ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ અને IPL ક્રિકેટર રાજગોપાલ સતીષને તમિલનાડુ પ્રીમિયર લીગ દરમિયાન મેચ ફિક્સ કરવા માટે કથિત રીતે 40 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
નવી દિલ્હી: ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ અને IPL ક્રિકેટર રાજગોપાલ સતીષને તમિલનાડુ પ્રીમિયર લીગ દરમિયાન મેચ ફિક્સ કરવા માટે કથિત રીતે 40 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. સતીશ ચેપોક સુપર ગિલિસ ટીમનો ભાગ હતો. તમિલનાડુનો આ ભૂતપૂર્વ ક્રિકેટર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર બન્ની આનંદ નામના વ્યક્તિએ આ ઓફર કરી હતી.
બીસીસીઆઈ એસીયુના વડા શબ્બીર ખંડવાવાલાએ કહ્યું, “તેમણે અમને અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને આ મહિને કહ્યું કે તેને સોશિયલ મીડિયા દ્વારા લાંચની ઓફર કરવામાં આવી હતી. અમે તેને પોલીસમાં ફરિયાદ નોંધાવવા કહ્યું. તેણે એવું જ કર્યું અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.” બેંગ્લોર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. TNPL ગયા વર્ષે 19 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી રમાઈ હતી.
સતીષે આટલી મોડી ફરિયાદ કેમ કરી તે અંગે પૂછવામાં આવતા ખંડવાવાલાએ કહ્યું કે, “પોલીસ આ મામલાની તપાસ કરશે. અમે તેને નિરાશ કરવા માંગતા નથી. તેણે ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે તેથી અમારું કામ તેને રસ્તો બતાવવાનું છે. તે હવે નિષ્ક્રિય ભારતીય ક્રિકેટ લીગનો પણ એક ભાગ હતો.