‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’માં અભિનય કરવા ઉપરાંત, માધવને ફિલ્મની સ્ક્રિપ્ટનું નિર્દેશન અને લેખન પણ કર્યું છે.
નવી દિલ્હીઃ એક્ટર આર માધવન હાલમાં ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તે આ ફિલ્મનું નિર્દેશન પણ કરી રહ્યો છે. જો કે, તાજેતરમાં તેની એક ટિપ્પણીની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. હકીકતમાં, તેમણે કહ્યું છે કે ISROએ તેના મંગળ મિશન દરમિયાન PSLV C-25 રોકેટને લોન્ચ કરવામાં અને તેને મંગળની ભ્રમણકક્ષામાં મૂકવા માટે હિન્દુ કેલેન્ડરની મદદ લીધી હતી.
માધવને ઉપરની વાતો તમિલમાં કહી છે. સંગીતકાર ટીએમ કૃષ્ણાએ અભિનેતા માધવનની ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરી હતી. તેણે પોતાના ટ્વિટમાં અભિનેતાનો વીડિયો અને ઈસરોની વેબસાઈટની લિંક પણ શેર કરી છે.
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે અભિનેતાના ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝર્સે ટ્વીટ કર્યું, “એ જોઈને ખૂબ નિરાશ થયો કે જે એક સમયે તમિલ રોમેન્ટિક ફિલ્મોનો પોસ્ટર બોય હતો અને હવે WhatsApp અંકલ બની ગયો છે.
Such a dissapointment to see the man, who was once a poster boy of Tamil romantic movies turn into a WhatsApp uncle.
— Korah Abraham (@thekorahabraham) June 24, 2022
અન્ય એક યુઝરે ટ્વીટ કર્યું, ‘મંગલયાન મિશન ઈસરોની સિદ્ધિ હતી, કોમેડી નથી. ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’માં અભિનય કરવા ઉપરાંત, માધવને ફિલ્મની સ્ક્રિપ્ટનું નિર્દેશન અને લેખન પણ કર્યું છે.
Its impossible to correct all blunders said by @ActorMadhavan, but here are a few.
1. None attempted 30 times to send a satellite to orbit mars, 17 out of USA’s 22 mars missions were success.
2. In 1976 itself Nasa’s Viking 1 landed on Mars, Mangalyaan in 2014 is just an orbiter. https://t.co/WLQBgVJDl4— Arjun Ramakrishnan ☭ (@aju000) June 24, 2022
આ ફિલ્મ ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે, જેમના પર જાસૂસીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ 1 જુલાઈએ બહુવિધ ભાષાઓમાં થિયેટરોમાં આવશે.