ઉનાળામાં ચુરુનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને આંબી જાય છે, જ્યારે શિયાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો શૂન્યથી નીચે ઉતરી જાય છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પારો વધુ ઘટવાની અને કોલ્ડવેવની ચેતવણી આપી છે.
સમગ્ર ઉત્તર ભારતીય વિસ્તાર મંગળવારે પણ તીવ્ર ઠંડીની લપેટમાં રહ્યો હતો. રાજસ્થાનના ચુરુમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. મંગળવારે ચુરુમાં લઘુત્તમ તાપમાન -0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ શિયાળાનો સૌથી ઠંડો દિવસ હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે ચુરુમાં દિવસનું મહત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ હતું. ચુરુની જમીન બરફથી ઢંકાઈ ગઈ હતી કારણ કે પારો શૂન્યથી નીચે ગયો હતો. ઠંડીથી બચવા સ્થાનિક લોકોએ બોનફાયરનો સહારો લેવો પડ્યો હતો. રાજસ્થાનના આ અનોખા શહેરને કુદરતે પોતાની આગવી ઓળખ આપી છે.