલા જુગ્જુગ જિયોનું નચ પંજાબન ગીત પણ પાકિસ્તાનના સુપરહિટ ગીત પર આધારિત હતું. હવે ફોન ભૂતની આ પોસ્ટ ઘોસ્ટબસ્ટર્સથી પ્રેરિત લાગે છે.



