સોલાપુરમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં ચાર લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ માર્ગ અકસ્માત રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે થયો હતો.
મહારાષ્ટ્ર: સોલાપુર અકસ્માતમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં ચાર લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ માર્ગ અકસ્માત રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે થયો હતો. જે સમયે અકસ્માત થયો તે સમયે ટ્રેક્ટરની ટ્રોલીમાં 20 જેટલા લોકો સવાર હતા. અકસ્માત સંબંધિત જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે આ ટક્કર કેટલી જોરદાર હતી. આ અથડામણમાં ટ્રોલી સંપૂર્ણ રીતે પલટી ગઈ હતી, જ્યારે ટ્રકને પણ ભારે નુકસાન થયું હતું.
પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે એક ઝડપી ટ્રકે ટ્રોલીને ટક્કર મારી હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ થયા હતા. આ લોકો ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને પંઢરપુર જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી હતી.
હોસ્પિટલમાં સારવાર
આ અંગે વધુ વિગતો આપતાં સોલાપુરના એસપી તેજસ્વિની સાતપુતેએ જણાવ્યું કે આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોની હાલત નાજુક છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.



